________________
શ્રુતસ્કંધ-૨/અધ્યયન–૧
૧૬૧ |
પરદયા જ છે. ભિક્ષાચર્યાના નિયમોના વિશ્લેષણ માટે જુઓ–આચારાંગ સૂત્ર અને દશવૈકાલિક સૂત્ર
આહાર ગવેષણામાં ભાવવિશુદ્ધિ :| ६ ण वि हीलणाए, ण वि शिंदणाए, ण वि गरहणाए, ण वि हीलण जिंदण गरहणाए भिक्खं गवेसियव्वं । ण वि भेसणाए, ण वि तज्जणाए ण वि तालणा, ण वि भेसण तज्जण तालणाए भिक्खं गवेसियव्वं । ण वि गारवेणं, ण वि कुहणयाए, ण वि वणीमयाए, ण विगारव-कुहण-वणीमयाए भिक्खं गवेसियव्वं। ण वि मित्तयाए, ण वि पत्थणाए, ण वि सेवणाए, ण वि मित्त-पत्थण-सेवणाए भिक्खं गवेसियव्वं । अण्णाए अगढिए अदुढे अदीणे अविमणे अकलुणे अविसाई
अपरितंतजोगी जयणघडणकरणचरियविणयगुणजोग संपउत्ते भिक्खू भिक्खेसणाए fખરા | ભાવાર્થ :-[પૂર્વોક્ત વંદન, માનન અને પૂજાથી વિપરીત] ગૃહસ્થની જાતિ આદિના આધારે બદનામી કરવા રૂપ હીલના કરીને, આહાર કે દાતાના દોષ પ્રગટ કરવા રૂપ નિંદા કરીને, અન્ય સમક્ષ દાતાના દોષ પ્રગટ કરવા રૂપ ગહ કરીને અથવા એ હીલના; નિન્દા તેમજ ગહ ત્રણે ય કરીને ભિક્ષા ગ્રહણ કરવી ન જોઈએ. તે જ રીતે સાધુએ ભય દેખાડી, તિરસ્કાર કરીને, ખીજાઈને, ધમકી આપીને અને થપ્પડ, મુકી મારીને પણ ભિક્ષા ગ્રહણ કરવી ન જોઈએ અથવા ભય, તર્જના, તાડના ત્રણે ય કરીને પણ ભિક્ષાની ગવેષણા કરવી ન જોઈએ. ઋદ્ધિ, રસ અને શાતાના ગૌરવથી; પોતાની દરિદ્રતા બતાવીને; માયાચાર કરીને; ક્રોધ કરીને; ભિખારીની જેમ દીનતા બતાવીને ભિક્ષાની ગવેષણા કરવી ન જોઈએ તેમજ અભિમાન, ક્રોધ, દીનતા બતાવી ભિક્ષાની ગવેષણા કરવી ન જોઈએ. મિત્રતા પ્રગટ કરીને, પ્રાર્થના કરીને અને સેવા કરીને અથવા આ ત્રણે કરીને ભિક્ષાની ગવેષણા કરવી ન જોઈએ પરંતુ અજ્ઞાતરૂપે પોતાના સ્વજન, કુળ, જાતિ આદિનો પરિચય આપ્યા વિના અમૃદ્ધ અર્થાત્ આસક્તિ રહિત, મૂચ્છ રહિત થઈને આહાર અને આહારના દાતા પ્રતિ દ્વેષ ન કરીને અદીનપણે ભિક્ષા ગ્રહણ કરવી જોઈએ. ભોજન આદિ ન મળવા પર મનમાં ઉદાસીનતા લાવ્યા વિના પોતાના પ્રત્યે હીનતા, કરુણતા કે દયાનો ભાવ રાખ્યા વિના, ખેદરહિત વચન બોલીને, નિરંતર મન, વચન, કાયાને ધર્મ ધ્યાનમાં લગાવીને, પ્રાપ્ત થયેલા સંયમ યોગોમાં યત્નાશીલ, અપ્રાપ્ત સંયમ યોગોની પ્રાપ્તિ માટે ઉદ્યમવંત, વિનયનું આચરણ કરનાર અને ક્ષમાદિ ગુણોથી યુક્ત થઈ, સાધુએ ભિક્ષાની ગવેષણામાં નિરત-તત્પર થવું જોઈએ.
વિવેચન :
આ સૂત્રમાં પણ શ્રમણોની ભિક્ષાવિધિનું જ પ્રતિપાદન કર્યું છે. શાસ્ત્રકારોએ ભિક્ષા વિધિ દ્વારા સંપૂર્ણ અહિંસકપણે પણ શરીરનો નિર્વાહ કરવાની એક અનોખી કલાનું દર્શન કરાવ્યું છે. સાધનાનો