________________
| શ્રુતસ્કંધ-ર અધ્યયન-૨
૧૭૭ |
સોળ પ્રકારના વચન આ પ્રમાણે છે-(૧–૩) વચનત્રિક- એકવચન, દ્વિવચન, બહુવચન. (૪-૬) લિંગત્રિક- સ્ત્રીલિંગ , પુરુષલિંગ, નપુંસકલિંગ. (૭–૯) કાલત્રિક- ભૂતકાળ , વર્તમાનકાળ, ભવિષ્યકાળ. (૧૦) પ્રત્યક્ષવચન- જેમ કે આ પુરુષ છે. (૧૧) પરોક્ષવચન- જેમ કે તે મુનિરાજ છે. (૧૨–૧૫) ઉપનીતાદિ ચતુષ્ક- (૧) ઉપરીત વચન-ગુણ પ્રતિપાદક વચન, જેમ કે આ રૂપવાન છે. (૨) અ૫નીતવચન-દોષ પ્રગટ કરનાર વચન, જેમ કે આ દુરાચારી છે. (૩) ઉપનીતાપની વચનપ્રશંસાની સાથે નિંદાવાચક વચન, જેમ કે- આ રૂપવાન છે પરંતુ દુરચારી છે. (૪) અપનીતોપનીત વચન–નિંદાની સાથે પ્રશંસા પ્રગટ કરનાર વચન, જેમ કે આ દુરાચારી છે પણ રૂપવાન છે. (૧૬) અધ્યાત્મવચન- જે અભિપ્રાયને કોઈ છુપાવવા ઈચ્છે છે તેમ છતાં અકસ્માત તે અભિપ્રાયને પ્રગટ કરી દેનારું વચન.
આ રીતે સંયમી પુરુષે દસ પ્રકારના સત્યનો , બાર પ્રકારની ભાષાનો અને સોળ પ્રકારના વચનોનો તીર્થકર ભગવાનની આજ્ઞા અનુસાર, અવસરને અનુકૂળ પ્રયોગ કરવો જોઈએ; જેનાથી કોઈને પીડા ઉત્પન્ન ન થાય, જે હિંસાનું કારણ ન બને. સત્ય મહાવ્રતનું સુપરિણામ :| ६ | इमं च अलिय-पिसुण-फरुस-कडुय-चवलवयण-परिरक्खणट्ठयाए पावयणं भगवया सुकहियं अत्तहियं पेच्चाभावियं आगमेसिभदं सुद्धं णेयायउं अकुडिलं अणुत्तरं सव्वदुक्खपावाणं विउसमणं । ભાવાર્થ :- અલીક–અસત્ય, પિશુન–ચુગલી; પરુષ-કઠોર, કટુ-કર્ક અને ચપળ-ચંચળતા યુક્ત વચનોથી સાધુઓનું રક્ષણ કરવા માટે તીર્થકર ભગવાને પ્રવચનનું સુંદર રીતે પ્રતિપાદન કર્યું છે. આ ભગવત પ્રવચન આત્મા માટે હિતકર છે, જન્મ-જન્માંતરમાં શુભ ફળ આપનાર છે, ભવિષ્યમાં શ્રેયસ્કર છે, શુદ્ધ-નિર્દોષ છે, ચાય સંગત છે, મુક્તિનો સીધો માર્ગ છે, સર્વથી ઉત્કૃષ્ટ છે તથા દુઃખો અને પાપોને સંપૂર્ણ રીતે ઉપશાંત-નષ્ટ કરનાર છે.
સત્ય મહાવ્રતની પાંચ ભાવનાઓ ઃ ૧. અનુવીચિભાષણ :|७ तस्स इमा पंच भावणाओ बिइयस्स वयस्स अलियवयणस्स वेरमण परिरक्ख- णट्ठयाए।
पढम- सोऊण संवरटुं परमटुं सुठु जाणिऊणं ण वेगियं ण तुरियं ण चवलं ण कडुयं ण फरुसं ण साहस ण य परस्स पीडाकर सावज्ज, सच्चं च हियं च मियं च गाहगं च सुद्धं संगयमकाहलं च समिक्खियं संजएण कालम्मि य वत्तव्वं ।