________________
| શ્રુતસ્કંધ-૧/અધ્યયન-૪
૧૨૩ |
સમાન કોમળ હોય છે. તેનું નાક કરેણની કળી સમાન, વક્રતાથી રહિત, આગળથી ઉન્નત સીધું અને ઊંચું હોય છે. તેના નેત્ર શરદઋતુના સૂર્ય વિકાસી નવીન કમળ, ચંદ્ર વિકાસી કુમુદ તથા કુવલય-નીલકમલના પત્રોના સમૂહ સમાન, શુભલક્ષણોથી યુક્ત, કુટિલતા-ત્રિરછાપણાથી રહિત અને કમનીય હોય છે. તેની ભ્રમર થોડા નમેલા ધનુષની સમાન મનોહર, કૃષ્ણવર્ણા અભ્રરાજિ–વાદળોની સમાન સુંદર, પાતળી, કાળી અને સ્નિગ્ધ હોય છે. તેના કાન સુંદર આકારવાળા અને સમુચિત પ્રમાણથી યુક્ત હોય છે. તેના કાનોની શ્રવણશક્તિ સુંદર હોય છે. તેની કપાળની રેખા પુષ્ટ, સ્વચ્છ અને ચીકણી હોય છે. તેનું લલાટ ચાર આંગળ વિસ્તારવાળું અને એકસરખા માપવાળું હોય છે. તેનું મુખ ચાંદનીયુક્ત નિર્મળ અને સંપૂર્ણ ચંદ્રમાની સમાન ગોળાકાર તેમજ સૌમ્ય હોય છે. તેનું મસ્તક છત્રની સમાન ઉન્નત હોય છે. તેના મસ્તકના વાળ કાળા ચીકણા અને લાંબા-લાંબા હોય છે.
તે નિમ્નલિખિત બત્રીસ લક્ષણોથી સંપન્ન હોય છે. ૧, છત્ર ૨, ધ્વજા ૩, યજ્ઞસ્તંભ ૪, સ્તુપ ૫, દામિની માળા ૬ કમંડલ ૭, કળશ ૮, વાપી ૯, સ્વસ્તિક ૧૦, પતાકા ૧૧,યવ ૧૨, મત્સ્ય ૧૩, કચ્છપ ૧૪, પ્રધાનરથ ૧૫, મકરધ્વજ (કામદેવ) ૧૬, વજ ૧૭, થાળ ૧૮, અંકુશ ૧૯, અષ્ટાપદ-જુગાર રમવાનો પટ્ટ અથવા વસ્ત્ર. ૨૦, સ્થાપનિકા-ઠવણી ૨૧, દેવ ૨૨, લક્ષ્મીનો અભિષેક ૨૩, તોરણ ૨૪, પૃથ્વી ર૫, સમુદ્ર ૨૬, શ્રેષ્ઠભવન ૨૭, શ્રેષ્ઠપર્વત ૨૮,ઉત્તમદર્પણ ૨૯, ક્રીડા કરતો હાથી ૩૦, વૃષભ ૩૧, સિંહ ૩૨, ચામર.
તેની ચાલ હંસ જેવી અને વાણી કોયલના સ્વરની જેમ મધુર હોય છે. તે કમનીય, તેજથી યુક્ત અને સર્વને પ્રિય લાગે છે. તેના શરીર પર કરચલી પડતી નથી. તેના વાળ સફેદ થતા નથી. તેના અંગમાં કોઈ પ્રકારની હીનતા આવતી નથી, કુરૂપતા આવતી નથી, તે વ્યાધિ, દુર્ભાગ્ય, સૌભાગ્યહીનતા અને શોક ચિંતાથી મુક્ત રહે છે. તેણીની ઊંચાઈ પુરુષોથી થોડી ઓછી હોય છે. શૃંગારના આગાર—ઘર સમાન અને સુંદર વેશભૂષાથી સુશોભિત હોય છે. તેના સ્તન, જંઘા, મુખ(ચહેરો), હાથ-પગ અને નેત્ર સર્વ અંગો અત્યંત સુંદર હોય છે. તેણી લાવણ્ય, રૂપ અને યૌવનના ગુણોથી સંપન્ન હોય છે. નંદનવન પ્રદેશમાં વિચરણ કરનારી અપ્સરાઓ સરખી ઉત્તરકુરૂ ભોગભૂમિક્ષેત્રના યુગલિક મનુષ્યોની અપ્સરાઓ હોય છે. તેણી આશ્ચર્યજનક અને દર્શનીય હોય છે. તેણી ત્રણ પલ્યોપમનું ઉત્કૃષ્ટ મનુષ્યાયુ ભોગવીને ત્રણ પલ્યોપમ જેટલા દીર્ઘકાલ સુધી મનગમતા માનવીય ભોગોપભોગનો ભોગવટો કરવા છતાં કામભોગોથી સંતુષ્ટ ન થતાં અતૃપ્ત રહીને જ મૃત્યુને પ્રાપ્ત થાય છે.
વિવેચન :
પ્રસ્તુત પાઠમાં ભોગભૂમિની નારીઓનું વિસ્તૃત વર્ણન કર્યુ છે. આ વર્ણનમાં તેના શરીરનું નખશિખ વર્ણન છે. અકર્મભૂમિની સ્ત્રીઓનું ત્રણ પલ્યોપમનું આયુષ્ય હોય છે. આ જીવન મર્યાદા મનુષ્યોને માટે અધિકતમ છે. આટલા લાંબા સમય સુધી તેનું યૌવન અખંડિત રહે છે, તેને વૃદ્ધત્વ આવતું નથી. જીવન પર્યત તે આનંદપૂર્વક ભોગ વિલાસમાં મગ્ન રહે છે છતાં અંતે ભોગોથી અતૃપ્ત જ રહીને મૃત્યુ પામે