________________
શ્રુતસ્કંધ-૧/અધ્યયન-૪.
[ ૧૦૩ ]
અબ્રાહ્મચર્યની વ્યાપક્તા – દેવ, મનુષ્ય અને તિર્યંચ ગતિના જીવોમાં તેનું એકછત્રી સામ્રાજ્ય છે. જેની ચેતના અત્યંત અવિકસિત છે તેવા એકેન્દ્રિય જીવોમાં પણ સંજ્ઞા રૂપે, વૃત્તિરૂપે અને આંશિક પ્રવૃત્તિરૂપે વિદ્યમાન છે. સ્ત્રી, પુરુષ અને નંપુસક વેદમાં તેનો ઉદય હોય છે. અબ્રહાચર્યનું પરિણામ :- તે અનેક અનર્થોનું સર્જન કરે છે, તેના પરિણામે જીવ જન્મ-મરણ, વધ, બંધનની પરંપરાને વધારે છે. સાત્વિક પુરુષ દઢ સંકલ્પ પૂર્વક જ તેનો ત્યાગ કરી શકે છે. કાયર પુરુષો તેમાં ચલિત થઈ જાય છે.
અબ્રહ્મના ૩૦ નામ :| २ | तस्स य णामाणि गोण्णाणि इमाणि होति तीसं, तं जहा- अबंभं, मेहुणं, વરત, સંજ, સેવા , સંખો, વાહ પથીમાં, ખ, મોહો, मणसंखोभो, अणिग्गहो, वुग्गहो, विघाओ, विभंगो, विब्भमो, अहम्मो, असीलया,
મધમ્મતિની, , રાવિંતા, ઋામમો મારો, વેર, રદ્દ, , ચંદુમાળો, बंभचेरविग्यो, वावत्ती, विराहणा, पसंगो, कामगुणोत्ति य । तस्स एयाणि एवमाईणि णामधेज्जाणि होति तीसं । ભાવાર્થ :- અબ્રહ્મચર્યના ગુણ નિષ્પન્ન અર્થાત્ સાર્થક ત્રીસ નામ છે, તે આ પ્રમાણે છે– (૧) અબ્રહ્મ (૨) મૈથુન (૩) ચરંત (૪) સંસર્ગિ (૫) સેવનાધિકાર (૬) સંકલ્પી (૭) બાધનાપદ (૮) દર્પ (૯) મૂઢતા (૧૦) મનઃસંક્ષોભ (૧૧) અનિગ્રહ (૧૨) વિગ્રહ (૧૩) વિઘાત (૧૪) વિભંગ (૧૫) વિભ્રમ (૧૬) અધર્મ (૧૭) અશીલતા (૧૮) ગામધર્મતતિ (૧૯) રતિ (૨૦) રાગચિંતા (૨૧) કામભોગ માર (રર) વૈર (૨૩) રહસ્ય (૨૪) ગુહ્ય (૨૫) બહુમાન (૨૬) બ્રહ્મચર્યચિહ્ન (૨૭) વ્યાપત્તિ (૨૮) વિરાધના (ર૯) પ્રસંગ (૩૦) કામગુણ, ઈત્યાદિ. તે અબ્રહ્મના આ ત્રીસ નામ છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અબ્રહ્મચર્યના ગુણનિષ્પન્ન ત્રીસ નામનું કથન કર્યું છે, તેને વિસ્તારથી વિચારતાં અબ્રહ્મચર્યનું સ્વરૂપ સ્પષ્ટ થઈ જાય છે. ૧. અવંમ :- અકુશળ અનુષ્ઠાન, અશુભ આચરણ હોવાથી તેને અબ્રહ્મ કહે છે. ૨. મેહુજ :- મિથુન અર્થાત્ નર-નારીના સંયોગથી થનારું કૃત્ય હોવાથી તેને મૈથુન કહે છે. ૩. વરત:- સમગ્ર સંસારમાં વ્યાપ્ત હોવાથી તેને ચરંત કહે છે. ૪. સંતાન :- સ્ત્રીઓ અને પુરુષના સંસર્ગથી ઉત્પન્ન થાય છે તેથી તેને સંસર્ગ કહે છે. ૫. સેવાદારો :- ચોરી આદિ અન્ય પાપકર્મોનું પ્રેરક હોવાથી તેને સેવનાધિકાર કહે છે.