________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
મનઃપર્યાવજ્ઞાનીઓ દ્વારા જ્ઞાત છે. ચૌદ પૂર્વધારી મુનિઓએ તેનું અધ્યયન કર્યું છે. વૈક્રિય લબ્ધિના ધારક દ્વારા તેનું આજીવન પાલન કરાય છે. આભિનિબોધિક–મતિજ્ઞાનીઓએ, શ્રુતજ્ઞાનીઓએ, અવધિ જ્ઞાનીઓએ, મન:પર્યવજ્ઞાનીઓએ અને કેવળજ્ઞાનીઓએ, આમખૈષધિ લબ્ધિના ધારક, શ્લેષ્મઔષધિ લબ્ધિના ધારક, જલૌષધિલબ્ધિ ધારક, વિપ્રુડૌષધિ લબ્ધિ ધારક, સર્વોષધિ લબ્ધિ પ્રાપ્ત, બીજ બુદ્ઘિ, કોષ્ઠ બુદ્ધિ, પદાનુસારિબુદ્ધિ આદિ લબ્ધિના ધારકોએ, સંભિન્નશ્રોત લબ્ધિના ધારકો, શ્રુતધરો, મનોબલી, વચનબલી અને કાયબલી મુનિઓએ, જ્ઞાનબલી, દર્શનબલી, તથા ચારિત્રબલી મહાપુરુષોએ, મધ્વાસવ લબ્ધિધારી સર્પિરાશ્રવલબ્ધિધારી તથા અક્ષીણમહાનસ લબ્ધિના ધારકોએ, ચારણો અને વિદ્યાધરોએ, ચતુર્થભક્તિકો યાવત્ (એક–એક ઉપવાસથી લઈને બે, ત્રણ, ચાર, પાંચ દિવસ આ પ્રકારે એક માસ, બે માસ, ત્રણ માસ, ચાર માસ, પાંચ માસ,) છ માસ સુધીના ઉપવાસ કરનાર તપસ્વીઓએ, આ જ રીતે ઉત્સિપ્તચરક, નિક્ષિપ્તચરક, અંતચરક, પ્રાંતચરક, રૂક્ષચરક, સમુદાનચરક, અન્નગ્લાયક, મૌનચરક, સંસૃષ્ટકલ્પિક, તજ્જાત સંસૃષ્ટ કલ્પિક, ઉપનિધિક, શુદ્વૈષણિક, સંખ્યાદત્તિક, દષ્ટલાભિક, અષ્ટલાભિક, પૃષ્ઠલાભિક, આચામ્લક, પુરિમાર્થિક, એકાશનિક, નિર્વિકૃતિક, ભિન્નપિંડપાતિક, પરિમિતપિંડપાતિક, અંતાહારી, પ્રાંતાહારી, અરસાહારી, વિરસાહારી, રૂક્ષાહારી, તુચ્છાહારી, અંતજીવી, પ્રાંતજીવી, રૂક્ષજીવી, તુચ્છજીવી, ઉપશાંતજીવી, પ્રશાંતજીવી, વિવિક્તજીવી તથા દૂધ, મીષ્ટાન, ઘીનો જીવનભર ત્યાગ કરનારે, મધ અને માંસથી રહિત આહાર કરનારે, કાર્યોત્સર્ગ કરી એક સ્થાન પર સ્થિર રહેવાનો અભિગ્રહ કરનારાઓએ, પ્રતિમાધારીઓએ, સ્થાનોત્કટિકોએ, વીરાસનિકોએ, નૈષધિકોએ, દંડાયતિકોએ, લગંડશાયિકોએ, એકપાર્શ્વકોએ, આતાપકોએ, અપ્રાવૃતોએ, અનિષ્ઠીવકોએ, અકંડૂયકોએ, ધૂતકેશ, શ્મશ્રુ, લોમ, નખ, અર્થાત્ માથાના વાળ, દાઢી, મૂંછ અને નખોના સંસ્કારનો ત્યાગ કરનારાઓએ, સંપૂર્ણ શરીરના પ્રક્ષાલન આદિ સંસ્કારના ત્યાગીઓએ, શ્રુતધરો દ્વારા તત્ત્વાર્થને અવગત કરનાર બુદ્ઘિના ધારક મહાપુરુષોએ(અહિંસા ભગવતીનું) સમ્યક્ પ્રકારે આચરણ કર્યું છે.
૧૫૬
(તે સિવાય)આશીવિષ સર્પ સમાન, ઉગ્ર તેજથી સંપન્ન મહાપુરુષોએ, વસ્તુ તત્ત્વનો નિશ્ચય અને પુરુષાર્થ બન્નેમાં પૂર્ણ કાર્ય કરનાર બુદ્ધિથી સંપન્ન પ્રજ્ઞ પુરુષોએ, નિત્ય સ્વાધ્યાય અને ચિત્તવૃત્તિ નિરોધરૂપ ધ્યાન કરનારાએ તથા ધર્મધ્યાનમાં નિરંતર ચિત્તને સ્થિર રાખનારા પુરુષોએ, પાંચમહાવ્રત રૂપ ચારિત્રથી યુક્ત તથા પાંચ સમિતિઓથી સંપન્ન, પાપોનું શમન કરનાર, છ જીવનિકાયરૂપ જગતના વત્સલ, નિરંતર અપ્રમાદી રહીને વિચરણ કરનાર મહાત્માઓએ તથા અન્ય વિવેક વિભૂષિત સત્યપુરુષોએ અહિંસા
ભગવતીની આરાધના કરી છે.
વિવેચન :
કેટલાક લોકોની એવી ધારણા હોય છે કે અહિંસા એક આદર્શ સિદ્ધાંત માત્ર છે. જીવનમાં તેનો
નિર્વાહ કરી શકાતો નથી. આ ધારણાને ભ્રમપૂર્ણ સિદ્ધ કરવા માટે સૂત્રકારે અત્યંત વિસ્તારપૂર્વક સમજાવ્યું છે કે અહિંસા માત્ર સિદ્ધાંત નથી તે વ્યવહાર પણ છે. અનેકાનેક મહાપુરુષોએ તેનું પૂર્ણરૂપે પરિપાલન કર્યું છે. તીર્થંકર ભગવંતોથી લઈ વિશિષ્ટ જ્ઞાનના ધારકો, અતિશય લોકોત્તર બુદ્ઘિના ધારકો, વિવિધ