________________
શ્રુતસ્કંધ-૧/અધ્યયન-૩
_
૮૯ ]
जायंता पाणीयं विगय-जीवियासा तण्हाइया वरागातंपिय ण लभंति वज्झपुरिसेहि धाडियंता । तत्थ य खर-फरुस-पडहघट्टिय-कूडग्गहगाढरुट्टणिसट्ठपरामुट्ठा वज्झयर-कुडिजुयणियत्था सुरत्तकणवीर-गहियविमुक्क-कंठे-गुण- वज्झदूयआविद्धमल्ल दामा, मरणभयुप्पण्णसेय-आयतणेहुत्तुपियकिलिण्णगत्ता चुण्णगुडिय सरीर रयरेणुभरियकेसा कुसुंभगोकिण्णमुद्धया छिण्ण-जीवियासा घुण्णंता वज्झ याणभीया तिलं तिलं चेव छिज्जमाणा सरीरविक्कित्तलोहिओलित्ता कागणिमंसाणि-खावियंता पावा खरफरुसएहिं तालिज्जमाणदेहा, वातिगणरणारीसंपरिवुडा पेच्छिज्जंता य णगरजणेण वज्झणेवत्थिया पणेज्जति णयरमझेण किवणकलुणा अत्ताणा असरणा अणाहा अबंधवा बंधुविप्पहीणा विपेक्खता दिसोदिसिं मरण-भयुव्विगा आघायणपडिदुवार-संपाविया अधण्णा सूलग्गविलग्गभिण्णदेहा।
ભાવાર્થ :- અઢાર પ્રકારના ચોરોને અથવા અઢાર પ્રકારે ચોરી કરવાના કારણે તેના અંગોને પીડિત કરવામાં આવે છે. તેની દશા અત્યંત કરુણાજનક હોય છે. તેના હોઠ, કંઠ,ગળું, તાળવું અને જીભ સૂકાઈ જાય છે. તેના જીવનની આશા નષ્ટ થઈ જાય છે. તે બિચારા તરસથી પીડિત થઈ પાણી માગે છે પરંતુ તેને મળતું નથી. કારાગારમાં વધને માટે નિયુક્ત પુરુષ તેને ધક્કા મારીને અથવા ઘસડીને લઈ જાય છે. અત્યંત કર્કશ, પટહ, ઢોલ વગાડતા રાજકર્મચારીઓ દ્વારા ધક્કા મારી લઈ જવાય છે તથા તીવ્ર ક્રોધથી ભરેલા રાજપુરુષો દ્વારા ફાંસી અથવા શૂળી પર ચઢાવવાને માટે દઢતા પૂર્વક પકડાય છે તે અત્યંત અપમાનિત થાય છે. તેને પ્રાણદંડ પ્રાપ્ત મનુષ્યોને યોગ્ય બે વસ્ત્ર પહેરાવવામાં આવે છે. તેને રક્તકરેણના પુષ્પની માળા ગળામાં પહેરાવવામાં આવે છે. તેથી તે વધ્યદૂત પ્રતીત થાય છે અર્થાત્ તે સૂચિત કરે છે કે આ પુરુષને તુરત જ મૃત્યુદંડ દેવામાં આવશે. મૃત્યુના ભયના કારણે તેના શરીરમાંથી પરસેવો છૂટે છે. આ પરસેવાની ચિકાશથી તેના બધા અંગો ભિંજાઈ જાય છે. તેનું આખું શરીર ચીકણું–ચીકણું થઈ જાય છે. તેના મોઢે તથા શરીરે મેષ લગાડવામાં આવે છે. હવાથી ઉડીને ચોટેલી ધૂળથી તેના વાળ રૂક્ષ તેમજ ધૂળથી ભરેલા થઈ જાય છે. તેના મસ્તકના વાળોને કસુંબી–લાલ રંગથી રંગી નાખવામાં આવે છે. તેના જીવનની આશા નાશ પામે છે. ઘણાં જ ભયભીત હોવાના કારણે તે લથડતા ચાલે છે. તેને ચક્કર આવવા લાગે છે અને તે વધકો(જલ્લાદો)થી ભયભીત રહે છે. તેના શરીરનું છેદન–ભેદન કરવામાં આવે છે. તેના જ શરીરમાંથી કાપેલા અને લોહીથી લિપ્ત માંસના નાના-નાના ટુકડા કરી તેને જ ખવડાવવામાં આવે છે. કઠોર અને કર્કશ સ્પર્શવાળા પથ્થર આદિથી તેને પીટવામાં આવે છે. આ ભયાનક દશ્યને જોવાને માટે ઉત્સુક પાગલો જેવા સ્ત્રી-પુરુષોની ભીડથી તે ઘેરાઈ જાય છે. નાગરિકજન તેને (આ અવસ્થામાં) જોવે છે. મૃત્યુદંડ પ્રાપ્ત કેદીનો પોશાક તેને પહેરાવવામાં આવે છે અને નગરની મધ્યમાંથી લઈ જવામાં આવે છે. તે સમયે તે ચોર દીન-હીન, અત્યંત દયાજનક દેખાય છે. રક્ષણ રહિત, અશરણ, અનાથ, અબંધુ, બાંધવરહિત, મિત્રો દ્વારા ત્યજાયેલ તે કોઈ સહાયક-સંરક્ષક મળી જાય તેવી આશાથી ચારેબાજુ જુએ છે.