________________
૧૭૬ ]
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
વિવેચન :પ્રસ્તુત સૂત્રમાં બોલવા યોગ્ય ભાષાનું કથન કર્યું છે. સત્યભાષાના દશ પ્રકાર છે, યથા
जणवय सम्मय ठवणा, नामे रूवे पडुच्चसच्चे य ।
ववहार भाव जोगे, दसमे ओवम्म सच्चे य ॥ (૧) જનપદસત્યઃ- જે દેશ પ્રદેશમાં, જે વસ્તુ માટે જે શબ્દનો ઉપયોગ થાય છે; ત્યાં તે વસ્તુ માટે તે જ શબ્દનો પ્રયોગ કરવો, જેમ મહારાષ્ટ્રમાં માતાને " આઈ " કહેવું, રાજાને "નાઈ" કહેવા.
(૨) સમ્મતસત્ય – ઘણા લોકોએ જે શબ્દને જે વસ્તુનો વાચક માની લીધેલ હોય, દા.ત. પટરાણી માટે દેવી' શબ્દ લોકોને માન્ય છે. માટે પટરાણીને દેવી કહેવું તે "સમ્મત સત્ય" છે.
(૩) સ્થાપના સત્ય – જેની મૂર્તિ હોય, તેને તે જ નામથી કહેવું, જેમ કે શતરંજના પાસાને હાથી, ઘોડા, વગેરે કહેવું.
(૪) નામસત્ય :- જેનું જે નામ હોય તેનામાં તેવા ગુણ ન હોય, તો પણ તે શબ્દથી બોલાવવા, જેમ કે કુળની વૃદ્ધિ ન કરનારને પણ કુલવર્ધન કહેવું, ઈન્દ્રભૂતિને ઈન્દ્ર કહેવું. (૫) રૂપસત્ય:- સાધુના ગુણ ન હોવા પણ વેષ માત્રથી સાધુ હોય તેને સાધુ કહેવા. () પ્રતીત્યસત્ય :- અપેક્ષા વિશેષથી કોઈ વચન બોલવા, જેમ કે બીજી આંગળીનીઅપેક્ષાએ કોઈ આંગળીને નાની-મોટી કહેવી; દ્રવ્યની અપેક્ષાએ બધા પદાર્થોને નિત્ય કહેવા અથવા પર્યાયની અપેક્ષાએ સર્વ પદાર્થને ક્ષણિક કહેવા.
(૭) વ્યવહાર ત્ય:- જે વચન લોક વ્યવહારની દ્રષ્ટિથી સત્ય હોય, જેમ કે રસ્તો તો ક્યાંય જતો નથી, પરંતુ કહેવામાં આવે છે કે આ રસ્તો અમુક નગરમાં જાય છે, ગામ આવી ગયું આદિ. (૮) ભાવસત્ય – અનેક ગુણો હાજર હોય તો પણ કોઈ મુખ્ય ગુણની વિવક્ષા કરીને કહેવું. જેમ કે પોપટમાં લાલ વર્ણ છે તોપણ લીલા વર્ણની મુખ્યતાએ તેને લીલો કહેવો. (૯) યોગસત્ય – સંયોગાનુસાર વસ્તુનું કથન કરવું, જેમ કે દંડ ધારણ કરવાના કારણે કોઈને દંડી કહેવો.
(૧૦) ઉપમાસત્ય:- સમાનતાના આધારે કોઈ શબ્દનો પ્રયોગ કરવો, જેમ કે –મુખચંદ્ર આદિ.
ભાષાના બાર પ્રકાર આ પ્રમાણે છે. (૧)પ્રાકૃત (૨) સંસ્કૃત (૩) માગધી (૪) પૈશાચી (૫) શૌરસેની (૬) અપભ્રંશ. આ છ ગદ્યમય અને છ પધમય હોવાથી ભાષા બાર પ્રકારની થાય છે.