________________
શ્રુતસ્કંધ-૨/અધ્યયન-૪
[ ૨૧૩ ]
વિવેચન :
આ બ્રહ્મચર્ય મહાવ્રતનું વિસ્તૃત વર્ણન ૩ર ઉપમા અને પાંચ ભાવના સાથે પૂર્ણ થાય છે. પાંચ ભાવનાઓનો વિસ્તાર જ્ઞાનચક્ષુને ઉઘાડનાર છે. આ ભાવનાઓનું ચિંતન અને અનુચિંતન કરી તેનું સમ્યગુ આચરણ કરનાર સાધક બ્રહ્મચર્યનો આરાધક થઈ શકે છે. આ પાંચ ભાવનાઓ બ્રહ્મચર્યની વાડરૂપ છે. અન્યત્ર નવ વાડ અને દસ બ્રહ્મચર્ય સમાધિનું વર્ણન પણ શાસ્ત્રમાં આવે છે. તે સર્વ બ્રહ્મચર્યની સુરક્ષા માટે કહેવાય છે. સાધકે સાધનાની સફળતા માટે સર્વ પ્રકારના પ્રયત્નથી બ્રહ્મચર્ય મહાવ્રતનું પાલન કરવું જોઈએ.
II અધ્યયન-૪ સંપૂર્ણ II