________________
[ ૨૧૨ ]
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
કારણથી અહીં બ્રહ્મચારી પુરુષને સ્ત્રીસંગ, સ્ત્રીકથા, સ્ત્રીના અંગોપાંગોનું નિરીક્ષણ વગેરે વર્જનનું વિધાન કર્યું છે, તે જ રીતે નારી સાધિકા–બ્રહ્મચારીણીને માટે પુરુષનો સંગ, પુરુષકથા વગેરેનું વર્જન સમજી લેવું જોઈએ. નપુંસકોની રીતભાતનું અવલોકન બ્રહ્મચારી અને બ્રહ્મચારીણી બન્નેને માટે સમાન ભાવે વર્જિત છે.
[અહીં સૂત્ર ૧૦માં કંઈક વિચારણીય શબ્દો પ્રત્રોમાં મળે છે. તે સંબંધી સ્પષ્ટીકરણ પાંચમા સંવરદ્વારના અંતે વિશેષ નોધ'માં જુઓ.] બ્રહ્મચર્ય મહાવ્રત ઉપસંહાર :११ एवमिणं संवरस्स दारं सम्म संवरिय होइ सुप्पणिहियं इमेहिं पंचहि वि कारणेहिं मण-वयण-काय-परिरक्खिएहिं । णिच्चं आमरणंतं च एसो जोगो णेयव्वो धिइमया मइमया अणासवो अकलुसो अच्छिद्दो अपरिस्सावी असंकिलिट्ठी सव्वजिणमणुण्णाओ।
एवं चउत्थ संवरदारं फासियं पालियं सोहियं तीरियं किट्टियं आराहियं आणाए अणुपालियं भवइ । एवं णायमुणिणा भगवया पण्णवियं परूवियं पसिद्धं सिद्धं सिद्धवरसासणमिणं आघवियं सुदेसियं पसत्थं । त्ति बेमि ॥
I વકલ્પે સંવરલા સમi I. ભાવાર્થ :- આ પ્રકારે મન-વચન અને કાયાથી પૂર્ણરૂપે સુરક્ષિત, સુસેવિત આ પાંચ ભાવનાઓથી આ સંવરદ્વાર–બ્રહ્મચર્ય મહાવ્રત સમ્યક પ્રકારે સંવૃત અને સુપ્રણિહિત–સ્થાપિત થઈ જાય છે. ધૈર્યવાન તથા બુદ્ધિમાન મુનિએ બ્રહ્મચર્ય યોગનું જીવનપર્યત સદેવ પાલન કરવું જોઈએ. આ બ્રહ્મચર્ય નવા કર્મના આગમનરૂપ ન હોવાથી અનાશ્રવ છે, અશુભ અધ્યવસાયથી રહિત હોવાથી અકલુષ છે, પાપનો શ્રોત પ્રવેશી શકતો નથી માટે તે અછિદ્ર છે, કર્મરૂપ પાણીનું ટીપું પણ પ્રવેશી શકતું ન હોવાથી અપરિશ્રાવી છે, અસંક્લિષ્ટ છે, શુદ્ધ છે, સર્વ તીર્થકરો દ્વારા માન્ય છે.
આ પ્રકારે (પૂર્વોક્ત કથનાનુસાર)બ્રહ્મચર્ય નામનું સંવરદ્વાર યથાસમય અંગીકૃત, પાલિત, શોધિત-નિરતિચાર આચરિત, તીરિત-અંત સુધી પાર પહોંચાડનાર, કીર્તિત-અન્ય સમક્ષ આદર પૂર્વક કથિત, અનુપાલિત-નિરંતર સેવિત અને ભગવાનની આજ્ઞા અનુસાર આરાધિત હોય છે. આ પ્રકારે ભગવાન જ્ઞાતમુની, મહાવીર સ્વામીએ પ્રજ્ઞાપિત કર્યું છે, પ્રરૂપિત કર્યું છે, પ્રસિદ્ધ છે, સિદ્ધ છે. લોકમાં આ શાસન શ્રેષ્ઠ સિદ્ધ છે. સમ્યક્ પ્રકારે કહેલ છે, ઉપદિષ્ટ છે અને પ્રશસ્ત છે.
| ચતુર્થ સંવરદ્વાર સમાપ્ત .