________________
શ્રુતસ્કંધ-૨/અધ્યયન-૫
_
૨૧૯ ]
(૧૧) શ્રમણોપાસકની પ્રતિમા અગિયાર છે– (૧) દર્શન પ્રતિમા (૨) વ્રત પ્રતિમા (૩) સામાયિક પ્રતિમા (૪) પૌષધ પ્રતિમા (૫) કાયોત્સર્ગ પ્રતિમા (૬) બ્રહ્મચર્ય પ્રતિમા (૭) સચિત્તત્યાગ પ્રતિમા (૮) આરસ્મત્યાગપ્રતિમા (૯) પ્રેપ્યપ્રયોગત્યાગ પ્રતિમા (૧૦) ઉદિષ્ટત્યાગ પ્રતિમા (૧૧) શ્રમણભૂત પ્રતિમા. વિશેષ વિવરણ દશા શ્રુતસ્કંધ સૂત્રથી જાણવું જોઈએ. મુનિ આ પ્રતિમાઓનું શુદ્ધ પ્રરૂપણ કરે. (૧૨) ભિક્ષની પ્રતિમા બાર છે– પ્રથમ પ્રતિમા યાવતુ સાતમી પ્રતિમા. તે દરેક એક એક માસની છે. આઠમી, નવમી અને દસમી પ્રતિમા એક એક અઠવાડિયાની (સાત દિવસની), અગિયારમી એક અહોરાત્રિની અને બારમી એક રાત્રિની છે. તેનું વિશેષ વિવરણ દશાશ્રુતસ્કંધ સૂત્રથી જાણવું જોઈએ. મુનિ આ પ્રતિમાઓની યથાર્થ પ્રરૂપણા કરે અને પાલન કરવાની ભાવના-મનોરથ કરે. (૧૩) ફિયાસ્થાન ૧૩ છે– (૧) અર્થદંડ (૨) અનર્થદંડ (૩) હિંસાદંડ (૪) અકસ્માતદંડ (૫)દષ્ટિવિપર્યાસદંડ (૬) મૃષાવાદદંડ (૭) અદત્તાદાનદંડ (૮) અધ્યાત્મદંડ (૯) માનદંડ (૧૦) મિત્રદ્વેષદંડ. (૧૧) માયાદંડ (૧૨) લોભ દંડ (૧૩) ઈર્યાપથિક દંડ. વિશેષ વિવેચન સૂયગડાંગ આદિ સૂત્રોથી જાણી લેવું જોઈએ. મુનિ આ ક્રિયાઓનું વર્જન(ત્યાગ) કરે. (૧૪) ભૂત અર્થાત્ જીવોનો સમૂહ ૧૪ પ્રકારનો છે– (૧) સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્ત (૨) સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્ત (૩) બાદર એકેન્દ્રિય પર્યાપ્ત (૪) બાદર એકેન્દ્રિય અપર્યાપ્ત (૫) બેઈન્દ્રિય પર્યાપ્ત (૬) બેઈન્દ્રિય અપર્યાપ્ત (૭-૮) તેઈન્દ્રિય પર્યાપ્ત–અપર્યાપ્ત (૯–૧૦) ચૌરેન્દ્રિય પર્યાપ્ત-અપર્યાપ્ત (૧૧-૧૨) અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત-અપર્યાપ્ત (૧૩–૧૪) સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત.આ સર્વ જીવના ભેદોને જાણે અને તેની હિંસા ન કરે.
(૧૫) પરમાધામી દેવના પંદર પ્રકાર છે- નારક જીવોને ત્રીજી નરક સુધી જઈ અનેક પ્રકારની પીડા દેનાર અસુરકુમાર દેવ પરમાધાર્મિક કહેવાય છે, તે પંદર પ્રકારે છે– (૧) અંબ (૨) અંબરીષ (૩) શ્યામ (૪) શબળ (૫) રૌદ્ર (૬) મહારૌદ્ર (૭) કાળ (૮) મહાકાળ (૯) અસિપત્ર (૧૦) ધનુ (૧૧) કુંભ (૧૨) વાલક (૧૩) વૈતરણિક (૧૪) ખરસ્વર (૧૫) મહાઘોષ. મુનિ આ દેવોને જાણે અને તેઓ પર સમ પરિણામ રાખે.
(૧૬) ગાથાષોડશક- સૂયગડાંગ સૂત્રના ૧૬ અધ્યયન, જેમાં 'ગાથા' નામનું અધ્યયન ૧૬ મું છે, તે અધ્યયનોના નામ આ પ્રમાણે છે– (૧) સમય (૨) વૈતાલીય (૩) ઉપસર્ગપરિજ્ઞા (૪) સ્ત્રીપરિજ્ઞા (૫) નરકવિભક્તિ (6) વીરસ્તુતિ (૭) કુશીલ પરિભાષા (૮) વીર્ય (૯) ધર્મ (૧૦) સમાધિ (૧૧) માર્ગ (૧૨) સમવસરણ (૧૩) યથાતથ્ય (૧૪) ગ્રંથ (૧૫) યમકીય (૧૬) ગાથા. આ અધ્યયનોનો સ્વાધ્યાય કરે અને તેમાં વર્ણિત ભાવોની સમ્યક શ્રદ્ધા, આરાધના કરે.
(૧૭) અસંયમના સત્તર પ્રકાર છે- (૧) પૃથ્વીકાય અસંયમ (૨) અપકાય અસંયમ(૩) તેઉકાય અસંયમ (૪) વાયુકાય અસંયમ (૫) વનસ્પતિકાય અસંયમ (૬) બેઈન્દ્રિય અસંયમ (૭) તેઈન્દ્રિય અસંયમ (૮) ચૌરેન્દ્રિય અસંયમ (૯) પંચેન્દ્રિય અસંયમ (૧૦) અજીવ અસંયમ (૧૧) પ્રેક્ષા અસંયમ