________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
જ્ઞાન વિરાધના, દર્શનવિરાધના અને ચારિત્રવિરાધના. મુનિ દંડ, ગર્વનો ત્યાગ કરે; વિરાધનાથી દૂર રહે અને ગુપ્તિથી ગુપ્ત અને યુક્ત રહે.
૨૧૮
(૪) કષાય ચાર છે— ક્રોધ, માન, માયા, લોભ. ધ્યાન ચાર છે– આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, શુક્લધ્યાન. સંશા ચાર પ્રકારની છે– આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા. વિકથા ચાર પ્રકારની છે– સ્ત્રીકથા, ભોજનકથા, રાજકથા, દેશકથા. મુનિ કષાય, સંજ્ઞા અને વિકથાનો ત્યાગ કરે, બેધ્યાનનો ત્યાગ કરે અને બે ધ્યાનનું સેવન કરે.
(૫) ક્રિયાઓ પાંચ છે– કાયિકી, અધિકરણકી, પ્રાદ્ધેષિકી, પરિતાપનિકી અને પ્રાણાતિપાતિકી. સમિતિ પાંચ છે— ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાન નિક્ષેપણ સમિતિ અને પરિષ્કાકા સમિતિ. ઈન્દ્રિય પાંચ છે– સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય. મહાવ્રત પાંચ છે— અહિંસામહાવ્રત, સત્યમહાવ્રત, અસ્તેયમહાવ્રત, બ્રહ્મચર્યમહાવ્રત અને અપરિગ્રહમહાવ્રત. મુનિ સમિતિ, મહાવ્રતનું સેવન–પાલન કરે. ક્રિયાઓથી દૂર રહે અને ઈન્દ્રિયોનો નિગ્રહ કરે, તેને વશમાં રાખે.
(૬) છ જીવનિકાય અર્થાત્ સંસારી જીવોના છ વર્ગ છે– (૧) પૃથ્વીકાય (૨) અપ્કાય (૩) તેઉકાય (૪) વાયુકાય (૫) વનસ્પતિકાય (૬) ત્રસકાય. આ સર્વ જીવોનું જ્ઞાન કરી વિવેક સાથે મુનિ તેની દયા પાળે, રક્ષા કરે.
લેશ્યાઓ છ છે– (૧) કૃષ્ણલેશ્યા (૨) નીલલેશ્યા (૩) કાપોતલેશ્યા (૪) તેજોલેશ્યા (૫) પદ્મલેશ્યા(૬) શુક્લલેશ્યા. મુનિ કૃષ્ણાદિ ત્રણ અશુભ લેશ્યાનો ત્યાગ કરે અને તેજો આદિ ત્રણ લેશ્યાના પરિણામ રાખે.
(૭) ભય સાત છે– (૧) આલોકભય (૨) પરલોકભય (૩) આદાનભય (૪) અકસ્માતભય (૫) આજીવિકાભય (૬) અપયશભય (૭) મૃત્યુભય. મુનિ આ સાતે ભયનો ત્યાગ કરે.
(૮) મદ આઠ છે– (૧) જાતિમદ (૨) કુલમદ (૩) બળમદ (૪) રૂપમદ (૫) તપમદ (૬) લાભમદ (૭) સૂત્રમદ (૮) ઐશ્વર્યમદ. મુનિ આઠ મદનો ત્યાગ કરે.
(૯) બ્રહ્મચર્ય ગુપ્તિ નવ છે– (૧) વિવિક્ત શયનાસન સેવન (૨) સ્ત્રીકથા ત્યાગ (૩) સ્ત્રીયુક્ત આસનનો પરિત્યાગ (૪) સ્ત્રીના રૂપાદિ દર્શનનો ત્યાગ (૫) સ્ત્રીઓના શૃંગાર, કરુણા તથા હાસ્યાદિ સંબધી શબ્દ—શ્રવણનો ત્યાગ (૬) પૂર્વકાળમાં ભોગવેલ ભોગોના સ્મરણનો ત્યાગ. (૭) પ્રણીત આહારનો ત્યાગ (૮) પ્રભૂત–અતિ આહારનો ત્યાગ (૯) શારીરિક વિભૂષાનો ત્યાગ. મુનિ આ બ્રહ્મચર્ય રક્ષક નિયમોનું પાલન કરે.
(૧૦) શ્રમણધર્મ દસ છે– (૧) ક્ષમા (૨) નિર્લોભતા (૩) આર્જવ (૪) માર્દવ (૫) લાઘવ (૬) સત્ય (૭) સંયમ (૮) તપ (૯) ત્યાગ (૧૦) બ્રહ્મચર્ય. મુનિ આ શ્રમણ ધર્મનું સેવન કરે.