________________
શ્રુતસ્કંધ-૨/અધ્યયન-૫
.
[ ૨૧૭ ]
જંબૂ! જે આરંભ પરિગ્રહ અને ક્રોધ, માન, માયા તથા લોભથી વિરત છે, તે અપરિગ્રહ સંવરથી સંવૃત શ્રમણ કહેવાય છે.
એક પ્રકારનો અસંયમ(ભેદ વિવિક્ષા વિના), રાગદ્વેષ રૂ૫ બે પ્રકારના બંધ, ત્રણ પ્રકારના દંડ, ગર્વ, ગુપ્તિ અને વિરાધના; ચાર પ્રકારના કષાય, ધ્યાન, સંજ્ઞા, વિકથા; પાંચ-પાંચ પ્રકારની ક્રિયા, સમિતિ, ઈન્દ્રિય અને મહાવ્રત; છ પ્રકારની લેશ્યા અને છકાયના જીવ; સાત ભય, આઠ મદ, બ્રહ્મચર્ય વ્રતની નવ ગુપ્તિ(વાડ–સુરક્ષા), દસ શ્રમણધર્મ, અગિયાર શ્રાવક પ્રતિમા, બાર શ્રમણ પ્રતિમા, તેર ક્રિયા સ્થાન; ચૌદ ભૂતગ્રામ (જીવના ભેદ), પંદર પરમાધામી દેવ, સોળ સૂત્રકૃતાંગ સૂત્રના અધ્યયન; સત્તર અસંયમ, અઢાર અબ્રહ્મચર્ય; ઓગણીસ જ્ઞાતા સૂત્રના અધ્યયન; વીસ અસમાધિસ્થાન;
એકવીસ સબલદોષ; બાવીસ પરીષહ; ત્રેવીસ સૂયગડાંગ સૂત્રના અધ્યયન; ચોવીસ પ્રકારના દેવ; પાંચ મહાવ્રતની પચ્ચીસ ભાવનાઓ; દશા–કલ્પ–વ્યવહાર, આ ત્રણ સૂત્રના છવ્વીસ ઉદ્દેશક; અણગારના સત્યાવીસ ગુણ; અઠ્યાવીસ આચારકલ્પ; ઓગણત્રીસ પાપસૂત્ર; મહામોહનીય કર્મબંધના ત્રીસ સ્થાન; સિદ્ધોના એકત્રીસ ગુણ; બત્રીસ યોગ સંગ્રહ; તેત્રીસ આશાતના. આ પ્રકારે એકથી તેત્રીસ સુધીના, એક એકની વૃદ્ધિ કરતાં આ બોલોમાં અને વિરતિમૂલક એવા અનેક સ્થાનોમાં શ્રદ્ધાન અને હેયોપાદેયના વિવેકથી યુક્ત થઈને મુનિ ત્યાગવા લાયક સ્થાનોનો ત્યાગ કરે અને આરાધના કરવા લાયકની આરાધના કરે. આ પ્રકારે જિનેશ્વર દેવો દ્વારા પ્રરૂપિત સત્ય અને શાશ્વત ભાવવાળા આ અનેક અવસ્થિત સ્થાનોમાં સંદેહ અને આકાંક્ષાને દૂર કરી નિદાન, ગારવ અને લુબ્ધતાથી રહિત થઈ, જ્ઞાન યુક્ત મન વચન કાયાથી ગુપ્ત(સંયમી)બને તથા જિનેશ્વર ભગવંતના શાસનમાં દઢ શ્રદ્ધા કરે.
વિવેચન :
પરિગ્રહ ત્યાગરૂપ અપરિગ્રહ મહાવ્રતનું સ્વરૂપ આ અધ્યયનમાં વર્ણિત છે. દ્રવ્યથી આરંભ પરિગ્રહના ત્યાગી અને ભાવથી ચારે કષાયના ત્યાગી શ્રમણ પરિગ્રહ ત્યાગી કહેવાય છે. તે શ્રમણોની વિશિષ્ટતા માટે સૂત્રમાં તે તેત્રીસ બોલનું વર્ણન કર્યું છે. તેમાંથી શ્રમણો અસંયમ, બંધ, કષાય, દંડ વગેરેનો
ત્યાગ કરે; ધ્યાન, સમિતિ, મહાવ્રત આદિનું સેવન કરે, છકાય, પરમાધામી આદિ જીવો પર અનુકંપા રાખે તથા જ્ઞાતાસૂત્રના અધ્યયન વગેરેનું જ્ઞાન કરી અનુપ્રેક્ષા કરે. તે તેત્રીસ બોલનો સ્વરૂપ વિસ્તાર આ પ્રમાણે છે
(૧) અસંયમ એક છે– અવિરતિરૂપ એક સ્વભાવના કારણે અથવા ભેદની વિવક્ષા ન કરતાં, સંગ્રહાયની અપેક્ષાએ અસંયમ સામાન્ય રૂપે એક છે. મુનિ તેનો ત્યાગ કરે. (૨) બંધન બે પ્રકારના છે– રાગબંધન અને દ્વેષબંધન. મુનિ બંને પ્રકારના બંધનથી દૂર રહે. (૩) દંડ ત્રણ છે– મનદંડ, વચનદંડ, કાયદંડ. ગારવ ત્રણ પ્રકારના છે– ઋદ્ધિગારવ, રસગારવ, સાતા ગારવ. ગુપ્તિ ત્રણ પ્રકારની છે– મનગુપ્તિ, વચનગુણિ, કાયગુપ્તિ. વિરાધના ત્રણ પ્રકારની છે