________________
૧દર |
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
આધાર શરીર છે અને શરીરનો આધાર આહાર છે, તેને નિર્દોષપણે પ્રાપ્ત કરીને, મૂચ્છ રહિત ભોગવીને સંયમમાં પરાક્રમ કરવાથી અહિંસાની આરાધના થઈ શકે છે.
પ્રવચનની પ્રકૃષ્ટતા :|७ इमं च णं सव्वजगजीव-रक्खण-दयट्ठयाए पावयणं भगवया सुकहियं,
अत्तहियं पेच्चाभावियं आगमेसिभदं सुद्धं णेयाउयं अकुडिलं अणुत्तरं सव्वदुक्खपावाण विउसमणं । ભાવાર્થ :- (અહિંસાની આરાધનાને માટે વિશુદ્ધ–નિર્દોષ ભિક્ષા આદિના ગ્રહણનું પ્રતિપાદક) આ પ્રવચન શ્રમણ ભગવાન મહાવીરે જગતના સર્વ જીવોની રક્ષા–દયાને માટે સમીચીન રૂપે કહ્યું છે. આ પ્રવચન આત્માને માટે હિતકર છે; પરલોકમાં શુદ્ધફળ રૂપે પરિણત થાય છે તથા ભવિષ્ય કાળમાં પણ કલ્યાણકારક છે; આ પ્રવચન શુદ્ધ, નિર્દોષ છે અને દોષોથી મુક્ત કરનાર છે; ન્યાયયુક્ત છે, તર્કસંગત છે; અટિલ છે અર્થાતુ મુક્તિ પ્રાપ્તિનો સરલ સીધો માર્ગ છે– અનુત્તર સર્વોત્તમ છે તથા સમસ્ત દુઃખો અને પાપોને ઉપશાંત કરનાર છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નિગ્રંથ પ્રવચનની મહત્તાને પ્રગટ કરી છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી, જિન નામ કર્મના ઉદયે, સર્વ જીવો પર ભાવ કરુણા કરી જિનેશ્વરો ઉપદેશ આપે છે. વીતરાગદશા અર્થાત્ પૂર્ણ નિગ્રંથદશા પ્રગટ થયા પછી જે ઉપદેશ આપે તેને પ્રવચન કહે છે. (૧) vષ્ટ વેવ ય મ ર પ્રવચન -જેનું વચન ઉત્કૃષ્ટ હોય તે પ્રવચન છે. આ વ્યુત્પત્તિ અનુસાર જિનેશ્વરના વચનને પ્રવચન કહે છે. (૨) ઝષ્ટ વન પ્રવન- શ્રેષ્ઠ વચન જ પ્રવચન છે. આ વ્યુત્પતિ અનુસાર શાસ્ત્રને પ્રવચન કહેવાય છે. (૩) ઇષ્ટદ્ય વવન કવન- શ્રેષ્ઠ પુરુષનું વચન પ્રવચન છે. આ વ્યુત્પતિથી ગુરુના વચનને પણ પ્રવચન કહેવામાં આવે છે.
આ રીતે પ્રવચન શબ્દ, જિનવચન, શાસ્ત્રવચન અને ગુરુવચન આ ત્રણેનો વાચક થઈ શકે છે. પ્રસ્તુતમાં પાયેવ"(પ્રવચન) શબ્દ આગમ વાચક છે.
તીર્થકર ભગવાન વીતરાગ હોવાથી તેમના વચન સર્વ જીવો માટે હંમેશાં કલ્યાણકારી, નિર્દોષ અને ન્યાયપૂર્ણ છે; પ્રત્યક્ષાદિ પ્રમાણથી અબાધિત છે; સરળ અને અનુત્તર છે; સર્વ દુઃખનાશક હોય છે. આ રીતે પ્રવચનની મહત્તાને સમજાવીને શાસ્ત્રકારે ભવ્યજીવોની જિનમાર્ગ પ્રત્યેની શ્રદ્ધાને બલવત્તર બનાવી છે. અહિંસા મહાવ્રતની પાંચ ભાવના ૧. ઈર્ચાસમિતિ :[८ तस्स इमा पंच भावणाओ पढमस्स वयस्स होति पाणाइवायवेरमण