________________
શ્રુતસ્કંધ-૨/અધ્યયન-૫
.
૨૨૩]
(૪) જે વ્યક્તિ અગ્નિને જલાવી અત્યંત ધુમાડાયુક્ત અગ્નિ સ્થાનમાં કોઈ મનુષ્ય, પશુ વગેરે પ્રાણીઓને તેમાં પ્રવેશ કરાવીને ધુમાડાથી તેનો શ્વાસ રૂંધન કરી મારે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે.
(૫) જે વ્યક્તિ કોઈ પ્રાણીના ઉત્તમ અંગ, માથા ઉપર મુગર(હથોડા) આદિનો પ્રહાર કરે છે અથવા અતિ સંક્લેશ યુક્ત ચિત્તથી તેના માથાને ફરસી વગેરેથી કાપીને મારી નાખે છે, તે મહામોહનીય કર્મને બાંધે છે.
(૬) જે વ્યક્તિ વેશ બદલીને કોઈ મનુષ્યને પાટીયાથી અથવા ડંડાથી મારીને, તેનો ઘાત કરે છે અને પોતે આનંદથી હસે છે, તે મહામોહનીય કર્મને બાંધે છે.
(૭) જે વ્યક્તિ ગૂઢ(ગુપ્ત) પાપાચરણ કરી માયાચારથી પોતાની માયાને છૂપાવે છે, અસત્ય બોલે છે અને સૂત્રાર્થનો અપલાપ કરે છે, તે મહામોહનીય કર્મને બાંધે છે.
(૮) જે વ્યક્તિ અકૃત દુષ્ટકર્મનો અથવા પોતાનાં કરેલાં ઘોર દુષ્કર્મનો આરોપ બીજા ઉપર નાખે છે, અથવા અન્ય વ્યક્તિઓ દ્વારા કરેલ દુષ્કર્મનો કોઈ બીજા ઉપર આરોપ મૂકી કહે કે તમે આ દુષ્કાર્ય કર્યું છે, તે મહામોહનીય કર્મ બાંધે છે.
(૯) જે વ્યક્તિ જાણવા છતાં પણ સભામાં સત્યામૃષા (જેમાં સત્ય ઓછું અને અસત્ય વધારે એવી) ભાષા બોલે છે અને લોકોની સાથે હંમેશાં કલહ કરતો રહે છે, તે મહામોહનીય કર્મ બાંધે છે.
(૧૦) રાજાનો અમાત્ય(પ્રધાન) પોતાના રાજાની જ પત્નીઓને અથવા ધન મેળવવાનાં દ્વારોનો નાશ કરીને અનેક સામત વગેરેને વિક્ષુબ્ધ કરીને રાજાને અધિકાર વગરનો કરી, કાઢી મૂકે છે; રાજ્ય પર રાણીઓ પર અને રાજ્યના ધન પર સ્વયંનો અધિકાર જમાવી લે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે.
(૧૧) જે વ્યક્તિ પોતે પરણેલ હોવા છતાં કહે કે "હું કુંવારો છું" અને સ્ત્રીઓમાં આસક્ત થઈને અને તેને આધીન થઈ જાય છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે.
(૧૨) જે પોતે સ્વયં અબ્રહ્મચારી છે છતાં "હું બ્રહ્મચારી છું" એમ કહે છે, તે બળદોની વચ્ચે ગધેડાની સમાન બેસૂરો અવાજ કરતો ફરે છે, તે મહામોહનીય કર્મ બાંધે છે.
જે અજ્ઞાની પુરુષ પોતાનું જ અહિત કરનાર, માયાચાર યુક્ત અસત્ય વચન બોલે છે અને સ્ત્રીઓના વિષયમાં આસક્ત રહે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે.
(૧૩) જે રાજા વગેરેનો આશ્રિત થઈને તેની ખ્યાતિથી, પ્રસિદ્ધિથી પોતાનો નિર્વાહ કરે છે. જે રાજાને પોતે સમર્પિત થાય છે, સેવા કરે છે અને પછી તે જ રાજાના ધનમાં લુબ્ધ થાય છે તે પુરુષ મહામોહનીય કર્મનો બંધ કરે છે.
(૧૪) કોઈ ઐશ્વર્યશાળી પુરુષે અથવા જનસમૂહે કોઈ નિર્ધન પુરુષને ઐશ્વર્યવાળો બનાવી દીધો હોય