________________
શ્રુતસ્કંધ–૧/અધ્યયન-૫
एए अण्णे य एवमाई परिग्गहं संचिणंति अनंत असरणं दुरंतं अधुवमणिच्चं असासयं पावकम्मणेम्मं अवकिरियव्वं विणासमूलं वहबंधपरिकिलेसबहुलं अणंतसंकिलेस कारणं, ते तं धणकणगरयणणिचयं पिंडिया चेव लोहघत्था संसारं अइवयंति सव्वदुक्खसण्णिलयणं ।
૧૩૭
ભાવાર્થ :- પૂર્વ સૂત્રોક્ત પરિગ્રહના લોભથી ગ્રસ્ત; પરિગ્રહ પ્રત્યે રૂચિ રાખનાર; ઉત્તમ ભવનોમાં અને વિમાનોમાં નિવાસ કરનાર(ભવનવાસી અને વૈમાનિક) મમત્વ પૂર્વક પરિગ્રહને ગ્રહણ કરે છે. દેવનિકાય—સમૂહ પણ વિવિધ પ્રકારના પરિગ્રહને સંચિત કરવાની બુદ્ધિવાળા છે. તે દેવ નિકાય આ પ્રમાણે છે– અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, પવનકુમાર, સ્તનિતકુમાર(દસ પ્રકારના ભવનવાસી દેવ)તથા આણપજ્ઞિક, પાણપજ્ઞિક, ઋષિવાદિક, ભૂતવાદિક, કન્દ્રિત, મહાકંદિત, કુષ્માંડ, પતંગદેવ અને પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિમ્પુરુષ, મહોરગ, ગાંધર્વ, (આ સોળ વ્યંતરદેવો છે) તથા મધ્યલોકમાં નિવાસ–વિચરણ કરનાર પાંચ પ્રકારના જ્યોતિષ્ઠદેવોમાં–બૃહસ્પતિ, ચંદ્ર, સૂર્ય, શુક્ર, અને શનિ, રાહુ, ધૂમકેતુ, બુધ અને અંગારક, તપાવેલા સુવર્ણના વર્ણ જેવા મંગલ, બીજા પણ કેતુપર્યંત ગ્રહો જ્યોતિષચક્રમાં ફરે છે, તે ગતિમાં પ્રસન્નતાનો અનુભવ કરનાર છે. અઠ્ઠાવીસ પ્રકારના નક્ષત્ર દેવગણ, અનેક પ્રકારના સંસ્થાન-આકારવાળા તારાગણ, સ્થિર લેશ્યા—તેજવાળા અર્થાત્ સદા એકસરખા તેજવાળા; મનુષ્ય ક્ષેત્રની અંદર વિચરણ કરે છે(જે મધ્યલોકની ઉપરના ભાગમાં સમતલ ભૂમિથી ૭૯૦ યોજનથી ૯૦૦ યોજન સુધીની ઊંચાઈમાં રહે છે)તથા અવિશ્રાંત નિરંતર–ગોળાકારે ગતિ કરનાર હોય છે. આ સર્વ દેવો પરિગ્રહને ગ્રહણ કરે છે.
(તે સિવાય) ઉર્ધ્વલોકમાં નિવાસ કરનાર વૈમાનિક દેવ બે પ્રકારના છે. કલ્પોપપન્ન અને કલ્પાતીત. સૌધર્મ, ઈશાન, સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસ્રાર, આણત, પ્રાણત, આરણ, અચ્યુત, આ ઉત્તમ કલ્પ–વિમાનોમાં વાસ કરનાર કલ્પોપપન્ન છે.
તેની ઉપર નવ ગ્રેવેયક અને પાંચ અનુત્તર વિમાનોમાં રહેનાર બન્ને પ્રકારના દેવ કલ્પાતીત છે. આ વિમાનવાસી(વૈમાનિક) દેવ મહાન ઋદ્ધિના ધારક શ્રેષ્ઠ દેવો છે.
(પૂર્વોક્ત) ચારે ય પ્રકારની જાતિના દેવો પોતપોતાની પરિષદ સહિત પરિગ્રહને ગ્રહણ કરે છે. તેમાં મૂર્છાભાવ રાખે છે. આ સર્વ દેવ ભવન, હાથી આદિ વાહન, રથ આદિ યાન, પુષ્પક આદિ વિમાન, શય્યા, ભદ્રાસન, સિંહાસન, પ્રકૃતિઆસન, વિવિધ પ્રકારના વસ્ત્ર તેમજ ઉત્તમ પ્રકરણ અર્થાત્ શસ્ત્રો– અસ્ત્રો; અનેક પ્રકારના મણિઓના પચરંગી દિવ્ય ભાજનો—પાત્રો; વૈક્રિય લબ્ધિથી—ઈચ્છા અનુસાર રૂપ બનાવનાર કામરૂપા અપ્સરાના સમૂહ; દ્વીપ, સમુદ્ર, પૂર્વ આદિ દિશાઓ; ઈશાન આદિ વિદિશાઓ; ચૈત્યો—માણવક આદિ અથવા ચૈત્યસ્તૂપો; વનખંડો અને પર્વતો ગ્રામો અને નગરો, આરામો, ઉદ્યાનો, બગીચાઓ, જંગલો, કૂવા, સરોવર, તળાવ, વાવડી, લાંબી વાવડી, દેવકુલ, દેવાલય, સભા, પ્રપા અર્થાત્ પરબ અને વસ્તી તેમજ ઘણા જ કીર્તન યોગ્ય, સ્તુતિયોગ્ય, ધર્મસ્થાનોને મમત્વપૂર્વક સ્વીકાર કરે છે. આ