________________
શ્રુતસ્કંધર અધ્યયન–૩
૧૯૭
ભગવાન જ્ઞાતમુની, મહાવીર સ્વામીએ પ્રજ્ઞાપિત કર્યું છે, પ્રરૂપિત કર્યું છે, પ્રસિદ્ધ છે, સિદ્ધ છે. લોકમાં આ શાસન શ્રેષ્ઠ સિંહ છે. આ સમ્યક્ પ્રકારે કહ્યું છે, ઉપદિષ્ટ છે અને પ્રશસ્ત છે.
। ત્રીજું સંવરદ્વાર સમાપ્ત ॥
વિવચેન :
આ સૂત્ર પ્રત્યેક સંવરદ્વારમાં એક સમાન છે. આ ઉપસંહાર સૂત્રથી અધ્યયનની સમાપ્તિ થાય છે. આ અધ્યયનમાં સાધુને માટે દત્ત અનુજ્ઞાત અથવા અચાર્ય મહાવ્રત સંબંધી ઝીણવટથી વર્ણન છે. અંતે ત્રીજા આ સંવર રૂપ મહાવ્રતને પુષ્ટ કરવા પાંચ ભાવનાઓનું પ્રરૂપણ છે. પાંચે ભાવનાનું સ્વરૂપ જોતાં સ્પષ્ટ થાય છે કે સૂત્રકારની અપેક્ષાએ 'અદત્તાદાન'–'ચોરી'નો અર્થ વ્યાપક છે. કેવળ કોઈ અદત્ત વસ્તુને ગ્રહણ કરવી તે જ ચોરી નથી પરંતુ તેના સ્થાનમાં પૂછ્યા વિના રહેવું, અન્યના પ્રાણ હરણ કરવા, સાધર્મિકો સાથેના કોઈ પણ વ્યવહારમાં કપટવૃત્તિ રાખવી, વગેરે પ્રવૃત્તિ પણ એક પ્રકારની ચોરી છે. તેથી સાધકે સાવધાની અને સરળતા પૂર્વકના વ્યવહારથી ત્રીજા મહાવ્રતનું પાલન કરવું જોઈએ.
॥ અધ્યયન-૩ સંપૂર્ણ ॥ 2.