________________
| શ્રુતસ્કંધ –ર/અધ્યયન-૨
[ ૧૮૧ ] भेयविमुत्तिकारगं च हासं, अण्णोण्णजणियं च होज्ज हासं, अण्णोण्णगमणं च होज्ज मम्म, अण्णोण्णगमणं च होज्ज कम्म, कंदप्पाभियोगगमणं च होज्ज हासं, आसुरियं किव्विसत्तणं च जणेज्ज हासं, तम्हा हासं ण सेवियव्वं ।
एवं मोणेण भाविओ भवइ अंतरप्पा संजयकर-चरण-णयण-वयणो सूरो सच्चज्जवसंपण्णो । ભાવાર્થ :- પાંચમી ભાવના પરિહાસ પરિવર્જન છે અર્થાતુ હાસ્યનો ત્યાગ કરવો અને તેના સેવનથી બચવું. હસનાર વ્યક્તિ અલિક—બીજામાં રહેલા ગુણોને છુપાવવા રૂપ અને અસત–અવિદ્યમાન હોય તેને પ્રકાશિત કરનાર અશોભનીય અને અશાંતિજનક વચનોનો પ્રયોગ કરે છે. હાસ્ય બીજાના પરાભવઅપમાન તિરસ્કારનું કારણ બને છે. હાંસી-મજાકમાં બીજાની નિંદા-તિરસ્કાર જ પ્રિય લાગે છે. હાસ્ય પરપીડાકારક હોય છે. હાસ્ય ચારિત્રનો નાશ કરનાર અને મોક્ષ માર્ગનું ભેદન કરનાર હોય છે. હાસ્ય અન્યોન્ય હોય છે; પછી એક બીજામાં પરસ્ત્રીગમન આદિ કુચેષ્ટાનું પણ કારણ હોય છે.
એક બીજાના મર્મ—ગુપ્ત ચેષ્ટાઓને પ્રકાશિત કરી દેનાર બની જાય છે. હાંસી-મજાકમાં લોકો એક બીજાની ગુપ્ત ચેષ્ટાઓને પ્રગટ કરી નાંખે છે. હાસ્ય કાંદર્ષિક અથવા આભિયોગિક–આજ્ઞાકારી સેવક જેવા દેવોમાં જન્મ લેવાનું કારણ બને છે. હાસ્ય અસુરતા અને કિલ્વીષીતા અર્થાત્ એક પ્રકારનું હલકાપણું ઉત્પન્ન કરે છે. [સાધુ સંયમ અને તપના પ્રભાવથી કદાચિત્ દેવગતિમાં ઉત્પન્ન થાય તોપણ પોતાની હાસ્યજનક પ્રવૃતિના કારણે હલકી કોટિના દેવોમાં જન્મ લે છે.] તેથી હાસ્યનું સેવન ન કરવું જોઈએ.
આ પ્રકારે મૌનથી જેનો અંતરાત્મા ભાવિત હોય છે અને જે હાથ, પગ આંખ અને મુખથી સંયત તથા શૂરવીર હોય છે તે સાધુ સત્ય અને આર્જવથી સંપન્ન હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સત્ય મહાવ્રતની રક્ષા માટે તેની પાંચ ભાવનાનું નિરૂપણ છે.
આત્મ શુદ્ધિમાં ઉદ્યમવંત સાધક માટે મૌન ઉત્સર્ગમાર્ગ છે. તેમ છતાં માવજીવન મૌન શક્ય નથી. તેથી સાધુ આવશ્યક્તાનુસાર જ ભાષાનો પ્રયોગ કરે. તેમાં શાસ્ત્રોક્ત નિયમોનું પાલન કરે. સત્ય મહાવ્રતની પુષ્ટિ માટે અસત્યનો અને અસત્ય ભાષણના કારણનો ત્યાગ અનિવાર્ય બની જાય છે. અસત્ય ભાષણના પાંચ કારણ છે. તેનો ત્યાગ જ તેની ભાવનારૂપ છે. તે પાંચ ભાવનાઓનું સ્વરૂપ આ પમાણે
(૧) અનુવીચિ ભાષણ - અનુવત્તિના , નિરવાનુભાષણમ નિરવધ ભાષાનો પ્રયોગ "અનુવાચિભાષણ" કહેવાય છે. તત્ત્વાર્થ અને તત્ત્વાર્થ ભાષ્યમાં પણ સત્યવ્રતની પ્રથમ ભાવનાને માટે