________________
૧૦૪ ]
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
૬. સંખ્યા :- માનસિક સંકલ્પથી ઉત્પન્ન થતું હોવાથી તેને સંકલ્પી કહે છે. ૭. નાથાપાઈ :- પદ અર્થાત્ સંયમ સ્થાનોને બાધિત કરનાર અથવા 'વાવના પ્રગાનામ' પ્રજા અર્થાત્ સર્વસાધારણને દુઃખી કરનારું કૃત્ય હોવાથી તેને બાધનાપદ કહે છે. ૮. વણો :- શરીર અને ઈન્દ્રિયોનો દર્પ વિશેષ પુષ્ટ થવાથી ઉત્પન્ન થતું હોવાથી તેને દર્પ કહે છે. ૯. મોહો :- (અજ્ઞાનતા) અવિવેક–હિતાહિતના વિવેકને નષ્ટ કરીને વ્યક્તિને મૂઢ બનાવે છે. તેથી તેને મોહ કહે છે. ૧૦. માંહોમો :- માનસિક ક્ષોભથી ઉત્પન્ન થાય છે અથવા મનમાં ક્ષોભ, ઉદ્વેગ ઉત્પન્ન કરે છે અથવા મનને ચલાયમાન કરતું હોવાથી તેને મનઃસંક્ષોભ કહે છે. ૧૧. જિલ્લો :- મનોનિગ્રહ ન કરવાથી ઉત્પન્ન થતું હોવાથી તેને અનિગ્રહ કહે છે. ૧૨. ગુણો :- લડાઈ-ઝગડા ક્લેશ ઉત્પન્ન કરાવનાર અથવા વિપરીત ગ્રહ–આગ્રહ અભિનિવેશથી ઉત્પન્ન થાય છે તેથી તેને વિગ્રહ કહે છે. ૧૩. વિયાઓ :- આત્માના ગુણોનું ઘાતક છે. તેથી તેને વિઘાત કહે છે. ૧૪.વિમો :- સંયમ આદિ સદગુણોનો ભંગ કરનાર છે. તેથી તેને વિભંગ કહે છે. ૧૫. વિભનો - ભ્રમનો ઉત્પાદક અર્થાતુ અહિતમાં હિતની બુદ્ધિ ઉત્પન્ન કરે છે. તેથી તેને વિશ્વમ કહે
૧૬. દમો :- પાપનું કારણ છે. તેથી તેને અધર્મ કહે છે. ૧૭. સતીત :- શીલનું ઘાતક, સદાચરણનું વિરોધી છે. તેથી તેને અશીલતા કહે છે. ૧૮.ગામધમ્મતિ:- ઈન્દ્રિયોના વિષયભૂત શબ્દાદિકામ-ભોગોની અને ગવેષણા સેવનરૂપ હોવાથી તેને ગામધર્મતૃપ્તિ કહે છે. ૧૯. :- ક્રીડા –સંભોગ કરવારૂપ હોવાથી તેને રતિ કહે છે. ૨૦. રાવત :- નર-નારીના શૃંગાર હાવ-ભાવ વિલાસ આદિના ચિંતનથી ઉત્પન્ન થાય છે. તેથી તેને રાગચિંતા કહે છે. ૨૧. વનમોનમ :- કામ ભોગોની આસક્તિથી થનારા મૃત્યુનું કારણ બની શકે છે. તેથી તેને કામભોગમાર કહે છે. રર. વેરં:- વેર વિરોધનો હેતુ હોવાથી તેને વૈર કહે છે. ૨૩. રહ્યાં :- એકાંતમાં કરવામાં આવતું કૃત્ય હોવાથી તેને રહસ્ય કહે છે. ૨૪. ગુન્સ - છુપાઈને કરવામાં આવતું યા છુપાવવા યોગ્ય કર્મ હોવાથી તેને ગુહ્ય કહે છે. ૨૫. વહુમાળો :- સંસારી જીવો દ્વારા બહુમાન્ય હોવાથી તેને બહુમાન્ય કહે છે. ર૬. વંશવપો :- બ્રહ્મચર્યના પાલનમાં વિઘ્ન કરનાર છે. તેથી તેને બ્રહ્મચર્ય વિન કહે છે. ૨૭. વાવત્તા - આત્માના સ્વાભાવિક ગુણોનું વિનાશક હોવાથી તેને વ્યાપત્તિ કહે છે.