________________
રરર |
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
(૨૫) પચ્ચીસ ભાવના- એક–એક મહાવ્રતની પાંચ-પાંચ ભાવનાઓ હોવાથી પાંચ મહાવ્રતની ૨૫ ભાવના થાય છે. આ ભાવનાઓ મહાવ્રતને પુષ્ટ કરનારી છે માટે તેની યથાવત્ આરાધના કરે.
(૨૬) છવ્વીસ ઉદ્દેશક- દશાશ્રુતસ્કંધના-૧૦, બૃહતકલ્પના-૬ અને વ્યવહારસૂત્રના–૧૦ કુલ મળીને છવ્વીસ ઉદ્દેશક થાય છે. મુનિ આ ઉદ્દેશકોમાં વર્ણિત સામાન્ય અને વિશેષ પરિસ્થિતિના આચારનું જ્ઞાન કરી યોગ્ય વર્તન કરે. (૨૭) સાધુના મૂળ ગુણ ૨૭ છે– પાંચ મહાવ્રત, પાંચ ઈન્દ્રિય નિગ્રહ, ચાર ક્રોધાદિ કષાયોનો પરિહાર. ભાવસત્ય કરણસત્ય, યોગસત્ય, ક્ષમા, વીરાગતા, મન, વચન, કાયાનો નિરોધ, જ્ઞાનસંપન્નતા, દર્શન સંપન્નતા, ચારિત્ર સંપન્નતા, વેદનાદિ સહન, મારણાંતિક ઉપસર્ગસહન. અન્ય વિવેક્ષાથી ૨૭ ગુણ આ પ્રમાણે છે. વતષક પાંચ મહાવ્રત અને રાત્રિભોજન ત્યાગ, પાંચ ઈન્દ્રિય નિગ્રહ, ભાવસત્ય, કરણસત્ય, ક્ષમા, વીતરાગતા, મનનિરોધ, વચનનિરોધ, કાયાનિરોધ, છ કાયની રક્ષા, યોગયુક્તતા, વેદનાધ્યાસ, (પરીષહસહન) અને મારણાંતિક સંલેખના. આ પ્રકારે અણગારના ૨૭ ગુણ હોય છે. મુનિ તેને સદા ધારણ કરે તથા તે ગુણોનો વિકાસ કરે.
(૨૮) પ્રકલ્પ– આચાર પ્રકલ્પ ૨૮ છે. આચાર શબ્દથી આચારાંગ સૂત્રના બંને શ્રુતસ્કંધોના ૨૫ અધ્યયન અને પ્રકલ્પ શબ્દથી નિશીથ સૂત્રના ઉદ્ઘાતિક, અનુઘાતિક અને આરોપણા ત્રણ અધ્યયન, સર્વ મળી ૨૮ અધ્યયન ગ્રહણ કરાય છે. આ પ્રકલ્પ અધ્યયનોનું જ્ઞાન કરી મુનિ સંયમાચારમાં સાવધાન રહે અને
ક્યારેક લાગતા દોષોનું યોગ્ય પ્રાયશ્ચિત્ત કરે. (૨૯) પાપડ્યુતપ્રસંગ- તેના ર૯ ભેદ આ પ્રમાણે છે. (૧) ભૌમ (૨) ઉત્પાત (૩) સ્વપ્ન (૪) અંતરિક્ષ (૫) અંગ (૬) સ્વર (૭) લક્ષણ (૮) વ્યંજન. આ આઠ પ્રકારના નિમિત્ત શાસ્ત્રોના સૂત્ર, વૃત્તિ અને વાર્તિકના ભેદથી ૨૪ ભેદ થઈ જાય છે. તેમાં વિકથાનુયોગ, વિદ્યાનુયોગ, મંત્રાનુયોગ, યોગાનુયોગ અને અન્યતીર્થિક પ્રવૃત્તાનુયોગ, આ પાંચને સમ્મિલિત કરવાથી પાપશ્રુતના ર૯ ભેદ થાય છે. મતાંતરથી અંતિમ પાંચ પાપશ્રુતોના સ્થાને ગંધર્વ, નાટય, વાસ્તુ, ચિકિત્સા અને ધનુર્વેદ નો ઉલ્લેખ મળે છે. આ પાપ શાસ્ત્રની ગણતરીમાં આવતા જ્ઞાન અને તેના ઉપયોગથી મુનિ દૂર રહે. (૩૦) મોહનીયસ્થાન– મોહનીય કર્મ બંધના ૩૦ સ્થાન છે. તે આ પ્રમાણે છે(૧) જે વ્યક્તિ ત્રસ પ્રાણીઓને પાણીની અંદર નાખીને, પાણી દ્વારા તેને આક્રાંત કરીને મારે છે, તે મહામોહનીય કર્મ બાંધે છે.
(૨) જે વ્યક્તિ મનુષ્ય વગેરેના માથાને ભીના ચામડાથી બાંધી (વીંટાળી)ને મારે છે અને હંમેશાં એવા અશુભ પાપમય કાર્ય કરતા રહે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે.
(૩) જે વ્યક્તિ પ્રાણીના મોઢાને હાથથી બંધ કરીને તેમજ કોઈ મકાનમાં બંધ કરીને ત્યાં વિલાપ કરતાં તેને મારે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે.