________________
૧૫૦ |
શ્રી પ્રશ્નવ્યાકરણ 2
एवमाईणि णिययगुणणिम्मियाइं पज्जवणामाणि होति अहिंसाए भगवईए । ભાવાર્થ - તે પૂર્વોક્ત પાંચ સંવર દ્વારોમાં પ્રથમ અહિંસા છે. જે લોકમાં સર્વ દેવ, મનુષ્ય, અસુરને દ્વીપ સમાન, ત્રાણ-શરણરૂપ, ગતિ-પ્રતિષ્ઠારૂપ છે. તેના અનેક નામ છે. યથા (૧) નિર્વાણ (૨) નિવૃત્તિ (૩) સમાધિ (૪) શક્તિ (૫) કીર્તિ (૬) કાંતિ (૭) રતિ (૮) વિરતિ (૯) શ્રુતાંગ (૧૦) તૃપ્તિ (૧૧) દયા (૧૨) વિમુક્તિ (૧૩) ક્ષાન્તિ–ક્ષમા (૧૪) સમ્યકત્વારાધના (૧૫) મહતી (૧૬) બોધિ (૧૭) બુદ્ધિ (૧૮) ધૃતિ (૧૯) સમૃદ્ધિ (૨૦) ઋદ્ધિ (૨૧) વૃદ્ધિ (રર) સ્થિતિ (૨૩) પુષ્ટિ (૨૪) નંદા (૨૫) ભદ્રા (૨૬) વિશુદ્ધિ (૨૭) લબ્ધિ (૨૮) વિશિષ્ટ દૃષ્ટિ (ર૯) કલ્યાણ (૩૦) મંગલ
(૩૧) પ્રમોદ (૩ર) વિભૂતિ (૩૩) રક્ષા (૩૪) સિદ્ધાવાસ (૩૫) અનાશ્રવ (૩૬) કેવલીસ્થાનમ્ (૩૭) શિવ (૩૮) સમિતિ (૩૯) શીલ (૪૦) સંયમ (૪૧) શીલ પરિગ્રહ (૪૨) સંવર (૪૩) ગુપ્તિ (૪૪) વ્યવસાય (૪૫) ઉર્ફીયા
(૪૬) યજ્ઞ (૪૭) આયતન (૪૮) જયણા-યત્ના (૪૯) અપ્રમાદ (૫૦) આશ્વાસ (૫૧) વિશ્વાસ (પર) અભય (૫૩) સર્વસ્વ અમાઘાત (૫૪) ચોક્ષ (૫૫) પવિત્રા (૫૬) શુચિ (૫૭) પૂતા (૫૮) વિમલા (૫૯) પ્રભાસા (૬૦) નિર્મલતરા, ઈત્યાદિ આ અહિંસા ભગવતીના નિજ ગુણ નિર્મિત-ગુણસંપન પર્યાયનામ છે. વિવેચન :
સૂત્રકારે આશ્રયદ્વારના કથનમાં હિંસાદિ આશ્રયોની વ્યાપક્તાને સમજાવવા તેના અનેક પર્યાયવાચી નામનું કથન કર્યું છે. તે જ રીતે અહિંસા આદિ સંવરનું સ્વરૂપ સમજાવવા તેના પર્યાયવાચી નામોનું કથન કર્યું છે. હિંસાની જેમ અહિંસાના પણ બે ભેદ છે. દ્રવ્ય અહિંસા અને ભાવ અહિંસા અથવા સ્વદયા અને પરદયા. પ્રસ્તુત પર્યાયવાચી નામના સ્પષ્ટીકરણથી બંને પ્રકારની અહિંસાનું સ્વરૂપ સમજી શકાય છે.
આ અહિંસા દેવો, મનુષ્યો અને અસુરો સહિત સમગ્ર લોકને માટે દ્વીપની સમાન, ત્રાણ-રક્ષણ કરનાર છે. તે વિવિધ પ્રકારના જગતના દુઃખોથી પીડિત જીવોની રક્ષા કરનાર છે. તે શરણદાત્રી–જીવોને શરણ દેનાર છે, કલ્યાણ ઈચ્છક જીવો માટે ગતિગમ્ય છે, પ્રાપ્ત કરવા યોગ્ય છે તથા પ્રતિષ્ઠા-સમસ્ત ગુણો અને સુખોનો આધાર છે. તે અહિંસા ભગવતીના ૬૦ નામોનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે(૧) નિર્વાણ :- મુક્તિનું કારણ, શાંતિ સ્વરૂપ છે. તેથી તેને નિર્વાણ કહે છે. (૨) નિવૃત્તિ – દુર્ગાન રહિત હોવાથી તેને નિવૃત્તિ કહે છે. તે માનસિક સ્વસ્થતારૂપ છે. (૩) સમાધિ - સમતાનું કારણ છે. તેથી તેને સમાધિ કહે છે. (૪) શક્તિ - આધ્યાત્મિક શક્તિ અથવા શક્તિનું કારણ છે. ક્યાંક "સ" ના સ્થાને "ત" પદ મળે છે. જેનો અર્થ છે શાંતિ, અહિંસામાં બીજાના દ્રોહની ભાવનાનો અભાવ હોય છે માટે તે શાંતિ પણ