________________
૨૨૪ |
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
ત્યાર પછી ઈર્ષોષથી પ્રેરિત થઈને, કલુષતાયુક્ત ચિત્તથી ઉપકારી પુરુષના અથવા જનસમૂહના ભોગઉપભોગ સંપદામાં અંતરાય પાડે તો, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે.
(૧૫) જેમ નાગણી પોતાના જ ઈંડાંને ખાય જાય છે, એવી રીતે જે પુરુષ પોતાનું ભલું કરનાર સ્વામીનો, સેનાપતિનો અથવા ધર્મપાઠકનો વિનાશ કરે છે, તે મહામોહનીય કર્મને બાંધે છે.
(૧૬) જે વ્યક્તિ રાષ્ટ્રના નાયકનો અથવા નગરના નેતા મહાયશસ્વી શેઠનો ઘાત કરે છે, તે મહામોહનીય કર્મ બાંધે છે.
(૧૭) જે વ્યક્તિ ઘણા માણસોના નેતાનો તથા પ્રાણીઓને માટે દ્વીપ સમાન ત્રાણરૂપ (રક્ષણહાર) એવા અનેક લોકોના ઉપકારી પુરુષનો ઘાત કરે છે, તે મહામોહનીયકર્મને બાંધે છે.
(૧૮) જે વ્યક્તિ દીક્ષા લેવાને માટે ઉપસ્થિત છે અથવા જે પ્રવ્રજિત થઈને સંયમમાં ઉપસ્થિત છે અને પરમ તપસ્વી છે, તેને અનેક પ્રકારે ડરાવીને, ભ્રમિત કરીને ધર્મથી ભ્રષ્ટ કરે છે, તે મહામોહનીય કર્મ બાંધે છે.
(૧૯) જે અજ્ઞાની પુરુષ અનંતજ્ઞાની, અનંત દર્શની એવા જિનેશ્વરના અવર્ણવાદ બોલે અથવા કરે તો. તે મહામોહનીય કર્મને બાંધે છે.
(૨૦) જે વ્યક્તિ ષવશ ન્યાયયુક્ત મોક્ષ માર્ગનો અપકાર કરે છે અર્થાતુ અનેક પ્રતિકૂળ આચરણો કરે છે અને મોક્ષ માર્ગની નિંદા કરતો ઘણા લોકોને મોક્ષમાર્ગથી ગ્રુત કરે છે, તેનાથી ભાવિત કરે છે અર્થાત્ તે દુષ્ટ વિચારોથી લિપ્ત કરે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે.
(૨૧) જે અજ્ઞાની પુરુષે, જે જે આચાર્યો પાસેથી અથવા ઉપાધ્યાયો પાસેથી શ્રુત જ્ઞાન લીધું છે, વિનય ધર્મને પ્રાપ્ત કર્યો છે, તેની જ નિંદા કરે અર્થાતુ "તે કંઈ જાણતા નથી, સ્વયં તે ચારિત્રથી ભ્રષ્ટ છે", ઈત્યાદિ કથનથી તેની બદનામી કરે, તો તે મહામોહનીય કર્મનો બંધ કરે છે.
(રર) જે આચાર્ય, ઉપાધ્યાય અને પોતાના ઉપકારીજનોની સેવા, વિનય, ભક્તિ કરી સમ્યક પ્રકારે તેને સંતોષ આપતો નથી અને સન્માન કરતો નથી પરંતુ બહુ અભિમાન કરે છે, તે મહામોહનીય કર્મ બાંધે છે.
(૨૩) જે વ્યક્તિ વિદ્વાન, બહુશ્રુત ન હોવા છતાં પોતાને મહાશ્રુતનો ધારક છું તેમ કહે અને પોતાને વિશાળ સ્વાધ્યાયવાદી અને શાસ્ત્ર પાઠક કહે, તે મહામોહનીય કર્મ બાંધે છે.
(૨૪) જે પોતે તપશ્ચર્યા કરતો ન હોય છતાં પોતાને મહાતપસ્વી કહેવડાવે, તે લોકમાં સહુથી મોટો ચોર છે. એવા ભાવચોર હોવાના કારણે, તે મહામોહનીય કર્મને બાંધે છે.
(૨૫) સેવા-સુશ્રષાને માટે કોઈ રોગી આદિનો સંયોગ પ્રાપ્ત થવા પર સમર્થ હોવા છતાં "મારું આ કંઈ