________________
૧૪૮ ]
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
સંવર. 'કર્મનું આવવું' તે આશ્રવ છે. તો આવતા કર્મને રોકવું તે સંવર છે. નૌકાના દષ્ટાંતથી આશ્રવ અને સંવરને સમજી શકાય છે. સમુદ્રમાં સ્થિત નૌકામાં કોઈ પણ કારણસર છિદ્ર પડી ગયું અને નૌકામાં પાણી ભરાવા લાગ્યું. ત્યાર પછી નાવિક તે છિદ્રોને પૂરી દે; આવતા પાણીને રોકી દે અને ભરાયેલું પાણી ઉલેચી નાખે; તો તે નાવ સુરક્ષિતપણે કિનારે પહોંચી જાય છે. તે જ રીતે સંસાર સાગરમાં કર્મ વર્ગણારૂપી અથાગ જલ છે. શરીરરૂપી નૌકા અને જીવ રૂપી નાવિક સંસાર સાગરમાં પરિભ્રમણ કરી રહ્યો છે. તેમાં હિંસા, અસત્ય આદિ છિદ્ર દ્વારા કર્મનો પ્રવાહ આવે છે, તે આશ્રવ છે. જીવરૂપી નાવિક અહિંસા આદિ દ્વારા તે છિદ્રને બંધ કરે તે સંવર છે. ભરાયેલા પાણીને ઉલેચવા સમાન પૂર્વકૃત કર્મોનો નાશ કરવો તે નિર્જરા છે. જો સંવર અને નિર્જરાની પ્રક્રિયા યથાર્થ રીતે થાય તો તે જીવ સંસાર સાગરને તરી જાય છે. અન્યથા કર્મનું પાણી ભરાય જવાથી જીવરૂપી નાવિક સંસાર સાગરમાં ડૂબી જાય છે. પ્રસ્તુત કથનનું પ્રયોજન - "સબ કુર્જર વિમોજકુE" સર્વ દુઃખનો ક્ષય કરવા માટે પ્રસ્તુત કથન છે. સમસ્ત દુઃખોથી છુટકારો મેળવવાનો આ અમોઘ ઉપાય છે, સમસ્ત કર્મોથી રહિત થઈ શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવું. તેના માટે સંવરની આરાધના કરવી અનિવાર્ય છે. જ્યાં સુધી નવા કર્મોનું આગમન રોકાય નહીં ત્યાં સુધી કર્મપ્રવાહ આત્મામાં આવતો જ રહે છે અને જ્યાં સુધી કર્મપ્રવાહ ચાલુ હોય ત્યાં સુધી પૂર્ણ શુદ્ધિ થતી નથી. આ તથ્યને સૂચિત કરવા માટે શાસ્ત્રકારે કહ્યું છે કે સંવરકારોની પ્રરૂપણાનું પ્રયોજન સર્વ દુઃખોથી મુક્ત થવું, તે છે અને તેને યથાર્થ જાણ્યા વિના તેની સાધના થઈ શકતી નથી. સંવરના પ્રકાર :- તેના પાંચ પ્રકાર છે. અહિંસા, સત્ય, અદત્તાદાન વિરમણ, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, અહીં આ પાંચે સંવરનું ક્રમશઃ પ્રતિપાદન કર્યું છે. અહિંસાનું પ્રાધાન્ય – પાંચ સંવરમાં અહિંસા પ્રથમ છે. તે મૂળ વ્રત છે. શેષ ચાર વ્રત તેની રક્ષા માટે છે. કહ્યું પણ છે કે
णिघि8 एत्थ वयं इक्क चिय जिणवरेहिं सव्वेहिं ।
पाणाइवायवेरमणमवसेसा तस्स रक्खट्ठा ॥ સર્વ તીર્થકર ભગવંતોએ એક પ્રાણાતિપાત વિરમણ વ્રતનું કથન કર્યું છે. શેષ ચાર વ્રત તેની રક્ષા માટે છે. અથવા પાંચે વ્રત અહિંસા સ્વરૂપ છે. સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય આદિ સ્વદયા અને પરદયાનું કારણ જ છે. તેમજ 'તલ થાવર સવ્વપૂથ હોમવરી' અહિંસા ત્રસ અને સ્થાવર જીવોને માટે કલ્યાણકારી છે. અહિંસાના પાયા પર જગતના વ્યવહારો ચાલી રહ્યા છે. પ્રથમ અધ્યયન – અહિંસા
સંવરદ્વારનું મહાવ્ય :| १ ताणि उ इमाणि सुव्वय ! महव्वयाई लोयहियसव्वयाई सुयसागर-देसियाई तवसंजममहव्वयाइसीलगुणवरव्वयाईसच्चज्जवव्वयाइणरय-तिरिय-मणुय-देवगइ