________________
| શ્રુતસ્કંધ-૧/અધ્યયન-૫
[ ૧૪૧ |
સુવર્ણ–રત્નભેદ (૩૦) અષ્ટાદશ લિપિ જ્ઞાન (૩૧) તત્કાલ બુદ્ધિ (૩ર) વસ્તુસિદ્ધિ (૩૩) વૈદ્યકક્રિયા (૩૪) કામક્રિયા (૩૫) ઘટભ્રમ (૩૬) સારપરિશ્રમ (૩૭) અંજનયોગ (૩૮) ચૂર્ણયોગ (૩૯) હસ્તલાઘવ (૪૦) વચનપાટવ (૪૧) ભોજ્યવિધિ (૪૨) વાણિજ્યવિધિ (૪૩) મુખમંડન (૪૪) શાલિખંડન (૪૫) કથાકથન (૪૬) પુષ્પગ્રથન (૪૭) વક્રોક્તિ જલ્પન (૪૮) કાવ્યશક્તિ (૪૯) ફારવેશ (૫૦) સકલ ભાષાવિશેષ (૫૧) અભિધાનજ્ઞાન (પર) આભરણપરિધાન (૫૩) નૃત્ય ઉપચાર (૫૪) ગૃહઆચાર, (૫૫) શાઠયકરણ (૫૬) પર નિરાકરણ (૫૭) ધાન્ય રંધન (૫૮) કેશબંધન (૫૯) વીણાદિનાદ (0) વિતંડાવાદ (૬૧) અંકવિચાર (ર) લોકવ્યવહાર () અંત્યક્ષરી (૪) પ્રશ્ન પહેલિકા.
ઉપરોક્ત કલા વિજ્ઞાનથી પ્રાચીન કાળની શિક્ષાપદ્ધતિ અને જીવન પદ્ધતિનું સુંદર ચિત્ર આપણી સમક્ષ ખડુ થઈ જાય છે. ટૂંકમાં પોતાની પરિગ્રહવૃત્તિનું પોષણ કરવા વ્યક્તિ ગમે તે પ્રવૃત્તિ કરે છે. પરિગ્રહનું દુષ્પરિણામ :- જે ચારે બાજુથી જીવને પકડી રાખે–જકડી રાખે તે પરિગ્રહ છે. પરિગ્રહની પુષ્ટિ માટે તેને હિંસા, અસત્ય, ચોરી આદિ સર્વ પાપસ્થાનનું સેવન કરવું જ પડે છે. નીતિકારોએ પણ કહ્યું છે કે
अर्थानामर्जने दुक्खं, अर्जिताम् च रक्षणे ।।
आये दुक्खं व्यये दुक्खं, धिक् ! अहो दुक्खभाजनम् ॥ અર્થ– ધનની પ્રાપ્તિમાં દુઃખ છે. પ્રાપ્ત થયા પછી તેના સંરક્ષણમાં દુઃખ છે. તેના આવવા પર દુઃખ અને જવા પર પણ દુઃખ છે. ધિક્કાર છે તે દુઃખના ભાઇનરૂપ ધનને.
સામાન્ય જન સમાજ તેને સુખનું કારણ સમજે છે પરંતુ તે તેની ભ્રાંતિ અને મૂઢતા છે. વાસ્તવમાં તે વધ, બંધન આદિ અનેક પ્રકારના ક્લેશનું કારણ છે. શાસ્ત્રકાર પરિગ્રહને 'સલ્વદુકgoણનયન કહ્યો છે. પરિગ્રહ સર્વ દુઃખોનું ઘર છે. પરિગ્રહનું ભયાનક ફળ :| ५ | परलोगम्मि य णट्ठा तमं पविट्ठा महयामोहमोहियमई तिमिसंधयारे तसथावरसुहुम बायरेसु पज्जत्तमपज्जत्तग-साहारण-पत्तेयसरीरेसु य अण्डयपोयय-जराउय-रसय-संसेइम-सम्मुच्छिम उब्भिय-उववाइसु य णरय-तिरियदेव-मणुस्सेसुजरामरणरोगसोगबहुलेसु पलिओवमसागरोवमाइं अणाइयं अणवयग्गं दीहमद्धं चाउरतसंसारकतारं अणुपरियट्टति जीवा लोहवस सण्णिविट्ठा ।
एसो सो परिग्गहस्स फलविवागो इहलोइओ परलोइओ अप्पसुहो बहुदुक्खो महब्भओ बहुरयप्पगाढो दारुणो कक्कसो असाओ वाससहस्सेहिं मुच्चइ ण य अवेयइत्ता अत्थि हु मोक्खोत्ति ।।
एवमासु णायकुलणंदणो महप्पा जिणो उ वीरवरणामधिज्जो कहेसी य