________________
૨૦ |
શ્રી પ્રશ્નવ્યાકરણ 2
(૧૨) ઉપેક્ષા અસંયમ (૧૩) પ્રતિષ્ઠાપન અસંયમ (૧૪) અપ્રમાર્જન અસંયમ (૧૫) મન અસંયમ (૧૬) વચન અસંયમ (૧૭) કાય અસંયમ. આ અસંયમના પ્રકારોને સમજે અને તેનાથી દૂર રહે.
પૃથ્વીકાય આદિ નવ પ્રકારનાં જીવોની યતના ન કરવી, તેનો આરંભ કરવો તે પૃથ્વીકાય આદિ અસંયમ છે. વસ્ત્ર, પાત્ર, પુસ્તક આદિ અજીવ વસ્તુઓ અયતના પૂર્વક ગ્રહણ કરવી, તે અજીવ અસંયમ છે. ધર્મોપકરણોની યથાસમય, યથાવિધિ પ્રતિલેખના ન કરવી, પ્રેક્ષા અસંયમ છે. સંયમ કાર્યમાં પ્રવૃત્તિ ન કરવી અને અસંયમ કાર્યમાં પ્રવૃતિ કરવી ઉપેક્ષા અસંયમ છે. મળ-મૂત્ર આદિનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રતિષ્ઠાપન ન કરવું તે અપહૃત્ય અસંયમ છે. વસ્ત્ર-પાત્ર આદિ ઉપધિનું વિધિ પૂર્વક પ્રમાર્જન ન કરવું તે અપ્રમાર્જન અસંયમ છે. મનને પ્રશસ્ત ચિંતનમાં ન જોડવું તે મન અસંયમ છે. અપ્રશસ્ત, મિથ્યા, અથવા મિશ્ર ભાષાનો પ્રયોગ કરવો વચન અસંયમ છે અને કાયાથી સાવધ વ્યાપાર કરવો તે કાય અસંયમ છે. (૧૮) અબ્રહ્મચર્યના ૧૮ પ્રકાર છે- ઔદારિક શરીરદ્વારા મન-વાણી -કાયાથી અબ્રહ્મચર્યનું સેવન કરવું, કરાવવું અને અનુમોદવું. તે જ રીતે વૈક્રિય શરીર દ્વારા મન, વચન, કાયાથી અબ્રહ્મનું સેવન કરવું, કરાવવું, અનુમોદવું. બંને મળી અઢાર ભેદ છે. આ સર્વનો મુનિ ત્યાગ કરે.
(૧૯) શાત અધ્યયન- જ્ઞાતાધર્મકથા અંગસૂત્રના ૧૮ અધ્યયન આ પ્રકારે છે– (૧) ઉસ્લિપ્ત (૨) સંઘાટ (૩) અંડ (૪) કૂર્મ (૫) શૈલકઋષિ (૬) તુંબ (૭) રોહિણી (૮) મલ્લી (૯) માકંદી (૧૦) ચંદ્રિકા (૧૧) દવદવ (૧૨) ઉદક (૧૩) મંડૂક (૧૪) તેતલિ (૧૫) નંદીફળ (૧૬) અમરકંકા (૧૭) આકીર્ણ (૧૮) સુષમા (૧૯) પુંડરિક. મુનિ આ અધ્યયનોમાં વર્ણિત શિક્ષાઓને જીવનમાં ઉતારે.
(૨) અસમાધિસ્થાન ૨૦ છે– (૧) દ્રત ચારિત્વ–સંયમની ઉપેક્ષા કરીને જલ્દી જલ્દી ચાલવું (૨) અપ્રમાર્જિતચારિત્વ- ભૂમિનું પ્રમાર્જન ર્યા વિના ઊઠવું, બેસવું, ચાલવું વગેરે (૩) દુષ્પમાર્જિત ચારિત્વ-વિધિપૂર્વક ભૂમિ વગેરેનું પ્રમાર્જન ન કરવું. (૪) અતિરિક્ત શય્યાસનિકત્વ–મર્યાદાથી અધિક આસન અથવા શય્યા–ઉપાશ્રય સ્થાન ગ્રહણ કરવા.(૫) રાત્વિકપરિભાષિત્વ-પોતાનાથી વડિલ આચાર્યનો વિનય ન કરવો, અવિનય કરવો. (૬) સ્થવિરોપઘાતિત્વ-દીક્ષા, વય અને શ્રુતથી સ્થવિર મુનિઓના ચિત્તને કોઈપણ વ્યવહારથી દુઃખ પહોંચાડવું. (૭) ભૂતોપઘાતિત્વ-જીવોનો ઘાત કરવો. (૮) સંજ્વલનતા–વાત વાતમાં ક્રોધ કરવો અથવા ઈર્ષ્યાગ્નિથી બળવું (૯) ક્રોધનતા–કોપશીલ થવું. (૧૦) પ્રષ્ઠિમાંસકતા–પીઠ પાછળ કોઈની નિંદા કરવી. (૧૧) અભક્ષ્યમવધારકતા-વારંવાર નિશ્ચયકારી ભાષાનો પ્રયોગ કરવો (૧૨) નવા નવા ક્લેશ ઉત્પન્ન કરવા (૧૩) શાંત થયેલા જૂના ક્લેશને નવેસરથી જાગૃત કરવા (૧૪) સચિત્ત રજયુક્ત હાથ-પગવાળા દાતા પાસેથી આહાર ગ્રહણ કરવો. (૧૫) નિષિદ્ધકાળમાં સ્વાધ્યાય કરવો. (૧૬) ક્લેશ ઉત્પન્ન થાય તેવું કાર્ય કરવું, વાતો કરવી અથવા તેમાં ભાગ લેવો. (૧૭) રાત્રિના સમયે મોટા અવાજથી બોલવું, શાસ્ત્રપાઠ કરવો (૧૮) ઝંઝાંઝરત્વ-ગણ, સંઘ અથવા ગચ્છમાં ભેદ ઉત્પન્ન કરાવવો અથવા માનસિક પીડા ઉત્પન્ન કરનારા વચન બોલવા. (૧૯) સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ભોજન ક્ય કરવું. (૨૦) એષણાસમિતિ અનુસાર ગવેષણા આદિ ન કરવી.