________________
ઋતલ-૨/અધ્યયન-૪
_
૧૯૯ ]
વિનાશ થઈ જાય છે. આવી રીતે આ બ્રહ્મચર્ય ભગવાન જ સર્વ વ્રતોના પ્રાણ સ્વરૂપ છે. બ્રહ્મચર્યના પોષક આચાર :- સ્નાન ત્યાગ, મંજન ત્યાગ, મેલધારણ, અધિકતમ મૌનવ્રતનું પાલન બ્રહ્મચર્યની સાધનાના આવશ્યક અંગ છે. કેશલોચ, ક્ષમા, ઈન્દ્રિય દમન, ઈચ્છાનિરોધ, ભૂખ તરસ સહન કરવા, નમ્ર રહેવું, ઠંડી, ગરમી સહન કરવા, લાકડા પર અથવા ભૂમિ પર શયન, ગોચરી અર્થે ફરવું, લાભ-અલાભ, માન-અપમાન, ડાંસ, મચ્છરને સહન કરવા, અનેક નિયમ, અભિગ્રહ, તપસ્યાઓ વગેરે અનેક નિયમોથી આત્માને ભાવિત કરવારૂપ આચરણથી બ્રહ્મચર્યવ્રત સ્થિર, દઢ, સુદઢ થાય છે અને તે પૂર્ણ શુદ્ધ રહે છે. આવી રીતે આ બ્રહ્મચર્યનું રક્ષણ જિનોપદિષ્ટ છે. તેનું શુદ્ધ પાલન આત્માને માટે આ ભવમાં કલ્યાણકારી છે. આ બ્રહ્મચર્ય મહાવ્રતની સુરક્ષાના હેતુરૂપ પાંચ ભાવનાઓ છે.
બહાચર્ય મહાવ્રતની પાંચ ભાવનાઓ :- (૧) વિવિક્ત શયનાસન (૨) સ્ત્રીકથા વર્જન (૩) રૂપદર્શન ત્યાગ (૪) ભોગવેલા ભોગના સ્મરણનો ત્યાગ (૫) સ્વાદિષ્ટ આહારનો ત્યાગ.
- આ પાંચ ભાવનાના માધ્યમથી સાધકને સંયમિત અને નિયમિત બનવાનું સૂચન છે. અનાદિકાળના પૌદ્ગલિક પદાર્થના આકર્ષણનો ત્યાગ કરી સુસાધુ અંતર્મુખ બને અને આત્મભાવમાં તલ્લીન રહે, તે જ મહાવ્રતની સાધનામાં સફળ થઈ શકે છે.