________________
| શ્રુતસ્કંધ-૧/અધ્યયન-૫
[ ૧૪૩]
આવ્યવહારનો ઉપસંહાર :| १ एएहिं पंचहिं आसवेहि, रयमादिणित्तु अणुसमयं ।
चउविहगइपेरंतं, अणुपरियट्टति संसारे ॥१॥
આ પૂર્વોક્ત પાંચ આશ્રવદ્યારોના નિમિત્તથી જીવ પ્રતિસમય કર્મરૂપી રજનો સંચય કરી ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરતા રહે છે. | २ सव्वगइपक्खंदे, काहिंति अणंतए अकयपुण्णा ।
जे य ण सुणंति धम्म, सोऊण य जे पमायति ॥२॥ જે પુણ્યહીન પ્રાણી ધર્મનું શ્રવણ કરતા નથી અથવા શ્રવણ કરીને પણ તેનું આચરણ કરવામાં પ્રમાદ કરે છે, તે અનંતકાળ સુધી ચાર ગતિઓમાં ગમનાગમન (જન્મ-મરણ) કરતા રહે છે. |३ अणुसिटुं वि बहुविहं, मिच्छदिट्ठिया जे णरा अहम्मा ।
बद्धणिकाइयकम्मा, सुणति धम्म ण य करेति ॥३॥ જે પુરુષ મિથ્યાદષ્ટિ છે; અધાર્મિક છે; જેણે નિકાચિત(અત્યંતગાઢ) કર્મનો બંધ કર્યો છે, તે અનેક પ્રકારથી શિક્ષા મળવા પર ધર્મને સાંભળે છે પરંતુ તેનું આચરણ નથી કરતા. | ४ किं सक्का काउं जे, णेच्छइ ओसह मुहा पाउं ।
जिणवयणं गुणमहुरं, विरेयणं सव्वदुक्खाणं ॥४॥
સમસ્ત દુઃખોનો નાશ કરવાને માટે શ્રી જિનેશ્વર ભગવાનના ગુણયુક્ત વચન મધુર વિરેચનઔષધ છે. પરંતુ નિઃસ્વાર્થ ભાવથી દેવામાં આવેલા આ ઔષધને જે પીવાને ઈચ્છતા નથી, તેના માટે શું કહી શકાય ?
पंचेव य उज्झिऊणं, पंचेव य रक्खिऊण भावेणं ।
कम्मरय-विप्पमुक्कं, सिद्धिवर-मणुत्तरं जति ॥५॥
જે પ્રાણી પાંચ(હિંસા આદિ આશ્રવો)નો ત્યાગ કરી પાંચ(અહિંસા આદિ સંવરો)ની ભાવપૂર્વક રક્ષા કરે છે. તે કર્મરજથી સર્વથા રહિત થઈ સર્વોત્તમ સિદ્ધિ(મુક્તિ)પ્રાપ્ત કરે છે.
II પ્રથમ શ્રુતસ્કંધ સંપૂર્ણ II