________________
૨૧૦]
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
વાસદ્રવ્ય, ધૂપ, સુખદ સ્પર્શવાળા વસ્ત્રો, આભૂષણો, તેના ગુણોથી યુક્ત, રમણીય આતોદ્ય–વાજીંત્રોના ધ્વનિ, ગીત, પ્રચુર નટ,નર્તક-નાચનારા, જલ-દોરડા પર ખેલ દેખાડનાર, મલ્લ- કુસ્તીબાજ, મૌષ્ટિક–મુક્કાબાજી કરનાર, વેલંબક–વિદુષક, કથા વાર્તા સંભળાવનારા, પ્લવક-કૂદનાર, રાસગાનાર અથવા રાસલીલા કરનાર, શુભ-અશુભ બતાવનાર, લખઊંચા વાંસ પર ખેલ કરનારા, મખ-ચિત્રો લઈને ભીખ માંગનાર, તૂણ નામનું વાજીંત્ર વગાડનાર, વીણા વગાડનાર, તાલાચર-એક જાતનો તમાસો બતાવનાર, આ બધાની રમતો, ગાનારના વિવિધ પ્રકારના મધુર અવાજ વાળા ગીત તથા સુંદર સ્વર અને આ પ્રકારના બીજા વિષયો જે તપ, સંયમ અને બ્રહ્મચર્યના ઘાત-ઉપઘાત કરનારા છે. તેને બ્રહ્મચર્યના પાલક શ્રમણો જુએ નહીં તથા તે સંબંધી વાતચીત કરે નહીં તથા પૂર્વકાળમાં જોયેલ કે સાંભળેલ હોય તેનું સ્મરણ પણ કરે નહીં.
આ પ્રકારે પૂર્વરત–પૂર્વક્રીડાવિરતિ–સમિતિના યોગથી ભાવિત અંતઃકરણવાળા સાધક બ્રહ્મચર્યની મર્યાદાવાળા તથા ઈન્દ્રિયના વિષયોથી વિરક્ત, જિતેન્દ્રિય અને બ્રહ્મચર્યથી ગુપ્ત-સુરક્ષિત હોય છે. પ. સ્નિગ્ધ, સરસ ભોજન ત્યાગ :१० पंचमगं-आहार-पणीय-णिद्ध-भोयण-विवज्जए संजए सुसाहू । ववगयવીર-વદ-ષિ-ળવળી-તેસ્ત-સુત-વંડ-મચ્છડિર-મદુ- હુક્કાविगइ-परिचत्तकयाहारे ण दप्पणं ण बहुसो ण णिइगं ण सायसूपाहियं ण खद्धं, तहा भोत्तव्वं जहा से जाया-माया य भवइ, ण य भवइ विब्भमो ण भंसणा य થHસ .
एवं पणीयाहार-विरइ-समिइ-जोगेण भाविओ भवइ अंतरप्पा आरयमणविरयगामधम्मे जिइंदिए बंभचेरगुत्ते । ભાવાર્થ :- પાંચમી ભાવના આ પ્રમાણે છે. પ્રણીત અને સ્નિગ્ધ (ઘી યુક્ત) ભોજનના ત્યાગી, સંયમી સાધુ, દૂધ, દહીં, ઘી, માખણ, તેલ, ગોળ, ખાંડ, સાકર, મધ, ખાદ્યક–પકવાન અને વિગય વિનાનો આહાર કરે, તે દર્પકારક-ઈદ્રિયોને ઉત્તેજિત કરે તેવો આહાર ન કરે. તે દિવસમાં બહુ વાર ન ખાય અને દરરોજ-નિરંતર ન ખાય, દાળ અને શાકની અધિકતાવાળા અને પ્રભૂત-પ્રચુર ભોજન ન કરે. તેની સંયમયાત્રાના નિર્વાહ માટે જરૂરી હોય તેટલો જ હિત અને મિત આહાર કરે. જેનાથી મનમાં વિભ્રમચંચળતા ઉત્પન્ન ન થાય અને ધર્મ(બ્રહ્મચર્ય)થી ચલિત ન થાય.
આ રીતે પ્રણીત–આહારની વિરતિરૂપ સમિતિના યોગથી ભાવિત અંતઃકરણવાળા સાધક બ્રહ્મચર્યની મર્યાદાવાળા તથા ઈન્દ્રિયના વિષયોથી વિરક્ત, જિતેન્દ્રિય અને બ્રહ્મચર્યથી ગુખ-સુરક્ષિત હોય છે.