________________
શ્રુતસ્કંધ-૨/અધ્યયન-૧
.
[ ૧૭ ]
વિરાધના ન થાય તે માટે સાવધાન રહી ગમનાગમન કરે. પદયાના ભાવ સાથે સ્વદયાના લક્ષ્ય ઉપયોગ પૂર્વક સમાધિભાવે ગમન કરવું તે ઈર્ષા સમિતિ છે. (૨) મન સમિતિ -સ્વ કે પરનું અહિત થાય તેવા પાપકારી વિચારો ન કરવા. મનને પ્રશસ્ત વિચારોમાં લીન બનાવવું તે મનસમિતિ છે. (૩) વચન સમિતિ :- સંપૂર્ણ અહિંસક થવા માટે પ્રયત્નશીલ સાધક હિંસાકારી કે પરપીડાકારી વચનનો પ્રયોગ ન કરે. હિત-મિત–પરિમિત ભાષાનો પ્રયોગ કરવો તે વચન સમિતિ છે. (૪) એષણા સમિતિ:- ભિક્ષાવિધિ પ્રમાણે શુદ્ધ નિર્દોષ આહાર પ્રાપ્ત કરીને અનાસક્ત ભાવે ભોગવવો તે એષણા સમિતિ છે. (૫) આદાન નિક્ષેપણ સમિતિ:- સંયમી જીવનમાં ઉપયોગી ઉપકરણો યતના પૂર્વક ગ્રહણ કરવા, રાખવા અને તેને મૂચ્છ રહિત ભોગવવા તે આદાન નિક્ષેપણ સમિતિ છે.
આ પાંચે ભાવનાનું યથાર્થ રીતે પાલન કરનાર સાધકનું અહિંસા વ્રત પુષ્ટ બને છે અને તે જ મોક્ષ સાધક છે.
અહિંસા મહાવ્રત ઉપસંહાર :१३ एवमिणं संवरस्स दारं सम्मं संवरियं होइ सुप्पणिहियं इमेहिं पंचहिं पि कारणेहिं मण-वयण कायपरिरक्खिएहिं णिच्चं आमरणतं च एस जोगो णेयव्वो धिइमया मइमया अणासवो अकिलेसो अच्छिद्दो असंकिलिट्ठो सुद्धो सव्वजिण मणुण्णाओ।
एवं पढमं संवरदारं फासियं पालियं सोहियं तीरियं किट्टियं आराहियं आणाए अणुपालियं भवइ । एवं णायमुणिणा भगवया पण्णवियं परूवियं सिद्धं पसिद्धं सिद्धवरसासणमिणं आघवियं सुदेसियं पसत्थं । त्ति बेमि ॥
I પદમ સંવરી સમ7 | ભાવાર્થ :- આ પ્રકારે મન-વચન અને કાયાથી પૂર્ણરૂપે સુરક્ષિત, સુસેવિત આ પાંચ ભાવનાઓથી આ સંવરદ્વાર–અહિંસા મહાવ્રત સમ્યક પ્રકારે સંવત અને સુપ્રણિહિત-સ્થાપિત થઈ જાય છે. માટે વૈર્યવાન તથા બુદ્ધિમાન મુનિએ અહિંસા મહાવ્રતનું જીવનપર્યત સદૈવ પાલન કરવું જોઈએ. આ અહિંસા નવા કર્મના આગમનરૂપ ન હોવાથી અનાશ્રવ છે, અશુભ અધ્યવસાયથી રહિત હોવાથી અકલુષ છે, તેમાં પાપના શ્રોત પ્રવેશી શકતો નથી માટે તે અછિદ્ર છે, કર્મરૂપ પાણીનું ટીપું પણ પ્રવેશી શકતું ન હોવાથી અપરિશ્રાવી છે, અસંક્લિષ્ટ છે, શુદ્ધ છે, સર્વ તીર્થકરો દ્વારા માન્ય છે.