________________
૧૦૨ |
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
)
ચોથું અધ્યયન !
અબ્રહ્મચર્ય
અaહાચર્ચનું સ્વરૂપ :| १ जंबू ! अबभंच चउत्थं सदेवमणुयासुरस्स लोगस्स पत्थणिज्जं पंकपणयपासजालभूयं थीपुरिसणपुंसगवेयचिंधंतवसंजमबंभचेरविग्घं भेयाययणबहुपमायमूलं कायरकापुरिससेवियं सुयण-जण-वज्जणिज्ज उड्ड-णरय-तिरिय-तिल्लोकपइट्ठाण जरामरणरोगसोगबहुलं वधबंधविघाय- दुविघायं दसणचरित्तमोहस्स हेउभूयं चिरपरिगय-मणुगयं दुरंतं चउत्थं अहम्मदारं ॥ ભાવાર્થ :- હે જંબૂ! ચોથું આશ્રવદ્વાર અબ્રહ્મચર્ય છે. તે અબ્રહ્મચર્ય દેવો, મનુષ્યો અને અસુરો સહિત સમસ્ત લોક અર્થાતુ સંસારનાં સર્વ પ્રાણીઓ દ્વારા પ્રાર્થનીય છે અર્થાતુ સંસારનાં સર્વ પ્રાણી તેની ઈચ્છા અથવા અભિલાષા કરે છે. તે પ્રાણીઓને ફસાવનાર પંક-કીચડ સમાન, પનક–શેવાળ સમાન, જાળ સમાન છે. સ્ત્રીવેદ, પુરુષ વેદ અને નપુંસકવેદ તેનું ચિહ્ન છે. આ અબ્રહ્મચર્ય તપશ્ચર્યા, સંયમ અને બ્રહ્મચર્યને માટે વિન્ન સ્વરૂપ છે; સદાચાર, સમ્યક્રચારિત્રનું વિનાશક અને પ્રમાદનું મૂળ છે. કાયરો અને સત્વહીન પ્રાણીઓ દ્વારા તેનું સેવન કરાય છે. સજ્જનો-પાપથી વિરત સાધક પુરુષો દ્વારા તે વર્જનીય છે. ઉર્ધ્વલોક–દેવલોક, નરકલોક–અધોલોક અને તિરછા લોક–મધ્યલોક, આ ત્રણે લોકમાં તેનો પ્રસાર છે. તે રોગ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ અને શોકને વધારનાર છે. મારવું, બંધનોમાં નાંખવા અને પ્રાણરહિત કરી દેવા છતાં તેનો અંત આવતો નથી. તે દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયનું મૂળ કારણ છે. અનાદિ કાળથી પરિચિત છે અને હંમેશાં સાથે રહેલું છે. તે દુત છે અર્થાત્ મુશ્કેલીથી, તીવ્ર મનોબળ, દઢસંકલ્પ, ઉગ્રતપસ્યા આદિ સાધનાથી જ તેનો અંત આવે છે. એવું આ અબ્રહ્મ નામનું ચોથું અધર્મદ્વાર છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે ક્રમ પ્રાપ્ત ચોથા અબ્રહ્મચર્ય આશ્રવનું, તેની વ્યાપક્તાનું અને તેના પરિણામનું કથન કર્યું છે.
અબહાચર્ય :- બ્રહ્મચર્ય એટલે બ્રહ્મ સ્વરૂપ આત્મામાં રમણ કરવું. બ્રહ્મચર્યનો અભાવ તે અબ્રહ્મચર્ય છે. જે મૈથુન રૂપે લોકમાં પ્રસિદ્ધ છે.