________________
| શ્રુતસ્કંધ-અધ્યયન-૫
૨૨૧ |
મુનિ આ સર્વ દોષોનો ત્યાગ કરે. અસમાધિના વીસ બોલોનું વર્ણન સમવાયાંગ સૂત્ર અને દશાશ્રુતસ્કંધ સૂત્રમાં પણ છે. (૨૧) સબળદોષ – ચારિત્રને કલુષિત કરનાર દોષ સબળદોષ કહેવાય છે, તે ૨૧ છે– (૧) હસ્તકર્મકરવું (૨) મૈથુનસેવન કરવું. (૩) અતિક્રમાદિરૂપથી રાત્રિ ભોજન કરવું. (૪) આધાકર્મથી દુષિત આહાર કરવો. (૫) શય્યાતરના આહારનું સેવન કરવું. (૬) ઉદ્દિષ્ટ આદિ દોષયુક્ત આહાર કરવો. (૭) ત્યાગેલા અશનાદિનો ઉપયોગ કરવો.(૮) છ માસમાં એક ગણનો ત્યાગ કરી બીજા ગણમાં જવું. (૯) એક માસમાં ત્રણવાર નાભિપ્રમાણ પાણીમાં અવગાહન કરવું. (૧૦) એક માસમાં ત્રણવાર માયાચારનું સેવન કરવું. (૧૧) રાજપિંડનું સેવન કરવું. (૧૨) સંકલ્પ પૂર્વક પ્રાણીઓની હિંસા કરવી. (૧૩) સંકલ્પ પૂર્વક મૃષાવાદ કરવો. (૧૪) સંકલ્પ પૂર્વક ચોરી કરવી (૧૫) જાણી જોઈને સચિત્ત ભૂમિ ઉપર કાયોત્સર્ગ કરવો (૧૬) જાણી જોઈને, ભીની સચેતરજ યુક્ત ભૂમિ પર, સચેત શિલા પર અથવા ધૂળયુક્ત લાકડાં પર સુવું, બેસવું. (૧૭) બીજ તથા જીવથી યુક્ત અન્ય કોઈ સ્થાન પર બેસવું (૧૮) જાણી જોઈને કંદમૂળ ખાવું. (૧૯) એક વર્ષમાં ૧૦ વાર નાભિપ્રમાણ જળમાં અગવાહન કરવું. (૨૦) એક વર્ષમાં દસવાર માયાનું સેવન કરવું. (૨૧) વારંવાર સચિત્ત જળથી લિપ્ત હાથ આદિથી આહારાદિ ગ્રહણ કરવા. આ સર્વનો મુનિ ત્યાગ કરે.
(રર) પરીષહ - સંયમી જીવનમાં થનારા કષ્ટ, જેને સમભાવપૂર્વક સહન કરીને સાધુ કર્મોની વિશિષ્ટ નિર્જરા કરે છે તેને પરીષહ કહે છે. પરીષહ રર છે– (૧) ક્ષુધા (૨) પિપાસા (૩) શીત (૪) ઉષ્ણ (૫) દંશ–મશક (૬) અચલ [નિર્વસ્ત્રતા અથવા અલ્પ અને જીર્ણ વસ્ત્રોને ધારણ કરવા] (૭) અરતિ–સંયમમાં અરુચિ (૮) સ્ત્રી (૯) ચર્યા (૧૦) નિષદ્યા (૧૧) શય્યા-ઉપાશ્રય (૧૨) આક્રોશ (૧૩) વધ (૧૪) યાચના (૧૫) અલાભ લેવાની ઈચ્છા હોવા છતાં પણ આવશ્યક વસ્તુની પ્રાપ્તિ ન થવી] (૧૬) રોગ (૧૭) તૃણ સ્પર્શ (૧૮) જલ્લ–મેલને સહન કરવો (૧૯) સત્કાર–પુરસ્કાર–આદર સત્કારમાં અભિમાન કે અનાદરમાં વિષાદ થવો (૨૦) પ્રજ્ઞા- વિશિષ્ટ બુદ્ધિના અભાવમાં ખેદનો અનુભવ (ર૧) અજ્ઞાનવિશિષ્ટ જ્ઞાનના અભાવમાં ખેદનો અનુભવ (૨૨) દર્શન પરીષહ. આ બાવીસ પરીષહો પર વિજય પ્રાપ્ત કરનાર સંયમી વિશિષ્ટ નિર્જરાનો ભાગી બને છે.
(૨૩) સૂયગંડાગ સૂત્રના ૨૭ અધ્યયન છે. પ્રથમ શ્રુતસ્કંધના પૂર્વોક્ત ૧૬ અધ્યયન અને દ્વિતીય શ્રુતસ્કંધના સાત અધ્યયન મળી ૨૩ થાય છે. દ્વિતીય શ્રુતસ્કંધના સાત અધ્યયન- (૧) પુંડરિક (૨) ક્રિયાસ્થાન (૩) આહારપરિજ્ઞા (૪) પ્રત્યાખ્યાનક્રિયા (૫) અણગારશ્રુત (૬) આદ્રકુમાર (૭) નાલંદા. મુનિ આ અધ્યયનોનું સમ્યક જ્ઞાન અને શ્રદ્ધાન કરે. (૨૪) ચાર નિકાયના દેવોના અવાંતર ભેદ–૨૪ છે. ૧૦-ભવનવાસી, ૮–વાણવ્યંતર, પ-જ્યોતિષ્ઠ અને ૧વૈમાનિક. મુનિ આ દેવોની શુદ્ધ સમજણ રાખે. મિતાંતરથી મૂળપાઠમાં આવેલ " દેવ" શબ્દથી દેવાધિદેવ અર્થાત્ તીર્થકર સમજવું જોઈએ. જેની સંખ્યા ૨૪ પ્રસિદ્ધ છે. મુનિ આ દેવાધિ દેવોની શુદ્ધ શ્રદ્ધા રાખે.]