________________
૧૩૮ |
શ્રી પ્રશ્નવ્યાકરણ સત્ર
પ્રકારે વિપુલ દ્રવ્ય યુક્ત પરિગ્રહને ગ્રહણ કરવા છતાં ઈન્દ્રો સહિત દેવોને પણ તૃપ્તિ તેમજ સંતોષ થતો નથી.
આ સર્વ દેવ અત્યંત તીવ્ર લોભથી અભિભૂત સંજ્ઞાવાળા છે. વર્ષધર પર્વતો-ભરત આદિ ક્ષેત્રોને વિભક્ત કરનાર હિમવંત, મહાહિમવંત આદિ, ઈષકાર—ઘાતકી ખંડ અને પુષ્કરવર દ્વીપમાં પૂર્વાર્ધ–ઉત્તરાર્ધ ખંડને વિભક્ત કરનાર દક્ષિણ અને ઉત્તર દિશાઓમાં લાંબા પર્વત, વૃત્તપર્વત–શબ્દપાતી આદિ ગોળાકાર પર્વત, કુંડલપર્વત-જંબુદ્વીપથી અગિયારમાં કુંડલ નામના દ્વીપમાં મંડલાકાર પર્વત, રૂચકવર પર્વત-તેરમાં રૂચક નામના દ્વીપમાં મંડલાકાર રૂચકવર નામનો પર્વત, માનુષોતર–મનુષ્યક્ષેત્રની સીમા નિર્ધારિત કરનાર પર્વત; કાલોદધિસમુદ્ર, લવણસમુદ્ર, સલિલા(ગંગા આદિ મહાનદીઓ), હદપતિ-પ૫, મહાપા આદિ હૃદ–સરોવર; રતિકર પર્વત-આઠમાં નંદીશ્વર નામના દ્વીપના ખૂણામાં સ્થિત જાલરના આકારના ચાર પર્વત, અંજનક પર્વત-નંદીશ્વર દ્વીપના ચક્રવાલમાં રહેલા કાળા વર્ણનો પર્વત, દધિમુખ પર્વત-અંજનક પર્વતોની પાસેની ૧૬ પુષ્કરણીમાં સ્થિત સોળ પર્વત, અવપાત પર્વત-વૈમાનિક દેવ મનુષ્ય ક્ષેત્રમાં આવવાને માટે જેના ઉપર ઉતરે છે તે પર્વત–ઉત્પાત પર્વત, ભવનપતિ દેવ જે પર્વત પરથી મનુષ્યક્ષેત્રમાં આવે છે–તે તિગિચ્છ ફૂટ આદિ, કાંચનક પર્વત–ઉત્તરકુરૂ અને દેવકુફ ક્ષેત્રોમાં સ્થિત સુવર્ણમય પર્વત, ચિત્ર-વિચિત્ર પર્વત-નિષધ નામના વર્ષધર પર્વતની પાસે શીતોદા નદીના કિનારે ચિત્રકૂટ અને વિચિત્રકૂટ નામનો પર્વત, યમકવર પર્વત-નીલવંત નામના વર્ષધર પર્વતની પાસે સીતા નદીના કિનારા પર રહેલ બે પર્વત, શિખરી પર્વત-સમુદ્રમાં સ્થિત ગોસ્તૂપ આદિ પર્વત, કૂટ (નંદનવનના કૂટ)આદિમાં રહેનાર દેવપણ પરિગ્રહથી સંતોષ પામતા નથી(તો પછી બીજા પ્રાણીઓ માટે તો કહેવું જ શું?) તે પરિગ્રહથી કેવી રીતે તૃપ્ત થઈ શકે ?
વક્ષસ્કારોથી સુવિભક્ત દેવકુરુ, ઉત્તરકુરુ આદિ અકર્મભૂમિઓમાં અને કર્મભૂમિઓમાં (મહાવિદેહના બત્રીસ વિજયો અને ભરત આદિમાં)જે મનુષ્ય નિવાસ કરે છે; યથા-ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, માંડલિકરાજા, ઈશ્વર, યુવરાજ, મોટા મોટા એશ્વર્યશાળી લોકો, તલવર (મસ્તક ઉપર સોનાની પટ્ટી બાંધેલ રાજસ્થાનીય),સેનાપતિ, ઈભ્યઅંબાડી સહિત હાથીને ઢાંકી શકાય તેટલી વિશાળ સંપત્તિના સ્વામીશ્રેષ્ઠી (શ્રી દેવતા દ્વારા અલંકૃત ચિહ્નને મસ્તક ઉપર ધારણ કરનાર શેઠ), રાષ્ટ્રિક-(રાષ્ટ્રની ઉન્નતિઅવનતિના વિચારને માટે નિયુક્ત કરેલા અધિકારી), પુરોહિત (શાંતિકર્મ કરાવનાર), કુમાર (રાજપુત્ર), દિંડનાયક(કોટવાલ સ્થાનીય રાજ્યાધિકારી), માડંબિક(મડંબના અધિપતિ–નાના રાજા), સાર્થવાહ(ઘણા નાના વેપારીઓને સાથે લઈને ચાલનાર મોટા વ્યાપારી), કૌટુંબિક(મોટા કુટુંબના અથવા ગામના મુખ્ય માણસ)અને અમાત્ય(મંત્રી), આ સર્વ અને તેના સિવાય અન્ય મનુષ્ય પરિગ્રહનો સંચય કરે છે. તે પરિગ્રહ અનંત અથવા પરિણામ શૂન્ય છે; અશરણ-દુઃખથી રક્ષા કરવામાં અસમર્થ છે; તે પરિગ્રહ દુઃખમય અંતવાળો છે. તે અધુવ છે, અનિત્ય છે અને પ્રતિક્ષણ વિનાશશીલ હોવાથી અશાશ્વત છે, પાપકર્મોનું મૂળ છે. તે જ્ઞાનીજનોને માટે ત્યાજ્ય છે, વિનાશનું મૂળ કારણ છે; અન્ય પ્રાણીઓના વધ અને બંધનનું કારણ છે અથવા પરિગ્રહ સ્વયં પરિગ્રહીને માટે વધ–બંધન આદિ અનેક પ્રકારના ઘોર કલેશનું કારણ બની જાય છે. આ પ્રકારે તે પૂર્વોક્ત દેવ આદિ ધન, સોનું, રત્નો, આદિનો સંચય કરતા લોભથી ગ્રસ્ત થાય છે અને સમસ્ત પ્રકારના દુઃખના સ્થાનરૂપ આ સંસારમાં પરિભ્રમણ કરતા રહે છે.