________________
૧૭૦ |
શ્રી પ્રશ્નવ્યાકરણ સત્ર
પ્રગટ કરનાર વચનની ચૌભંગી (૧૬) અધ્યાત્મવચન-મનની વાત અચાનક પ્રગટ થઈ જવી, જલ્દીથી બોલી જવું. 'કોઠે સો હોઠે'ની ઉક્તિ ચરિતાર્થ થઈ જવી. આ પ્રકારની ભાષાઓનું જ્ઞાન રાખનાર અને વિવેક યુક્ત ભાષાનો પ્રયોગ કરનાર સાધક સત્ય મહાવ્રતના આરાધક હોય છે. સત્યન સપરિણામ :- શાસ્ત્રકારે સત્યને ભગવાન તુલ્ય કહ્યું છે. તેની તુલના જ તેના સુપરિણામને સ્પષ્ટ કરે છે. સત્યભાષણ આ ભવમાં માનસિક શાંતિ સમાધિને અને પરભવમાં સદ્ગતિને પ્રાપ્ત કરાવે
સત્ય મહાવ્રતની પાંચ ભાવનાઓ – સત્યવ્રતની પુષ્ટિ માટે તેની પાંચ ભાવનાનું નિરૂપણ છે– (૧) ચિંત્યભાષણ (૨) અક્રોધ (૩) નિર્લોભતા (૪) નિર્ભયતા (૫) હાસ્યત્યાગ.
અસત્ય બોલવાના મુખ્ય પાંચ કારણ કહ્યા છે. સત્યવ્રતના આરાધકે તેનો ત્યાગ કરવો અને તેના ત્યાગમાં આત્માને ભાવિત કરતા રહેવું જોઈએ. (૧) હંમેશાં ઊંડો વિચાર કરી, નિરવ મૃદુ વચન બોલવું (૨–૩) ક્રોધ, લોભ આદિ કષાયોને વશીભૂત થઈ ન બોલવું (૪-૫) ભય તેમજ હાસ્યવૃત્તિનો સહારો ન લેવો પરંતુ વિચારકતા, શાંતિ, નિર્લોભતા, મૌન, ગંભીરતા ધારણ કરવી જોઈએ.
આ પાંચ ભાવનાઓથી પુષ્ટ થઈને સત્ય સંવર આત્માને આશ્રવ રહિત બનાવવામાં પૂર્ણ સફળ
બને છે.