________________
૧૪૨
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
परिग्गहस्स फलविवागं ।
एसो सो परिग्गहो पंचमो उ णियमा णाणामणिकणगरयण-महरिह एवं जाव इमस्स मोक्खवरमुत्तिमग्गस्स फलिहभूओ । त्ति बेमि ॥ ॥ રિમ અહમ્નવાર સમાં ||
ભાવાર્થ :- પરિગ્રહમાં આસક્ત પ્રાણી પરલોકમાં અને આ લોકમાં(સારી ગતિથી, સન્માર્ગથી અને સુખ શાંતિથી)ભ્રષ્ટ થાય છે, અજ્ઞાન અંધકારમાં પ્રવિષ્ટ થાય છે. તીવ્ર મોહનીયકર્મના ઉદયથી; મોહિત બુદ્ધિવાળા; લોભને વશ થયેલા જીવ; ત્રસ, સ્થાવર, સૂક્ષ્મ, બાદર પર્યાયોમાં તથા પર્યાપ્ત અને અપર્યાપ્ત અવસ્થાઓમાં સાધારણ અને પ્રત્યેક શરીરી જીવોમાં; અંડજ, પોતજ, જરાયુજ, રસજ, સંસ્વેદિમ, ઉદ્ભિજ્જી અને ઔપપાતિક જીવોમાં; નરક, તિર્યંચ, દેવ અને મનુષ્યગતિના જીવોમાં; જરા, મરણ, રોગ, શોકની બહુલતાવાળા; મહામોહરૂપી અંધકારથી વ્યાપ્ત અને ઘોર દારુણ પરલોકમાં અનાદિ, અનંત, દીર્ઘ માર્ગવાળા, ચાર ગતિરૂપ સંસાર કાનનમાં વારંવાર અનેક પલ્યોપમ અને સાગરોપમો જેટલા સુદીર્ઘકાલ પર્યંત પરિભ્રમણ કરે છે.
આ પરિગ્રહનો આ ફલવિપાક છે, જે આ લોક અને પરલોકમાં ભોગવવો પડે છે. તે અલ્પસુખ અને મહા દુઃખ દાયક છે, ઘોર–ભયથી પરિપૂર્ણ છે, પ્રગાઢ કર્મરજથી યુક્ત છે, ગાઢ કર્મ બંધનું કારણ છે; દારુણ છે, કઠોર છે અને અશાતાનો હેતુ છે, હજારો વર્ષે અર્થાત્ દીર્ઘકાલે તેનાથી મુક્તિ મળે છે પરંતુ તેના ફળ ભોગવ્યા વિના મુક્તિ નથી.
જ્ઞાતકુલનંદન મહાન આત્મા શ્રેષ્ઠ મહાવીર નામથી વિખ્યાત જિનેશ્વર દેવે પરિગ્રહનું આ ફળ પ્રતિપાદિત કર્યું છે.
આ પાંચમું આશ્રવહાર પરિગ્રહ અનેક પ્રકારના ચન્દ્રકાંત આદિ મણિઓ; સુવર્ણ, કર્કેતન આદિ રત્નો તથા બહુ મૂલ્ય અન્ય દ્રવ્યરૂપ છે યાવત્ આ પરિગ્રહ મોક્ષના માર્ગ રૂપ નિર્લોભતાને માટે અર્ગલા
સમાન છે.
॥ પાંચમું (અંતિમ) અધર્મદ્વાર સમાપ્ત ॥
વિવેચન =
સૂત્રકારે ઉપસંહારમાં પરિગ્રહના દારુણ વિપાકને પ્રગટ કર્યો છે. ચાર ગતિ રૂપ સંસાર પરિભ્રમણ, તેમાં જન્મ, જરા, મરણ, રોગ, શોક આશાતા આદિ પરિગ્રહનું પરિણામ છે.
ઉપરોક્ત કથન વીતરાગી પ્રભુ વીરનું છે તેથી સંપૂર્ણપણે વિશ્વસનીય છે.
॥ અધ્યયન-૫ સંપૂર્ણ ॥