________________
[ ૨૧૪]
શ્રી પ્રશ્નવ્યાકરણ સત્ર
પાંચમું અધ્યયન પરિચય છે 2029 2029 28 Je Bક શુ
દ્વિતીય શ્રુતસ્કંધનું આ પાંચમું 'અપરિગ્રહ' અધ્યયન છે. તેમાં પાંચ સંવર પૈકી પાંચમાં સંવર અપરિગ્રહનું વર્ણન છે. તેમાં અપરિગ્રહનો મહિમા, અપરિગ્રહની મહત્તાદર્શક અનેક ઉપમા, અપરિગ્રહ મહાવ્રતના પાલન માટે નિર્દોષ ગોચરી વિધિનું વિસ્તૃત વર્ણન છે અને અંતે અપરિગ્રહ ભાવનાની પુષ્ટિ માટે પાંચ ભાવનાનું નિદર્શન છે. અપરિગ્રહનું સ્વરૂપ – અમૂચ્છભાવ, અનાસક્તભાવ તે જ અપરિગ્રહ છે. અપરિગ્રહનો મહિમા - આસકિતભાવ ભવભ્રમણાનું કારણ છે. તેથી વિપરીત અપરિગ્રહભાવ સિદ્ધિનું કારણ છે. જે મમત્વભાવનો ત્યાગ કરી, ઈન્દ્રિય અને મનને નિયંત્રિત કરી, વિવેકપૂર્વક સંયમનું પાલન કરે છે, તે જ શ્રમણ–ભિક્ષુ છે. મંદર મેરુના શિખરની સમાન આ મહાવ્રત મોક્ષમાર્ગના શિખરભૂત છે. તે શ્રેષ્ઠ વૃક્ષની ઉપમાથી યુક્ત છે. જેમાં સમ્યકત્વ મૂલ છે. અનાશ્રવ અને મોક્ષ તેનો સાર છે. ભિક્ષા વિધિ :- અનેક પ્રકારના એષણા દોષો, સાવધ(પાપકારી) કર્મોથી યુક્ત આહાર ગ્રહણ કરવો
અપરિગ્રહી શ્રમણને કલ્પતો નથી. ૧૬ ઉદ્દગમના, ૧૬ ઉત્પાદનના, ૧૦ એષણાના, આ ૪૨ દોષો ઉપરાંત નીચેના દોષોનો પણ ત્યાગ કરવો જોઈએ. (૧) રચિત (૨) પર્યવજાત (૩) દાનાર્થ (૪) પુણ્યાર્થ (૫) વનીપકાર્થ (૬) શ્રમણાર્થ (૭) પશ્ચાતકર્મ (૮) પૂર્વકર્મ (૯) નિત્યકર્મ (૧૦) અતિરિક્ત (૧૧) મૌખર્ય (૧૨) સ્વયંગ્રહણ.
૪ર દોષોથી રહિત તેમજ, નવકોટિ પરિશુદ્ધ આહાર ગ્રહણ કરવો. ભોજન વિધિથી અર્થાત્ પરિભોગેષણાના પાંચ દોષોના પૂર્ણતયા પરિત્યાગ પૂર્વક આહાર ગ્રહણ કરવો જોઈએ. વિના કારણ આહાર ન કરવો અને આહાર ત્યાગના છ કારણ ઉપસ્થિત હોય ત્યારે આહારનો ત્યાગ કરવો.
આભ્યતર પરિગ્રહ ત્યાગ :- સાધુ આત્યંતર પરિગ્રહરૂપ કષાય, કલષતા, સ્નેહ, મમત્વ, મોહભાવ,આસક્તિભાવ, આકાંક્ષા, લાલસાથી રહિત બને; ચંદનની સમાન સમપરિણામી; હર્ષ શોકથી રહિત બને; દીર્ઘકષાય, રંજભાવ, નારાજી આદિ ગાંઠોથી રહિત બને. સાધુ સર્વ પ્રત્યે વાત્સલ્યભાવ રાખે; સરળ બને; સુખ દુઃખમાં નિર્વિષયી બને અર્થાત્ પૌલિક સુખ યા દુઃખને ચિંતનનો વિષય ન બનાવે; તેની ઉપેક્ષા કરી સ્વાધ્યાય, ધ્યાન, સેવા આદિમાં સંલગ્ન રહે.
અપરિગ્રહ મહાવ્રતની પાંચ ભાવનાઓ :
આ અપરિગ્રહ મહાવ્રતની સુરક્ષાને માટે ભાવની અપેક્ષાથી પાંચ ભાવનાઓ કહેવામાં આવી