________________
| શ્રુતસ્કંધ –રઅિધ્યયન-૧
[ ૧૪૫ ]
અન્ય અનંત જીવોએ અહિંસા મહાવ્રતનું આરાધન કર્યું છે; વર્તમાનમાં સંખ્યાતા જીવ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ અનંતાનંત જીવ આ અહિંસા મહાવ્રતનું પરિપૂર્ણ પાલન કરી મુક્તિ પ્રાપ્ત કરશે.
અહિંસકો, મહાવ્રતધારીઓની આહારચર્યા :- શરીર અને આયુષ્યને ધારણ કરવા માટે મનુષ્ય માત્રને આહારની આવશ્યકતા હોય છે. આહાર વગર દીર્ઘ સમય પર્યત સંયમચર્યાનું આરાધન થઈ શકતું નથી. તેથી જ જિનેશ્વર ભગવંતોએ આહારને માટે પૂર્ણ અસાવધ-પાપ રહિત અહિંસક વૃત્તિ નિર્દિષ્ટ કરી છે.
અહિંસક મુનિએ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ આદિ સ્થાવર તેમજ સમસ્ત ત્રણ પ્રાણીઓની દયા અનુકંપાને માટે નિર્દોષ ભિક્ષાની ગવેષણા કરવી જોઈએ. તે આહાર નવ કોટિથી શુદ્ધ હોવો જોઈએ. (૧-૩) સાધુ સ્વયં આહારને માટે હિંસા ન કરે, ન કરાવે, ન અનુમોદે (૪-૬) સ્વયં આહાર ન બનાવે, અન્ય પાસે ન બનાવડાવે, બનાવતાને અનુમોદન ન કરે (૭–૯) સ્વયં ન ખરીદે, ન ખરીદાવે, ખરીદકરનારને અનુમોદન ન કરે. આ નવ કોટિ છે. મન, વચન, કાયા, આ ત્રણે ય યોગોથી તેનું શદ્ધ પાલન કરે. ઉદગમ, ઉત્પાદન અને એષણા આ ૪ર દોષોથી રહિત શુદ્ધ આહાર સાધુ પ્રાપ્ત કરે અને પૂર્ણતયા જીવ રહિત, અચિત તેમજ નિઃશંક આહાર પાણીની ગવેષણા કરે.
સાધુનિમ્નોક્ત આચરણ ન કરે. આહાર ગ્રહણ કરવા માટે ગૃહસ્થના ઘેર ધર્મકથા ન કરે. શુભાશુભ સૂચક લક્ષણ, સ્વપ્નફળ, જ્યોતિષ નિમિત આદિનું કથન ન કરે. જાદૂમંતર આદિ ચમત્કારોનો પ્રયોગ ન કરે. કોઈની વંદના, સત્કાર, સન્માન આદિ કરી ભિક્ષા પ્રાપ્ત ન કરે. કોઈની હીલના, નિંદા, તિરસ્કાર ન કરે. કોઈને ભયભીત ન કરે, તાડન-તર્જન આદિ ન કરે. અભિમાન, માયાચાર, ગુસ્સો, હીનતા ન કરે. મિત્રતા, પ્રાર્થના(ગુણગાન) યા સેવા કરી આહારની પ્રાપ્તિ ન કરે.
સાધુએ નિમ્નોક્ત કાળજી લેવી જોઈએ. અજ્ઞાત ઘરોમાંથી[જ્યાં સાધુના જવા પૂર્વે તેના આવવાની કોઈ જાણકારી યા તૈયારી ન હોય ત્યાંથી] ભિક્ષા પ્રાપ્ત કરે. ભિક્ષા ગ્રહણ કરવામાં કોઈ પ્રકારનો આસક્તિભાવ, દ્વેષભાવ ન હોય, દીનભાવ, ઉદાસીભાવ ન હોય; હતાશ યા હીનભાવ ન હોય; કોઈપણ પ્રકારના ખેદનો અનુભવ કરી ખેદખિન્ન ન બને. સંયમ નિર્વાહ, ચારિત્ર નિર્માણ, વિનય, ક્ષમા આદિ ગુણ વૃદ્ધિની પ્રવૃત્તિથી યુક્ત થઈ સાધુએ આહાર પાણીની ગવેષણા કરવી જોઈએ.
આ પ્રકારે સાધુની આહાર પ્રાપ્તિ પણ દ્રવ્ય તેમજ ભાવથી પૂર્ણ અહિંસક, અસાવધ, પાપરહિત હોવી જોઈએ. તેનું યથાર્થ પાલન કરવાથી જ ભિક્ષુ પૂર્ણ અહિંસક બને છે. અહિંસા મહાવ્રતની પાંચ ભાવનાઓ :- અહિંસા મહાવ્રતની રક્ષા માટે, સમ્યગુ આરાધના માટે તેની પાંચ ભાવનાઓ કહી છે. તેનું સાવધાનીપૂર્વક પાલન કરવાથી જ સંયમની આરાધના અને સફળતા સંભવે છે. પ્રથમ મહાવ્રતની ભાવનાઓની વિશેષતા છે કે તેમાં સમિતિ ગુપ્તિ રૂપી અષ્ટ પ્રવચન માતાનો સમાવેશ થઈ જાય છે. તે પાંચ ભાવનાઓ આ પ્રમાણે છે– (૧) ઈર્યા ભાવના (૨) મન ભાવના (૩) વચન ભાવના (૪) એષણા ભાવના (૫) આદાન-નિક્ષેપણા ભાવના. આ પાંચે ભાવનાનું સ્વરૂપ મૂળપાઠમાં