________________
શ્રુતસ્કંધ-૨/અધ્યયન-૫
.
રરપ |
પણ કાર્ય કરતો નથી" આવા નિષ્ફર, દયા રહિત અભિપ્રાયથી તેની સેવા વગેરે કરતો નથી, કર્તવ્યનું પાલન કરતો નથી.
તે આ માયાચારમાં પ, ધૂર્ત, કલુષિત ચિત્ત થઈને ભવાંતરમાં પોતાની અબોધિ (રત્નત્રય ધર્મની અપ્રાપ્તિ)નું કારણ બનતાં, મહામોહનીય કર્મ બાંધે છે. (૨૬) જે વ્યક્તિ સર્વતીર્થોનું, સંઘોનું ભેદન કરવાને માટે ક્લેશ ઉપજાવનાર કથાઓ કરે અર્થાત્ એવા વચનોનો વારંવાર પ્રયોગ કરે, તે મહામોહનીય કર્મ બાંધે છે. (૨૭) જે પોતાની પ્રશંસાને માટે કે સ્ત્રી પુરુષોને પોતાનાં કરવા માટે મંત્રોના અધાર્મિક પ્રયોગોનો વારંવાર ઉપયોગ કરે છે, તે મહામોહનીય કર્મ બાંધે છે.
(૨૮) જે મનુષ્ય સંબંધી અથવા પારલૌકિક દેવભવ સંબંધી ભોગોમાં તૃપ્ત ન થતાં વારંવાર તેની ઈચ્છા કરતો રહે છે, આસક્તિ પૂર્વક સેવન કરતો રહે છે, તે મહામોહનીય કર્મ બાંધે છે. (ર૯) જે અજ્ઞાની, દેવોની ઋદ્ધિ(વિમાન આદિ સંપત્તિ), ધુતિ(શરીર અને આભૂષણોની ક્રાંતિ), યશ અને વર્ણ(શોભા)નો તથા તેનાં બળ, વીર્યનો અવર્ણવાદ કરે છે, તેનો અસ્વીકારયુક્ત તિરસ્કાર, નિંદા કરે છે, તે મહામોહનીય કર્મ બાંધે છે. (૩૦) જે દેવો, યક્ષો અને વ્યંતરોને ન જોવા છતાં "હું તેને દેખું છું" અથવા "મારી પાસે દેવો આવે છે" એવું કહે છે, તે દેવોના નામથી પોતાની પૂજાની ઈચ્છાવાળો અજ્ઞાની પુરુષ, મહામોહનીય કર્મ બાંધે છે. આવા મહાકર્મ બંધના સ્થાનકોનું મુનિ ક્યારે ય સેવન ન કરે.
(૩૧) સિદ્ધાદિગણ :- સિદ્ધ ભગવાનમાં આદિથી અર્થાતુ સિદ્ધાવસ્થાના પ્રથમ સમયથી જ વિદ્યમાન ગુણ સિદ્ધિદિગુણ કહેવાય છે. "સિદ્ધા " પદનો અર્થ સિદ્ધાતિ" સિદ્ધોના આત્યંતિક ગુણ તે ૩૧ છે.(૧-૫) મતિજ્ઞાનાવરણીય આદિ પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય. (૬–૧૪) નવ પ્રકારના દર્શનાવરણીય કર્મોનો ક્ષય (૧૫–૧૬) સાતા–અસાતા વેદનીયનોક્ષય (૧૭) દર્શનમોહનીય નો ક્ષય (૧૮) ચારિત્રમોહનીયનો ક્ષય (૧૯-૨૨) ચાર પ્રકારના આયુષ્ય કર્મનો ક્ષય (૨૩-૨૪)બે પ્રકારના ગોત્રકર્મનો ક્ષય (૨૫-૨૬) શુભનામકર્મ- અશુભનામકર્મનો ક્ષય (૨૭–૩૫) પાંચ પ્રકારનાં અંતરાય કર્મનો ક્ષય. આ સિદ્ધોના ગુણોને પ્રાપ્ત કરવા મુનિ પુરુષાર્થ કરે અને આ ગુણોથી સંપન્ન સિદ્ધ પરમાત્મા પ્રત્યે પ્રમોદભાવ રાખે.
પ્રકારોતરથી ૩૧ ગુણ આ પ્રકારે છે. પાંચ સંસ્થાન, પાંચ વર્ણ, પાંચ રસ, બે ગન્ધ, આઠ સ્પર્શ અને ૩ વેદ (સ્ત્રી-પુરુષ-નપુંસક વેદ) થી રહિત હોવાથી ૨૮ ગુણ તથા અકાયતા, અસંગતા અને અરૂપિત્વ સર્વ મળી ૩૧ ગુણ થાય છે. (૩૨) યોગસંગ્રહ– બત્રીસ યોગસંગ્રહ અર્થાત્ મોક્ષ સાધક મન, વચન, કાયાના પ્રશસ્ત વ્યાપાર કહેલ