________________
શ્રુતસ્કંધ–૨/અધ્યયન–૨
૧૬૯
બીજું અધ્યયન
પરિચય 2000 2200 Open
દ્વિતીય શ્રુતસ્કંધનું આ બીજું 'સત્ય' અધ્યયન છે. આ અધ્યયનમાં પાંચ સંવર પૈકી દ્વિતીય સંવર 'સત્ય'નું વર્ણન છે.
આ અધ્યયનમાં સૂત્રકારે સત્યમનો અદ્ભુત મહિમા, સત્ય વ્યવહાર માટે ભાષા વિવેક, સત્યના પ્રકાર, સત્યનું પરિણામ અને સત્ય મહાવ્રતની પાંચ ભાવનાનું પ્રતિપાદન કર્યું છે.
સત્યનો મહિમા :– મોક્ષમાર્ગમાં અહિંસાની આરાધના પ્રમુખ છે, તે અહિંસાની સમીચીન તેમજ સંપૂર્ણ આરાધનાને માટે સત્યની આરાધના પણ નિતાંત આવશ્યક છે. સત્ય અહિંસાને અલંકૃત કરે છે, સુશોભિત કરે છે. તેથી અસત્યનો ત્યાગ કરી સત્યનો પૂર્ણરૂપથી સ્વીકાર કરવો જોઈએ.
સત્યવચન સર્વ માટે હિતકર છે, મહાપુરુષો દ્વારા સ્વીકૃત છે. સત્યસેવી જ સાચા તપસ્વી અને નિયમનિષ્ઠ થઈ શકે છે. સત્યની ભાવપૂર્વક આરાધના કરનાર ભીષણ વિપત્તિમાં પણ ગમે તે રીતે માર્ગ મેળવી લે છે.
સત્યના પ્રભાવે વિદ્યાઓ તેમજ મંત્ર સિદ્ધ થાય છે. સત્ય સાગરથી પણ અધિક ગંભીર અને મેરુથી પણ અધિક સ્થિર હોય છે, સૂર્યથી પણ અધિક પ્રકાશમાન અને ચંદ્રથી પણ અધિક સૌમ્ય હોય છે. સત્ય હોય તોપણ વર્ષનીય ઃ— (૧) જે સંયમનું વિઘાતક હોય (૨) જેમાં હિંસા અથવા પાપનું મિશ્રણ હોય (૩) ભેદ પાડનાર હોય (૪) અન્યાયનું પોષક હોય (૫) દોષારોપણવાળું હોય (૬) વિવાદપૂર્ણ હોય (૭) લોકમાં નિંદનીય હોય (૮) સારી રીતે જોયેલું કે સાંભળેલું ન હોય (૯) આત્મપ્રશંસા અને પર નિંદારૂપ હોય (૧૦) જેનાથી શિષ્ટાચારનું ઉલ્લંઘન થતું હોય (૧૧) દ્રોહયુક્ત હોય (૧૨) જેનાથી કોઈને પણ પીડા ઉત્પન્ન થાય. તેવું સત્ય આશ્રવયુક્ત છે અને તે સત્ય મહાવ્રતધારી માટે ત્યાજ્ય છે.
સત્યના પ્રકાર :– સત્યના અપેક્ષાએ દશ પ્રકાર છે. તેનું સ્પષ્ટીકરણ સૂત્રકારે દષ્ટાંત આપીને કર્યું છે. ભાષાજ્ઞાન ઃ– પ્રાચીન કાળથી પ્રસિદ્ધ છ ભાષા છે. (૧) પ્રાકૃત (૨) સંસ્કૃત (૩) માગધી (૪) શૌરસેની (૫) પૈશાચી (૬) અપભ્રંશ. ગદ્ય અને પદ્યના ભેદથી તેના બે બે પ્રકાર છે.
ભાષા શુદ્ધિ માટે ૧૬ પ્રકારનું વચન જ્ઞાન આવશ્યક છે. (૧–૩) એકવચન, દ્વિવચન, બહુવચન (૪–૬) સ્ત્રીલિંગ, પુરુષલિંગ અને નપુંસકલિંગ (૭–૯) ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ (૧૦) પ્રત્યક્ષવચન–આ સજ્જન છે. (૧૧) પરોક્ષવચન– તે ગુણવાન છે. (૧૨–૧૫) પ્રશંસાકારી તેમજ દોષ