________________
૧૮૦ ]
શ્રી પ્રશ્નવ્યાકરણ સત્ર
(૧૦) લોભી લાલચુ મનુષ્ય આ પ્રકારનાં સેંકડો કારણો પ્રયોજનથી અસત્ય ભાષણ કરે છે.
લોભી વ્યક્તિ મિથ્યા ભાષણ કરે છે. લોભ પણ અસત્ય ભાષણનું એક કારણ છે. માટે સત્યના આરાધકે લોભનું સેવન ન કરવું જોઈએ.
આ પ્રકારે મુક્તિ–નિર્લોભતાથી જેનો અંતરાત્મા ભાવિત છે અને જે હાથ, પગ, આંખ અને મુખ પર સંયમ રાખનાર, શુરવીર હોય છે તે સત્ય તથા આર્જવ ધર્મથી સંપન્ન હોય છે.
૪. નિર્ભયતા :१० चउत्थं- ण भीइयव्वं, भीयं खु भया अइंति लहुयं भीओ अबिइज्जओ मणूसो, भीओ भूएहिं घेप्पेज्जा, भीओ अण्णं वि हु भेसेज्जा, भीओ तवसजम वि हु मुएज्जा, भीओ य भरं ण णित्थरेज्जा, सप्पुरिसणिसेवियं च मग्गं भीओ ण समत्थो अणुचरित्रं, तम्हा ण भाइयव्वं । भयस्स वा वाहिस्स वा रोगस्स वा जराए वा मच्चुस्स वा अण्णस्स वा एवमाइयस्स ।
___ एवं धेज्जेण भाविओ भवइ अंतरप्पा संजय कर-चरण-णयण-वयणो सूरो सच्चज्जवसंपण्णो । ભાવાર્થ :- ચોથી ભાવના નિર્ભયતા–ભયનો અભાવ. સાધકે ભયભીત ન થવું જોઈએ. ભયભીત મનુષ્ય અનેક પ્રકારના ભયને જલ્દીથી પકડી લે છે અને અન્યને ભયગ્રસ્ત બનાવે છે. ભયભીત વ્યક્તિ સદાને માટે અસહાય જ હોય છે. ભયભીત વ્યક્તિ ભૂત પ્રેત આદિ દ્વારા ઘેરાય જાય છે. ભયભીત વ્યક્તિ સ્વયં ભયભીત બને છે, બીજાને ભયભીત બનાવે છે. ભયભીત વ્યક્તિ ખરેખર તપ અને સંયમને પણ છોડી દે છે. ભયભીત વ્યક્તિ કોઈ પણ પ્રકારના ભાર વહન કરી શકતા નથી. ભયભીત વ્યક્તિ સત્યપુરુષો દ્વારા સેવિત માર્ગનું અનુસરણ કરવામાં સમર્થ નથી. માટે કોઈપણ પ્રકારના વ્યાધિ-કુષ્ટ આદિથી, જ્વર આદિ રોગોથી, વૃદ્ધાવસ્થાથી, મૃત્યુથી અથવા એવા પ્રકારના અન્ય ઈષ્ટ વિયોગ આદિના ભયથી ડરવું ન જોઈએ.
આ પ્રકારે વિચાર કરીને ધૈર્યથી–નિર્ભયતાથી જેનો અંતરાત્મા ભાવિત છે તે અને જે સાધુ હાથ, પગ, આંખ અને મુખ પર સંયમ રાખનાર શૂરવીર હોય છે તે સત્ય તથા આર્જવ ધર્મથી સંપન્ન હોય છે.
પ. હાસ્યત્યાગ :११ पंचमगं- हासंण सेवियव्वं, अलियाई असंतगाइं जपंति हासइत्ता । परपरिभवकारणं च हासं, परपरिवायप्पियं च हासं, परपीलाकारगं च हासं,