________________
શ્રુતસ્કંધ-અધ્યયન-૨
.
| ૧૭૯ |
પ્રકારના અને અન્ય પ્રકારનાં સાવદ્ય વચન બોલે છે. સત્યવાદી બનવા સાધકે ક્રોધનું સેવન કરવું ન જોઈએ.
આ પ્રકારે ક્ષમાથી જેનો અંતરાત્મા ભાવિત હોય છે તે અને હાથ, પગ, આંખ અને મુખ પર સંયમ રાખનાર, શૂરવીર હોય છે તે સાધકો સત્ય અને આર્જવ ધર્મથી સંપન્ન હોય છે. ૩. નિર્લોભતા :| ९ तइयं- लोभो ण सेवियव्वो, लुद्धो लोलो भणेज्ज अलियं खेत्तस्स व वत्थुस्स व कएण । लुद्धो लोलो भणेज्ज अलियं, कित्तीए लोभस्स व कएण । लुद्धो लोलो भणेज्ज अलियं, इड्डीए व सोक्खस्स व कएण । लुद्धो लोलो भणेज्ज अलियं भत्तस्स व पाणस्स व कएण । लुद्धो लोलो भणेज्ज अलियं, पीढस्स व फलगस्स व कएण । लुद्धो लोलो भणेज्ज अलिय सेज्जाए व संथारगस्स व कएण । लुद्धो लोलो भणेज्ज अलियं, वत्थस्स व पत्तस्स व कएण । लुद्धो लोलो भणेज्ज अलियं, कंबलस्स व पायपुंछणस्स व कएण । लुद्धो लोलो भणेज्ज अलियं, सीसस्स व सिस्सिणीए व कएण । अण्णेसु य एवमाइसु बहुसु कारणसए सु लुद्धो लोलो भणेज्ज अलियं, तम्हा लोभो ण सेवियव्वो ।
एवं मुत्तीए भाविओ भवइ अंतरप्पा संजय कर-चरण-णयण वयणो सूरो सच्चज्जवसंपण्णो । ભાવાર્થ :- ત્રીજી ભાવના લોભ નિગ્રહ છે. સત્ય મહાવ્રતીએ લોભનું સેવન કરવું ન જોઈએ. (૧) લોભી અને લાલચ મનુષ્ય આસક્ત બની ક્ષેત્ર-ખુલ્લી ભૂમિ અને વાસ્તુ-મકાન આદિને માટે અસત્ય ભાષણ કરે છે. (૨) લોભ-લાલચુ મનુષ્ય કીર્તિ અને લોભ-ધન પ્રાપ્તિને માટે અસત્ય ભાષણ કરે છે. (૩) લોભી લાલચુ મનુષ્ય ઋદ્ધિ-વૈભવ અને સુખને માટે અસત્ય ભાષણ કરે છે. (૪) લોભી લાલચુ ભોજનને માટે, પાણી ને માટે અસત્ય ભાષણ કરે છે. (૫) લોભી લાલચુ મનુષ્ય બાજોઠ, પાટિયા અને પાટ પ્રાપ્ત કરવાને માટે અસત્ય ભાષણ કરે છે. (૬) લોભી લાલચુ મનુષ્ય શય્યા-સંસ્તારક માટે અસત્ય ભાષણ કરે છે. (૭) લોભી લાલચુ મનુષ્ય વસ્ત્ર, પાત્રને માટે અસત્ય ભાષણ કરે છે. (૮) લોભી લાલચુ મનુષ્ય કમ્બલ અને પાદપ્રીંછન માટે અસત્ય ભાષણ કરે છે. (૯) લોભી લાલચ મનુષ્ય શિષ્ય અને શિષ્યાને માટે અસત્ય ભાષણ કરે છે.