________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
ફેરફાર કરાવવો, ડાંસ મચ્છરાદિ માટે જાળી નંખાવવી વગેરે પ્રવૃત્તિ શય્યાપરિકર્મ કહેવાય છે. સાધુ તેનો ત્યાગ કરે.
૧૯૬
(૪) સાધર્મિક સંવિભાગ ઃ– ભિક્ષા વિધિથી પ્રાપ્ત થયેલો નિર્દોષ આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર આદિ કોઈ પણ ઉપધિમાં સાધુ સાધર્મિકનો સંવિભાગ કરીને ભોગવે. સાધુ કપટપૂર્વક શ્રેષ્ઠ વસ્તુને ભોગવી લેવાની વૃત્તિ ન રાખે, કારણ કે આ પ્રકારની વૃત્તિ એક પ્રકારની ચોરી છે.
(૫) સાધર્મિક વિનય :– સાધર્મિક સાધુઓમાં કોઈ ગ્લાન, વૃદ્ધ, તપસ્વી આદિ હોય તો આવશ્યક્તાનુસાર વિનયપૂર્વક તેની સેવા કરે. તે ઉપરાંત સમાચારીનું પાલન, આહારાદિનું કે જ્ઞાનનું આદાન પ્રદાન વિનયપૂર્વક કરે. આ પાંચે ભાવનાનું પાલન કરનાર સાધકનું ત્રીજું મહાવ્રત પુષ્ટ થાય છે.
અચૌર્ય મહાવ્રત ઉપસંહાર :
११ एवमिणं संवरस्स दारं सम्मं संवरियं होइ, सुप्पणिहियं, एवं जाव पंचहिं वि कारणेहिं मण-वयण - काय - परिरक्खिएहिं णिच्चं आमरणंतं च एस जोगो यव्वो धिइमया मइमया अणासवो अकलुसो अछिद्दो अपरिस्सावी असंकिलिट्ठो सुद्धो सव्वजिणमणुण्णाओ ।
एवं तइयं संवरदारं फासियं पालियं सोहियं तीरियं किट्टियं आराहियं आणाए अणुपालियं भवइ ।
एवं णायमुणिणा भगवया पण्णवियं परूवियं पसिद्धं सिद्धं सिद्धवरसासणमिणं आघवियं सुदेसियं पसत्थं । त्ति बेमि ॥
॥ તત્ત્વ સંવરવાર સમત્તે ॥
ભાવાર્થ :- આ પ્રકારે મન, વચન અને કાયાથી પૂર્ણરૂપે સુરક્ષિત, સુસેવિત આ પાંચ ભાવનાઓથી આ સંવરદ્વાર–અચૌર્ય મહાવ્રત સમ્યક્ પ્રકારે સંવૃત અને સુપ્રણિહિત—સ્થાપિત થઈ જાય છે. ધૈર્યવાન તથા બુદ્ધિમાન મુનિએ અચૌર્ય મહાવ્રતનું જીવનપર્યંત સદૈવ પાલન કરવું જોઈએ. આ અચૌર્ય મહાવ્રત નવા કર્મના આગમનરૂપ ન હોવાથી અનાશ્રવ છે, અશુભ અધ્યવસાયથી રહિત હોવાથી અકલુષ છે, પાપનો શ્રોત પ્રવેશી શકતો નથી માટે તે અછિદ્ર છે, કર્મરૂપ પાણીનું ટીપું પણ પ્રવેશી શકતું ન હોવાથી અપરિશ્રાવી છે, અસંક્લિષ્ટ છે, શુદ્ધ છે, સર્વ તીર્થંકરો દ્વારા માન્ય છે.
આ પ્રકારે (પૂર્વોક્ત કથનાનુસાર)અચૌર્ય નામનું સંવરદ્વાર યથાસમય અંગીકૃત, પાલિત, શોધિત–નિરતિચાર આચરિત, તીરિત, અંત સુધી પાર પહોંચાડનાર, કીર્તિત—અન્ય સમક્ષ આદર પૂર્વક કથિત, અનુપાલિત–નિરંતર સેવિત અને ભગવાનની આજ્ઞા અનુસાર આરાધિત હોય છે. આ પ્રકારે