________________
શ્રુતસ્કંધ-૨/અધ્યયન–૧
૧૫૭ |
લબ્ધિઓથી સંપન્ન મહામુનિઓએ, આહાર-વિહારમાં અતિશય સંયમશીલ, તપસ્વીઓએ અહિંસાનું શરણ સ્વીકાર્યું છે.
આ વિસ્તત ઉલ્લેખથી સાધકોના ચિત્તનું સમાધાન પણ કર્યું છે. જે પથ પર અનેકાનેક પુરુષોએ ગમન કર્યું છે તે પથ પર લોકો નિઃશંક ભાવે ગમન કરી શકે છે. લોકોક્તિ છે
महाजनो येन गतः स पन्थाः
અર્થાત્ જે માર્ગ પર મહાજન-વિશિષ્ટ પુરુષ ચાલેલા છે તે અમારા માટે લક્ષ્ય સુધી પહોંચવાનો સમ્યગુ માર્ગ છે.
મૂળ પાઠમાં અનેક જૈન પારિભાષિક શબ્દ પ્રયોગ છે. જેની વ્યાખ્યા કરવી આવશ્યક છે, તે આ પ્રમાણે છે. વિશિષ્ટ પ્રકારની તપશ્ચર્યા કરવાથી તપસ્વીઓને આશ્ચર્યકારી-લબ્ધિઓ શક્તિઓ સ્વતઃ પ્રાપ્ત થઈ જાય છે. તેમાંથી કેટલાક લબ્ધિ ધારકોનો અહિંયા ઉલ્લેખ કર્યો છે. આમલૈષિવિલબ્ધિધારક :- તેના શરીરનો સ્પર્શ કરતા જ સર્વ પ્રકારના રોગ નષ્ટ થઈ જાય. લેખૌષધિલબ્ધિધારક - જેનો કફ સુગંધિત અને રોગનાશક હોય. જલ્લૌષધિલબ્ધિધારક - જેના શરીરનો મેલ રોગ વિનાશક હોય. વિડૌષધિલબ્ધિધારક- જેના મળ-મૂત્ર રોગ વિનાશક હોય. સવૌષધિલબ્ધિધારક :- જેના મળ-મૂત્ર, કફ, મેલ આદિ દરેક વ્યાધિનો નાશ કરનાર હોય. બીજબુદ્ધિધારક :- જેમ નાના બીજથી વિશાળ વૃક્ષ ઉત્પન્ન થઈ જાય છે. તેમ એક સાધારણ પદના સહારે અનેક અર્થને વિશેષ રૂપે જાણી શકે તેવી વિશિષ્ટ બુદ્ધિના ધારક. કોષ્ઠબુદ્ધિધારી – જેમ કોઠારમાં ભરેલ ધાન્ય ક્ષીણ થતું નથી તેમ પ્રાપ્ત થયેલું જ્ઞાન દીર્ઘકાળ પર્યત તેટલું જ રહે છે ઓછું ન થાય તેવી શક્તિથી સંપન્ન સાધક. પદાનુસારીબુદ્ધિધારક :- એક પદને સાંભળીને જ અનેક પદોને જાણવાની શક્તિ સંપન્ન. સંભિન્નશ્રોતસલબ્ધિધારક :- એકજ ઈન્દ્રિયથી દરેક ઈન્દ્રિયોના વિષયને ગ્રહણ કરી શકે તેવી લબ્ધિના ધારક. શ્રુતધર – આચારાંગ આદિ સૂત્રોના વિશિષ્ટ ધારક. મનોબલી :- જેનું મનોબળ અત્યંત દેઢ હોય. વચનબલી :- જેના વચનોમાં કુતર્ક, ખરાબ હેતુને નાશ કરવાની વિશિષ્ટ શક્તિ હોય. કાયબલી- ભયાનક પરીષહ અને ઉપસર્ગ આવે ત્યારે અચળ રહી શકે તેવી શારીરિક શક્તિના ધારક જ્ઞાનબલી:- મતિજ્ઞાન આદિ જ્ઞાનના બળયુક્ત. દર્શનબલી - સુદૃઢ તત્ત્વાર્થ શ્રદ્ધાના બળથી યુક્ત.