________________
શ્રુતસ્કંધ-૨/અધ્યયન-૪
.
૨૧૧ |
વિવેચન :
બ્રહ્મચર્ય મહાવ્રતની સુરક્ષા માટે પાંચ ભાવનાનું નિરૂપણ છે. તે પાંચે ભાવનામાં વાસનાના સંસ્કારને ઉદ્દીપિત કરનાર પ્રવૃત્તિનો ત્યાગ છે. બ્રહ્મચર્ય વ્રત મહાન છે, તેનો પ્રભાવ અલૌકિક છે પરંતુ તેનું પાલન અત્યંત કઠિન છે. તેથી સાધકે તેના માટે અત્યંત સાવધાન રહેવું જોઈએ. શ્રી ઉત્તરાધ્યન સૂત્રમાં બ્રહ્મચર્યની રક્ષા માટે નવ વાડનું પ્રતિપાદન કર્યું છે. પ્રસ્તુત પ્રસંગમાં કથિત પાંચ ભાવનાનો તેમાં સમાવેશ થઈ જાય છે.
(૧) વિવિક્ત શયનાસન - સાધક જે સ્થાનમાં નિવાસ કરે તે સાધનાને અનુકૂળ હોવું જોઈએ. સ્ત્રી આદિથી સંસક્ત સ્થાન સાધનામાં બાધક બને છે. તેથી સ્ત્રી આદિથી રહિત સ્થાનમાં સાધુ નિવાસ કરે.
(૨) સ્ત્રીકથા ત્યાગ :- બ્રહ્મચારી સાધક સ્ત્રીઓ સંબંધી કામુક ચેષ્ટાઓના વિલાસ, હાસ્ય આદિ; સ્ત્રીઓની વેશભૂષા આદિ; તેના રૂપ, સૌંદર્ય, જાતિ, કુળ, ભેદ-પ્રભેદ તથા વિવાહ આદિ સંબંધિત વાતો ન કરે. આ પ્રકારની વાત પણ મોહજનક હોય છે, સંયમમાં બાધક છે.
૩) સ્ત્રી રૂપદર્શનત્યાગ:-ત્રીજી ભાવનાનો સંબંધ મુખ્યતઃ ચક્ષુઈન્દ્રિયની સાથે છે. જે દશ્ય કામ-રાગને વધારનાર હોય, મોહજનક હોય, આસક્તિ જગાડનાર હોય તેવા દેશ્યનું બ્રહ્મચારી પુરુષ દર્શન ન કરે. સ્ત્રીઓનું હાસ્ય, વાતચીત, વિલાસ, ક્રીડા, નાચ, શરીર, આકૃતિ, રૂપ, રંગ, હાથ-પગ,આંખ, લાવણ્ય, યૌવન આદિ ઉપર બ્રહ્મચારી પુરુષ નજર ન કરે. સૂર્યની સન્મુખ દષ્ટિ પડતાં જ તુરત તેને દૂર કરી લેવાય છે, તે જ રીતે ઉપરોક્ત દેશ્ય પર દષ્ટિ પડી જાય તોપણ તુરંત તેને દૂર કરી લે
(૪) પૂર્વના ભોગ સ્મરણનો ત્યાગ :- પૂર્વના ભોગનું સ્મરણ પણ ચિત્તને ચંચળ કે સંભ્રાન્ત બનાવે છે, સાધક પોતાની વર્તમાનની સાધકાવસ્થાને ભૂલી જાય છે. આ પ્રકારની સ્થિતિ સંયમ ઘાતક છે, તેથી તેનો ત્યાગ કરે.
(૫) સ્નિગ્ધ–સંદર ભોજન ત્યાગ :- આહાર અને વાસનાને ગાઢ સંબંધ છે તેથી અત્યંત ગરિષ્ટ આહાર, ઈન્દ્રિયોને અનિયંત્રિત બનાવે તેવો આહાર કે પ્રચુર માત્રાનો આહાર બ્રહ્મચારી માટે સર્વથા વર્ય છે. સાધકે નિરસ, લુખો-સૂકો અને સાત્વિક આહાર કરે.
આ રીતે બ્રહ્મચારીએ હિતકારી ભોજન સાથે પરિમિત ભોજન જ કરવું જોઈએ અને તે પણ નિરંતર નહીં, પ્રતિદિન નહીં અર્થાતુ વચ્ચે-વચ્ચે અનશન, ઉણોદરી આદિ તપની આરાધના કરવી જોઈએ.
જે સાધકે આ ભાવનાઓનું સમ્યક પ્રકારે પાલન કરે છે, તેનું બ્રહ્મચર્યવ્રત અક્ષુણ્ણ રહી શકે છે.
અહીં એક સ્પષ્ટતા જરૂરી છે. આગમ રચના પુરુષની પ્રધાનતાને લક્ષમાં રાખીને થઈ છે. આ