________________
| શ્રુતસ્કંધ-૧/અધ્યયન-૪
૧૦૫ |
૨૮.વિરહ :- સમ્યક ચારિત્રની વિરાધના કરનારું કૃત્ય છે. તેથી તેને વિરાધના કહે છે. ર૯.પ૩ો :- આસક્તિનું પ્રબળ કારણ હોવાથી તેને પ્રસંગ કહે છે. 80. I T :- કામ વાસનાનું કાર્ય હોવાથી તેને કામગુણ કહે છે. વિવેચન :
પૂર્વોક્ત ત્રીસ નામને વિચારતા સ્પષ્ટ થાય છે કે અબ્રહ્મચર્યસેવનનું મૂળ મનમાં ઉત્પન્ન થનાર એક વિશેષ પ્રકારનો વિકાર છે. માટે તેને "મનોજ્ઞ" પણ કહેલ છે. તે ઉત્પન્ન થતાં જ મનને ડહોળી નાખે છે. આ કારણે તેનું નામ 'મન્મથ પણ છે. મનમાં ઉત્પન્ન થનાર આ વિકાર શુદ્ધ આત્મસ્વરૂપની ઉપલબ્ધિમાં બાધક છે, તે ચારિત્રમાં વિશ્ન ઉપસ્થિત કરે છે.
જ્યારે ઈન્દ્રિયો બળવાન બની જાય, શરીર પુષ્ટ થઈ જાય, ત્યારે જ કામવાસના ઉત્પન્ન થઈ શકે છે. દર્પ નામથી આ સ્પષ્ટ થાય છે. તેથી પૂર્ણ બ્રહ્મચર્યની આરાધના કરનારા સાધક વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરીને પોતાની ઈન્દ્રિયોને નિયંત્રિત રાખે છે અને પોતાના શરીરને પણ બલિષ્ટ બનાવતા નથી. તેના માટે રસનેન્દ્રિય પર નિયંત્રણ રાખવું અને પૌષ્ટિક આહારનો ત્યાગ કરવો અનિવાર્ય જ છે.
ત્રીસ નામોમાં એક નામ સંસર્ગી પણ છે. તેનાથી ધ્વનિત થાય છે કે અબ્રહ્મચર્યના પાપથી બચવા માટે વિજાતીય સંસર્ગથી દૂર રહેવું જોઈએ. વિજાતીય સંસર્ગ કામ વાસનાને ઉત્પન્ન કરે છે.
અબ્રહ્મચર્યના મોહ, વિગ્રહ, વિઘાત, વિભ્રમ, વ્યાપત્તિ, બાધનાપદ આદિ જે નામ છે તેનાથી જાણી શકાય છે કે આ વિકાર મનમાં વિપરીત ભાવનાઓ ઉત્પન્ન કરે છે. કામને વશીભૂત થયેલ પ્રાણી મૂઢ બની જાય છે. તે હિતાહિતને, કર્તવ્ય અકર્તવ્યને, શ્રેય–અશ્રેયને યથાર્થ રૂપે સમજી શકતા નથી. તેનો વિવેક નષ્ટ થઈ જાય છે. તેનો વિચાર વિપરીત દિશા પકડી લે છે, તેના શીલ–સદાચાર- સંયમનો વિનાશ થઈ જાય છે.
વિગ્રહિક અને 'વેર' નામથી સ્પષ્ટ થાય છે કે અબ્રહ્મચર્ય લડાઈ, ઝગડા, યુદ્ધ, ક્લેશ આદિનું કારણ છે. પ્રાચીન કાળમાં કામવાસનાને કારણે અનેકાનેક યુદ્ધ થયેલા છે. જેમાં હજારો, લાખો મનુષ્યોનું લોહી રેડાયેલ છે. શાસ્ત્રકારે સ્વયં આગળ એવા અનેક ઉદાહરણ પ્રગટ કર્યા છે. આધુનિક કાળમાં પણ અબ્રહ્મ સેવનની કુવૃત્તિના કારણે અનેક પ્રકારના લડાઈ ઝગડા થતા જ રહે છે, હત્યાઓ પણ થતી રહી
આ રીતે પૂર્વોક્ત ત્રીસ નામ અબ્રહ્મચર્યના સ્વરૂપને અને તેનાથી થનારા ભીષણ અનર્થોને પણ સૂચિત કરે છે.
અહાચર્ચના સેવક જીવો :| ३ तं च पुण णिसेवंति सुरगणा सअच्छरा मोहमोहियमई असुर-भुयग-गरुल