________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
શરીરના બંધારણમાં ઉચિત પ્રમાણવાળા, ચાલવા સમયે પણ અતિ કોમળ, કાચબા સમાન ઉન્નત અને મનોજ્ઞ હોય છે. તેની આંગળીઓ સીધી, કોમળ, પુષ્ટ અને સુસંહત હોય છે. તેના નખો ઉન્નત, પ્રસન્નતા જનક, પાતળા, નિર્મળ અને ચમકદાર હોય છે. તેના પગની ઘૂંટી સુઘટિત સુશ્લિષ્ઠ અને માંસલ હોય છે. તેની બન્ને જંઘાઓ રૂંવાટા રહિત ગોળાકાર, શ્રેષ્ઠ માંગલિક લક્ષણોથી સંપન્ન અને રમણીય હોય છે. તેના ઘૂંટણો—ગોઠણ સુંદર રૂપથી નિર્મિત તથા માંસયુકત હોવાના કારણે નિગૂઢ હોય છે. તેના સાંધાઓ માંસયુક્ત, પ્રશસ્ત તથા નસોથી સુબદ્ધ હોય છે. તેની ઉપરની જંઘા–સાથળ કદલી–સ્તંભથી પણ અધિક સુંદર આકારની, કોઈપણ ઘાવ આદિથી રહિત, સુકુમાર, કોમળ, અંતરરહિત, સમાન, પ્રમાણોપેત, સુંદર લક્ષણોથી યુક્ત, સુજાત, ગોળાકાર અને પુષ્ટ હોય છે. તેની કમ્મર અષ્ટાપદ–ધૂતવિશેષની વીચીઓની સમાન તરંગાકૃતિ રેખાઓથી યુક્ત, ફલક સમાન શ્રેષ્ઠ અને ફેલાયેલી હોય છે. તે મુખની લંબાઈના પ્રમાણથી અર્થાત્ ૧૨ અંગુલથી બમણી અર્થાત્ ચોવીશ અંગુલ પ્રમાણ વિશાળ, માંસલ–પુષ્ટ શ્રેષ્ઠ જઘન કટિપ્રદેશથી નીચેના ભાગને ધારણ કરનારી હોય છે.
૧૨૨
તેનું પેટ વજ્ર સમાન(વચ્ચેથી પાતળું) શોભાયમાન, શુભલક્ષણોથી સંપન્ન અને કૃશ હોય છે. તેના શરીરનો મધ્યભાગ ત્રિવલી–ત્રણ રેખાઓથી યુક્ત, કૃશ અને નમેલો—ઝૂકેલો હોય છે. તેની રોમરાજી સીધી, એકસરખી, પરસ્પર મળેલી સ્વાભાવિક બારીક, કાળી મુલાયમ, પ્રશસ્ત, લલિત, સુકુમાર, કોમળ અને સુવિભક્ત, યથાસ્થાને ગોઠવાયેલી હોય છે. તેની નાભિ ગંગાનદીના વમળોની સમાન દક્ષિણાવર્ત, તરંગમાળા જેવી, સૂર્યના કિરણોથી તાજા ખીલેલા અને નહીં કરમાયેલા કમળ સમાન ગંભીર અને વિશાળ હોય છે. તેની કુક્ષિ અનુગ્ભટ–અનુન્નત, પ્રશસ્ત, સુંદર અને પુષ્ટ હોય છે. તેનો પાર્શ્વભાગ સન્નત–ઉચિત પ્રમાણમાં નીચે ઝૂકેલ, સુગઠિત અને સંગત હોય છે તથા પ્રમાણોપેત, ઉચિતમાત્રામાં રચિત, પુષ્ટ અને રતિદ અર્થાત્ પ્રસન્નતાપ્રદ હોય છે. તેની ગાત્રયષ્ટિ પીઠના ઉન્નત હાડકાથી રહિત, શુદ્ધ સુવર્ણથી નિર્મિત રુચકનામના આભૂષણ સમાન નિર્મલ અને સુવર્ણના તેજ સમાન, સુગઠિત તથા નિરોગી હોય છે. તેના બન્ને પયોધર—સ્તન સુવર્ણના બે કળશોની સમાન, પ્રમાણયુક્ત, ઉન્નત, કઠોર તથા મનોહર ચૂચુ–પયોધરના મુખવાળા તથા ગોળાકાર હોય છે. તેની ભુજાઓ સર્પની આકૃતિ સમાન ક્રમશઃ પાતળી, ગાયના પૂંછ સમાન ગોળાકાર, એકસરખી, શિથિલતાથી રહિત, સારી રીતે નિર્માણ કરેલ, સુભગ એવં લલિત હોય છે. તેના નખો તામ્રવર્ણ—લાલિમાયુક્ત હોય છે. તેના અગ્રહસ્ત–કાંડા અથવા હથેળી માંસલ પુષ્ટ હોય છે. તેની આંગળીઓ કોમળ અને પુષ્ટ હોય છે. તેની હસ્તરેખાઓ સ્નિગ્ધ–ચીકણી હોય છે તથા ચંદ્ર, સૂર્ય, શંખ, ચક્ર અને સ્વસ્તિકના ચિહ્નોથી યુક્ત તેમજ સુનિર્મિત હોય છે.
તેની કાંખ તથા મલોત્સર્ગસ્થાન પુષ્ટ તથા ઉન્નત હોય છે. તેમજ કપાળ, પરિપૂર્ણ તથા ગોળાકાર હોય છે. તેની ગ્રીવા ચાર અંગુલ પ્રમાણ અને ઉત્તમ શંખ જેવી હોય છે. તેની દાઢી માંસથી પુષ્ટ, સુસ્થિર તથા પ્રશસ્ત હોય છે. તેના(અધરોષ્ઠ) નીચેના હોઠ દાડમના ખીલેલા ફૂલ જેવા લાલ, કાંતિમય, પુષ્ટ, થોડાલાંબા, સંકોચાયેલા અને ઉત્તમ હોય છે. તેના (ઉત્તરોષ્ઠ) ઉપરના હોઠ પણ સુંદર હોય છે. તેના દાંત દહીં, જલબિંદુ, કુંદના ફૂલ, ચંદ્રમા અને ચમેલીની કળીની સમાન સફેદ, અંતરરહિત એક–બીજાથી સુનિહિત અને ઉજ્જવળ હોય છે. તેનું તાળવું અને જીભ રક્તકમળની જેમ લાલ તથા કમળપત્રની