________________
ઋતલ-૨/અધ્યયન-૪
_
૨૦૯ ]
નિરીક્ષણને, ગતિને, ચાલને, વિલાસ અને ક્રીડાને; વક્રોક્તિ અર્થાતુ અનુકૂળ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થવા પર અભિમાનપૂર્વક કરેલ તિરસ્કારને, નાટક, નૃત્ય, ગીત, વાજીંત્ર, વીણા આદિ વાદ્યોના વાદનને, શરીરની આકૃતિ, સફેદ, કાળો, આદિ વર્ણ; હાથ, પગ તેમજ નેત્રોની સુંદરતા, રૂપ, યૌવન, સ્તન, ઓષ્ઠ, વસ્ત્ર, અલંકાર અને આભૂષણ; કપાળનો ચાંદલો આદિને તથા તેના ગોપનીય અંગોને અને સ્ત્રીઓના અન્ય અંગોપાંગ અથવા ચેષ્ટાઓને; બ્રહ્મચર્યનું પાલન કરનાર મુનિ આંખોથી જુએ નહીં, મનથી વિચારે નહીં અને વચનથી તેના સંબંધમાં કાંઈ બોલે નહીં અને પાપમય કાર્યોની અભિલાષા કરે નહીં.
- આ પ્રકારે સ્ત્રી રૂપદર્શન વિરતિરૂપ-સમિતિના યોગથી ભાવિત અંતઃકરણવાળા સાધક બ્રહ્મચર્યની મર્યાદાવાળા તથા ઈન્દ્રિયના વિષયોથી વિરક્ત, જિતેન્દ્રિય અને બ્રહ્મચર્યથી ગુખ-સુરક્ષિત હોય છે.
૪. પૂર્વભોગ ચિંતન ત્યાગ :| ९ चउत्थं- पुव्वरय-पुव्वकीलिय-पुव्वसंगंथगंथ-संथुया जे ते- आवाहविवाह-चोल्लगेसु य तिहिसुजण्णेसु उस्सवेसु य सिंगारागारचारुवेसाहिं हावभाव पललिय-विक्खेव-विलास- सालिणीहि अणुकूल-पेम्मिगाहिं सद्धिं अणुभूया सयणसंपओगा, उउसुहवरकुसुम-सुरभि चंदण-सुगधिवर-वाम-धूव-सुहफरिसવત્થ-મૂલ-ગુણોવવેયા, રમણિMીમોmય-પ૩ર-પ૩-ખટ્ટા--મ7मुट्ठिग-वेलंबग-कहग-पवग-लासग-आइक्खग-लंख-मख-तूणइल्ल तुंबवीणिय तालायर-पकरणाणि य बहूणि महुरसरगीय-सुस्सराई, अण्णाणि य एवमाइयाणि तव-संजम-बंभचेर-घाओवघाइयाइं अणुचरमाणेणं बंभचेरंण ताइंसमणेण लब्भा दहूं, ण कहेउं, ण वि सुमरिउं जे ।
एवं पुव्वरय-पुव्वकीलिय-विरइ-समिइ-जोगेण भाविओ भवइ अंतरप्पा आरयमण-विरयगामधम्मे जिइंदिए बंभचेरगुत्ते । ભાવાર્થ - ચોથી ભાવના આ પ્રકારે છે– ગૃહસ્થાવસ્થામાં પૂર્વે કરેલ રમણ અર્થાત્ વિષયયોગ, પૂર્વે કરેલી જુગાર આદિ ક્રીડા, પૂર્વના સગ્રંથ–શ્વસુરકુળ–શ્વસુરપક્ષ સંબંધી, સાળા આદિ સંબંધી, તથા સંશ્રત-પૂર્વજોના પરિચિત માણસો સંબંધી સ્મરણ કરવું ન જોઈએ. તે સિવાય લગ્નસંબંધી, ચૂડાકર્મ, શિશુમુંડન તથા પર્વતિથિઓમાં યજ્ઞો, નાગપૂજા આદિના ઉત્સવો પર શૃંગારના ઘર સમાન સજેલા હાવભાવ(મુખની ચેષ્ટા, ચિત્તનો અભિપ્રાય), પ્રલલિત–લાલિત્ય યુક્ત કટાક્ષ, વિક્ષેપ, ચોટલા, પત્રલેખા, આંખોમાં આંજણ આદિ શૃંગાર, વિલાસ, હાથ, નેણ અને આંખોની વિશેષ પ્રકારની ચેષ્ટા આ સર્વથી સુશોભિત, અનુકૂળ પ્રેમી સ્ત્રીઓની સાથે અનુભવ કરેલ અનેક જાતના શયન પ્રયોગ, ઋતુના ઉત્તમ