________________
[ ૧૯૮]
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
ચોથું અધ્યયન પરિચય 909902 A9 04 ગ્રહ શુ09 A2 2 2 28
દ્વિતીય શ્રુતસ્કંધનું આ ચોથું બ્રહ્મચર્ય અધ્યયન છે. તેમાં પાંચ સંવર પૈકી ચતુર્થ સંવર બ્રહ્મચર્યનું વર્ણન છે.
તેમાં સૂત્રકારે બ્રહ્મચર્યનું સ્વરૂપ, બ્રહ્મચર્યનો અભુત મહિમા, બ્રહ્મચર્યની વિવિધ ઉપમા, બ્રહ્મચર્ય પોષક આચાર, બ્રહ્મચર્ય વ્રતની પુષ્ટિ માટે પાંચ ભાવનાનું નિરૂપણ કર્યું છે. બ્રહ્મચર્યનું સ્વરૂપ - બ્રહ્મ–આત્મસ્વરૂપમાં રમણતા કરવી. પાંચે ય ઈન્દ્રિયોના વિષયભોગની આસક્તિનો ત્યાગ કરવો તેને બ્રહ્મચર્ય કહે છે. બહાચર્યનો મહિમા :- પાંચ મહાવ્રતોમાં આ મહાવ્રત વિશેષ સ્થાન ધરાવે છે. અનેકવિધ તપોમાં બ્રહ્મચર્યને ઉત્તમ-શ્રેષ્ઠ તપ કહેલ છે. પ્રસ્તુત અધ્યયનમાં બ્રહ્મચર્યને 'ભગવાન' શબ્દથી ઉપમિત કરેલ
બ્રહ્મચર્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિનય, સમ્યક્ત્વ આદિ ગુણોનું મૂળ છે. તેની હાજરીમાં મનુષ્યનું અંતઃકરણ સ્થિર થઈ જાય છે અર્થાતુ બ્રહ્મચર્યની સમ્યગુ આરાધનાથી ચિત્તવૃત્તિ અસ્થિર રહેતી નથી; ગંભીરતાની વૃદ્ધિ થાય છે. તે સાધુજનો દ્વારા સેવિત, સૌમ્ય, શુભ અને કલ્યાણકર છે, મોક્ષનો પરમમાર્ગ અને સિદ્ધગતિના ઘરરૂપ છે. તે શૂરવીર, વીર પુરુષો દ્વારા વિશુદ્ધપણે આરાધિત છે. તે ચિત્ત શાંતિનું સ્થાન છે, દુર્ગતિને રોકનાર સગતિનું પથદર્શક છે. લોકમાં ઉત્તમ મહાવ્રત છે.
બ્રહ્મચર્ય મહાવ્રત તીર્થકરો દ્વારા ઉપદિષ્ટ છે. આ મહાવ્રત વેરભાવ, કષાયભાવથી મુક્ત કરાવે છે, સિદ્ધ ગતિના દરવાજાને ખોલે છે, બધા પવિત્ર અનુષ્ઠાનોને સાર યુક્ત બનાવે છે. બ્રહ્મચર્યના અભાવમાં સદનુષ્ઠાન સારહીન થઈ જાય છે. બ્રહ્મચર્યના પ્રતાપથી સાધક નરેન્દ્ર અને દેવેન્દ્રોના પણ નમસ્કરણીય, સન્માનનીય, પૂજનીય બની જાય છે. જે બ્રહ્મચર્યનું પૂર્ણ શુદ્ધ પાલન કરે છે તે યથાર્થ શ્રમણ છે, બ્રાહ્મણ છે, સાચા તપસ્વી, સુસાધુ, ઋષિ, મુનિ, સંયતિ અને ભિક્ષુ છે. બ્રહ્મચર્યની વિવિધ ઉપમા :- તે પદ્મસરોવરની પાળ–ભિતિની સમાન, ગાડીના આરા સમાન અથવા ધુરી સમાન, વૃક્ષના અંધસમાન, મહાનગરના કોટ, દરવાજા તેમજ તેના આગળિયા સમાન, ધ્વજાની દોરી સમાન છે. આ વ્રત વિશુદ્ધ અનેક ગુણોથી સુસંપન્ન છે. ઉક્ત સરોવર આદિ જેમ પાળ આદિથી જ સુરક્ષિત રહે છે, તેમ બ્રહ્મચર્ય મહાવ્રતના આધારથી જ સર્વ મહાવ્રત સુરક્ષિત છે. તેની અખંડતામાં જ સર્વ મહાવ્રતોની અખંડતા ટકી શકે છે. બ્રહ્મચર્યના વિનાશમાં વિનય, શીલ, તપ, નિયમ સર્વ ગુણ સમૂહનો