________________
૧૬૮ ]
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
પૂર્વોક્ત પ્રકારે સંવરધાર સ્પર્શિત, પાલિત, શોધિત, પૂર્ણપાલિત, કીર્તિત, આરાધિત અને (જિનેન્દ્ર ભગવાનની) આજ્ઞા અનુસાર પાલિત થાય છે. આ રીતે જ્ઞાતમુનિ ભગવાન મહાવીર સ્વામીએ પ્રજ્ઞાપિત કર્યું છે અને પ્રરૂપિત કર્યું છે. લોકમાં આ શાસન શ્રેષ્ઠ સિદ્ધ છે, કથન કરેલું છે, સમ્યક્ પ્રકારે ઉપદેશેલું છે અને પ્રશસ્ત છે. ભગવાને કહ્યું હતું એમ હું કહું છું.
|| પ્રથમ સંવરદ્વાર સમાપ્ત .
વિવેચન :
હિંસા આશ્રવનું કારણ છે. તો તેની વિરોધી અહિંસા આશ્રવને રોકનારી છે. તે સ્વાભાવિક જ જાણી શકાય છે.
અહિંસા પાલનમાં બે ગુણોની અપેક્ષા રહે છે. ધૈર્ય અને બુદ્ધિ અર્થાત્ વિવેક, વિવેકના અભાવમાં અહિંસાનું વાસ્તવિક સ્વરૂપ સમજી શકાતું નથી અને વાસ્તવિક આશયને સમજ્યા વિના તેનું આચરણ થઈ શકતું નથી. વિવેક હોવા છતાં પણ સાધકમાં જો ધૈર્ય ન હોય તો પણ તેનું પાલન કરવું મુશ્કેલ છે. અહિંસાના ઉપાસકોને વ્યવહારમાં અનેક મુશ્કેલીઓ આવે છે; સંકટ પણ સહન કરવા પડે છે. કસોટીના પ્રસંગે ધીરજ તેના વ્રતોમાં તેને અડગ રાખી શકે છે. તેથી જ મૂળ પાઠમાં મિયા મવા આ બે પદનો પ્રયોગ કર્યો છે.
પ્રસ્તુત સૂત્રમાં પ્રથમ અહિંસા સંવરદ્વારનો ઉપસંહાર કર્યો છે. આ સંવરદ્વારમાં જે જે કથન કર્યું છે તે પ્રકારે તેને સમગ્ર રૂપે પરિપાલન કરી શકાય છે. પાઠમાં આવેલ કેટલાક વિશિષ્ટ પદોનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. anલય :- યથા સમયે વિધિપૂર્વક સ્વીકાર કર્યું હોય અર્થાત્ પ્રતિજ્ઞા-પચ્ચખ્ખાણ કર્યા હોય. પતિ :- નિરંતર ઉપયોગની સાથે આચરણ કર્યું હોય. સદિય :- આ પદના સંસ્કૃત રૂપ બે થાય છે શોભિત અને શોધિત. અન્ય સુયોગ્ય જીવોને તે વ્રત આપવું તે શોભિત કહેવાય છે અને અતિચાર રહિત પાલન કરવું તે શોધિત કહેવાય છે. તૌરિ :- કિનારા સુધી પહોંચાડવામાં આવ્યું હોય અર્થાત્ વ્રતને પરિપૂર્ણ કર્યું હોય. વિદિય :- બીજાને ઉપદિષ્ટ કરાયેલું હોય. ગારિયં :- પૂર્વોક્ત રૂપે સંપૂર્ણતાથી આરાધિત કર્યું હોય.
I અધ્યયન-૧ સંપૂર્ણ I