________________
શ્રુતસ્કંધ-અધ્યયન-૨
_
૧૭૫ ]
પ્રગટ કરે તેને જ સત્ય કહેવાતું નથી. સત્ય ભાષા પણ જો સ્વ–પરને માટે અનિષ્ટકારક હોય, બીજાને અપ્રિય, અમનોજ્ઞ હોય તેમાં કોઈ પણ જીવનું અહિત થતું હોય તો તે ભાષા વર્યુ છે. જ્ઞાનીઓએ તેની ગણના અસત્ય ભાષામાં કરી છે. તેથી જ સાધુઓને કર્કશ, કઠોર, છેદકારી, ભેદકારી, વેરકારી, વિરોધકારી ભાષા બોલવાનો નિષેધ છે. તે ઉપરાંત આ સૂત્રમાં વિકથાઓનો, નિરર્થક અને વિવાદકારક ભાષાનો પણ નિષેધ કર્યો છે. બોલવા યોગ્ય વચન :| ५ | अह केरिसगं पुणाई सच्चं तु भासियव्वं? जंतं दव्वेहिं पज्जवेहि य गुणेहिं कम्मेहिं बहुविहेहिं सिप्पेहिं आगमेहि य णामक्खायणिवाय-उवसग्ग-तद्धियसमास-संधि-पद-हेउ-जोगिय-उणाइ किरिया-विहाणधाउ- सर-विभत्ति-वण्णजयं तिकल्लं दसविहं पि सच्चं जह भणियं तह य कम्मुणा होइ ।
दुवालसविहा होइ भासा, वयणं वि य होइ सोलसविहं ।
एवं अरहंतमणुण्णायं, संजएण कालम्मि य वत्तव्वं ॥ ભાવાર્થ :- જો પૂર્વોક્ત પ્રકારનું સત્ય વચન પણ બોલવા યોગ્ય નથી, તો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે કેવા પ્રકારનું સત્ય બોલવું જોઈએ?
જે વચન દ્રવ્ય, ગુણ, પર્યાયનું પ્રતિપાદક હોય, કૃષિ વગેરે કર્મો, ચિત્રકલા વગેરે શિલ્પોથી યુક્ત હોય, આગમ સંમત અર્થથી યુક્ત હોય, દેવદત્ત વગેરે નામ સૂચક હોય, 'ભવતિ' વગેરે ત્રણે કાળનું આખ્યાન કરતું હોય અર્થાત્ ક્રિયાપદ રૂપ હોય કે અર્થ વગેરે અવ્યય સૂચક નિપાતમય હોય, પ્ર, પરા વગેરે ઉપસર્ગ સૂચક હોય, તદ્ધિતપદ–જેને અંતે તદ્ધિત પ્રત્યત હોય તેવા પદ, યથા– નાભેય, અનેક પદના મેળથી બનેલ સમાસ વચન હોય, સંધિ થવાથી બનેલું પદ હોય, અનુમાન માટે હેતુરૂપ વચન હોય, જે પદોના અવયવાર્થથી સમુદાયાર્થ જાણી શકાય તેવા યૌગિક વચન રૂપ હોય; જેમ ઉપકરોતિ, ઉણાદિ પ્રત્યય લાગવાથી નિર્મિત પદ હોય; ક્રિયાસૂચક 'ભૂ', 'હો' વગેરે ધાતુપદ હોય; અ, આ વગેરે સ્વરમય વચન હોય અથવા સાત સ્વરમય હોય; પ્રથમા વગેરે વિભક્તિ યુક્ત હોય; ક ખ વગેરે વ્યંજનમય વચન હોય તો તેવા વચન બોલવા યોગ્ય છે.
ત્રિકાળ વિષયક સત્ય દસ પ્રકારના હોય છે. જેમ શબ્દ દ્વારા કહેવામાં આવે છે, તેમ કર્મથી અર્થાત્ લેખન ક્રિયાથી; હાથ, પગ, આંખ આદિની ચેષ્ટાથી; મોટું બતાવવું આદિ આકૃતિથી અથવા જેવું કહેવાય તેવી જ ક્રિયા કરી બતાવવાથી અર્થાત્ કથન અનુસાર અમલ કરવાથી સત્ય પ્રગટ થાય છે.
અરિહંત ભગવાન દ્વારા અનુજ્ઞાત બાર પ્રકારની ભાષા અને સોળ પ્રકારના સત્ય વચન યથા સમયે સંયમીએ બોલવા જોઈએ