________________
| શ્રુતસ્કંધ –રઅિધ્યયન-૧
૧૪૭
o)
પ્રથમ અધ્યયન.
| મહાવતા
છ
સંવરદ્વારનો પ્રારંભ :
जंबू ! एत्तो संवरदाराई, पंच वोच्छामि आणुपुव्वीए ।
जह भणियाणि भगवया, सव्वदुक्खविमोक्खणट्ठाए ॥१॥ ભાવાર્થ :- શ્રી સુધર્મા સ્વામી કહે છે કે હે જંબૂ! ભગવાને સર્વ દુઃખોથી મુક્તિના ઉપાયભૂત પાંચ સંવરદ્વારો કહ્યા છે. તેને હું અનુક્રમથી કહીશ.
पढम होइ अहिंसा, बिइयं सच्चवयणं ति पण्णत्तं ।
दत्तमणुण्णाय संवरो य, बंभचेर-मपरिग्गहत्तं च ॥२॥ ભાવાર્થ :- (આ પાંચ સંવર દ્વારોમાં) પ્રથમ અહિંસા છે. બીજું સત્ય વચન છે. ત્રીજું સ્વામીની આજ્ઞાથી દરગ્રહણ(અદત્તાદાન વેરમણ) છે. ચોથું બ્રહ્મચર્ય અને પાંચમું અપરિગ્રહ છે.
तत्थ पढम अहिंसा, तस-थावर-सव्वभूय-खेमकरी । तीसे सभावणाओ, किंचि वोच्छं गुणुद्देसं ॥३॥
ભાવાર્થ :- આ સંવર દ્વારોમાં પ્રથમ જે અહિંસા છે; તે ત્રસ અને સ્થાવર સર્વ જીવોનું ક્ષેમકુશળ કરનાર છે. હું પાંચ ભાવનાઓ સહિત અહિંસાના ગુણોનું થોડું કથન કરીશ.
વિવેચન :
પાંચ આશ્રયકારોનું વર્ણન કર્યા પછી શાસ્ત્રકારે અહીં પાંચ સંવરદ્વારોના વર્ણનની પ્રતિજ્ઞા કરી છે. સંવરના અનેક ભેદ પ્રભેદ અન્યત્ર ઉપલબ્ધ છે પરંતુ પ્રસ્તુત પ્રસંગમાં આશ્રવના પાંચ ભેદની જેમ તેના પ્રતિપક્ષી સંવરના પણ પાંચ ભેદનું જ નિરૂપણ છે.
સંવર:- આશ્રવ નિરોધઃ સંવર : I [તત્વાર્થ સૂત્ર ૬/૧] આશ્રવનો નિરોધ તે સંવર છે અથવા સચિને તિષ્યને આપનું મળિ યેન સઃ સંવર: | જેના દ્વારા આવતા કર્મો રોકાય તે