________________
[ ૧૪૪]
શ્રી પ્રશ્નવ્યાકરણ 2
બીજો શ્રુતસ્કંધ - સંવરદ્વાર
પ્રથમ અધ્યયન (4/EAAPopbopapapapapapapapapapapapapa
દ્વિતીય શ્રુતસ્કંધનું આ પ્રથમ અધ્યયન છે. તેમાં પાંચ આશ્રવના પ્રતિપક્ષી પાંચ સંવર પૈકી પ્રથમ સંવર અહિંસાનું વર્ણન છે. તેથી આ અધ્યયનનું નામ 'અહિંસા' રાખવામાં આવેલ છે.
અહિંસા અધ્યયનમાં અહિંસાનું સ્વરૂપ, અહિંસાના ૬0 પર્યાયવાચી નામ, અહિંસક સાધક, અહિંસક વ્યક્તિના આચાર વિચાર અને પ્રથમ મહાવ્રતની પાંચ ભાવનાનું નિરૂપણ છે.
અહિંસાનું સ્વરૂપ :- હિંસાનો અભાવ તે અહિંસા છે. તીર્થકર ભગવંતોએ સંસારના સમસ્ત જીવોની દયા માટે (અનુકંપાને માટે)અને તેની રક્ષા માટે આ નિગ્રંથ પ્રવચન કહ્યું છે. અહિંસાની પ્રમુખતાથી જ તીર્થકર ઉપદેશ આપે છે. સર્વ મહાવ્રતોમાં મુખ્ય અહિંસા મહાવ્રત જ છે. તેની સુરક્ષાને માટે જ શેષ ચારે મહાવ્રત છે. શેષ ચારે મહાવ્રતોથી અહિંસા મહાવ્રતની પુષ્ટિ થાય છે.
અહિંસા પ્રધાન, સમસ્ત જીવોની અનુકંપા–રક્ષા પ્રધાન આ પ્રવચન, આત્માને માટે હિતકર છે; આ ભવ પરભવ બંનેમાં કલ્યાણ કરનાર છે; અન્ય પ્રવચનોમાં અને સિદ્ધાંતોમાં અનુત્તર, શ્રેષ્ઠત્તમ, સર્વોત્તમ છે અને સમસ્ત પાપો અથવા દુઃખોને ઉપશાંત કરનાર અર્થાત્ તેનો અંત કરનાર છે.
જે રીતે પક્ષીઓને આકાશ, ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, સમુદ્રમાં ડૂબતાને જહાજ, રોગોથી પીડિતોને ઔષધ, જંગલમાં સાર્થવાહોનો સંઘ પ્રાણીને સુખપ્રદ હોય છે; તેનાથી પણ અધિકાર આ અહિંસા ભગવતી ત્રસ–સ્થાવર પ્રાણીઓ માટે મહાન કુશળ, ક્ષેમ, મંગળકારી અને સુખાવહ છે.
અહિંસા ભગવતીના પર્યાયવાચી ૬0 નામ:- અહિંસા એક આત્મગુણ છે. તે ગુણના ધારક વ્યક્તિમાં અન્ય અનેક ગુણો સહજ રીતે પ્રગટ થાય છે. તે તેના વિવિધ પર્યાયવાચી નામથી સ્પષ્ટ થાય છે. સૂત્રકારે તેના ૬૦ નામોનો ઉલ્લેખ કર્યો છે.
અહિંસાના ધારક - તીર્થંકરપ્રભુએ આ અહિંસા ભગવતીનું સમ્યક રૂપથી કથન કર્યું છે. અનેક વિશિષ્ટ જ્ઞાની, લબ્ધિધારી, તપસ્વી, ધીરમતિ, અતિશય લોકોત્તર બુદ્ધિસંપન્ન, આહાર-વિહારમાં અતિશય નિયમ સંપન્ન, સ્વાધ્યાય ધ્યાનમાં લીન, મહાવ્રતધારી, સમિતિ ગુપ્તિવંત, છકાયના રક્ષક, નિત્ય અપ્રમત્ત રહેનાર, શ્રેષ્ઠ મુનિવરો તેમજ તીર્થકર ભગવંતોએ આ અહિંસા ભગવતીનું સમ્યફ પાલન કર્યું છે.